ફ્લાઈદુબઈની ફ્લાઈટના હાઇજેકનો પ્રયાસ : ગુજરાતી પાયલોટે પ્લેન ક્રેશનું કાવતરું નિષ્ફળ બનાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- દુબઈથી ઇઝરાયેલ જતા વિમાનમાં કો-પાયલોટે કેપ્ટનને છરી મારી
- બન્ને કેપ્ટન વચ્ચે જપાજપી સમયે ફ્લાઇટ એક જ મિનિટમાં ૩૩,૦૦૦ ફૂટથી ૧૭૦૦૦ ફૂટ નીચે આવી ગઇ
તેલ અવીવ : યુએઇથી ઇઝરાયેલ જઇ રહેલી એક ફ્લાઇટને કો-પાયલોટ દ્વારા હાઇજેક કરવા પ્રયાસ થયો હતો, કો-પાયલોટે ફ્લાઇટના કેપ્ટન પર ચાકુ વડે હુમલો કરી દીધો હતો અને બાદમાં ફ્લાઇટ ક્રેશ કરવા પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન માત્ર એક જ મિનિટમાં ફ્લાઇટ ૩૩,૦૦૦ ફૂટથી સીધી ૧૭,૦૦૦ ફૂટ પર આવી ગઇ હતી. જોકે કેપ્ટને હિમ્મત રાખી હતી અને ઘાયલ થવા છતા કો-પાઇલોટને કન્ટ્રોલ કરવા પ્રયાસ કર્યો હતો.
ફ્લાઇદુબઇ એરલાઇન્સની ફ્લાટ એફઝેડ૧૦૭૩ દુબઇથી ઇઝરાયેલના તેલ અવીવ સુધી જઇ રહી હતી. ફ્લાઇટમાં આશરે ૧૮૦ જેટલા લોકો હતા. ફ્લાઇટે ઉડાન ભર્યાના અડધો કલાકમાં જ ઇમર્જન્સી એલર્ટ સંદેશો મોકલ્યો હતો, જેનો કોડ ૭૭૦૦ છે, આ કોડ હેઠળ ઇમર્જન્સીની સ્થિતિમાં સંદેશો મોકલાય છે. બાદમાં હાઇજેકિંગના પ્રયાસની શક્યતાઓ બદલ કોડ ૭૫૦૦ હેઠળ સંદેશો મોકલવામાં આવ્યો હતો. કોકપીટમાં કો-પાઇલોટ ચાકુ લઇને ઘૂસ્યો હતો. તેણે બીજા પાયલોટ એટલે કે કેપ્ટનને ચાકુના ઘા મારી દીધા હતા, તેની હત્યા કરીને ફ્લાઇટને હાઇજેક કરીને ૯/૧૧ જેવી કોઇ ઘટનાને અંજામ આપવા માગતો હતો. બન્ને વચ્ચે ઝઘડો થયો હોવાના પણ અહેવાલો છે.
જોકે કેપ્ટને હિમ્મત રાખી હતી અને ઘાયલ થવા છતા કો-પાયલોટને કાબુમાં કરી લીધો હતો, બાદમાં ફ્લાઇટનું સાઉદી અરબમાં ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર ફ્લાઇટની અંદરની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જેમાં એક વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યો હતો. આ ઘાયલ વ્યક્તિ જ ફ્લાઇટનો કેપ્ટન હોવાની શક્યતાઓ છે કે જેણે આ કથિત હાઇજેકિંગને નિષ્ફળ બનાવ્યું હતું. એવા અહેવાલો છે કે આ કેપ્ટન ભારતીય અથવા ભારતીય મૂળના છે. જ્યારે હુમલો કરનારો કો-પાયલોટ ઓમાનનો રહેવાસી છે. ફ્લાઇટમાં સવાર મોટાભાગના મુસાફરો ઇઝરાયેલના નાગરિકો હતા. જેને પગલે ઇઝરાયેલે દાવો કર્યો છે કે ફ્લાઇટને હાઇજેક કરવાનો આ પ્રયાસ એક આતંકી કૃત્ય છે, કો-પાઇલોટ આતંકવાદી છે, હાલ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ઇઝરાયેલના પર્યટકો મોટાભાગે યુએઇ જવાનું પસંદ કરતા હોય છે, ફ્લાઇ દુબઇ તેમના માટે સૌથી સસ્તી ફ્લાઇટ માનવામાં આવે છે.
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ દાવો કર્યો હતો કે કો-પાયલોટે સાથી પાયલોટને ચાકુ મારીને વિમાન હાઇજેક કરવા પ્રયાસ કર્યો હતો, બાદમાં વિમાન ક્રેશ કરવા માગતો હતો. નેતન્યાહુએ એક વીડિયો જાહેર કરીને આ ઘટનાને આતંકવાદી કૃત્ય ગણાવ્યું હતું. સાથે જ ઇઝરાયેલના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર સાથે ઇમર્જન્સી બેઠક પણ યોજી હતી. હુમલો કરનારા કો-પાઇલોટની સાઉદી ઓથોરિટી દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેની વધુ પૂછપરછ કરાઇ રહી છે. નેતન્યાહુએ કહ્યું છે કે આ સમગ્ર આતંકી કાવતરા પાછળ જવાબદાર હશે તેને છોડવામાં નહીં આવે.




