World

ઈઝરાયલ જતું વિમાન હાઈજેક કરી ક્રેશ કરવાનો પ્રયાસ? એક પાયલટનો બીજા પર હુમલો, મુસાફરોએ બતાવી બહાદુરી

By GS Team
30 Sep 20263 mins read
TukuTouch Logo
દુબઈથી ઈઝરાયલ જતી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં હાઈજેકિંગની આશંકાથી ખળભળાટ મચી ગયો હતો. આકાશમાં પ્લેન ભટકવાનું કારણ આતંકી નહીં, પરંતુ કોકપિટમાં પાયલટો વચ્ચે થયેલી મારામારી હતી. 180 ઈઝરાયલી મુસાફરો સાથેનું વિમાન સાઉદી અરેબિયામાં ઈમરજન્સી લેન્ડ કરાયું હતું. ઈઝરાયલે ફાઈટર જેટ્સ ઉતારી કટોકટી જાહેર કરી હતી. આ ઘટનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યાપી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈઝરાયલ જતું વિમાન હાઈજેક કરી ક્રેશ કરવાનો પ્રયાસ? એક પાયલટનો બીજા પર હુમલો, મુસાફરોએ બતાવી બહાદુરી

Israel Averts Major Disaster: Pilot Attempts Hijacking On Flydubai Flight FZ1073 | દુબઈથી ઈઝરાયલના તેલ અવીવ જઈ રહેલા ફ્લાયદુબઈના વિમાનમાં આકાશની ઊંચાઈએ અત્યંત ભયાનક ઘટના સામે આવી છે. ઈઝરાયલી સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાનના એક પાયલટે વિમાનનું હાઈજેક કરીને તેને જમીન પર ક્રેશ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન હુમલાખોર પાયલટે તેના સાથી કો-પાયલટ પર ચાકુ વડે હુમલો કરીને લોહીલુહાણ કરી દીધો હતો.

ઈઝરાયલના 100 નાગરિકો પ્લેનમાં સવાર હતા

વિમાનમાં 100થી વધુ ઈઝરાયલી મુસાફરો સવાર હતા. ઈઝરાયલી ગુપ્તચર એજન્સીઓ મોસાદ, શિન બેટ અને IDFનું પ્રાથમિક તારણ છે કે આ એક સુનિયોજિત આતંકવાદી કાવતરું હતું.

મુસાફરોની બહાદુરીના કારણે પ્લેન ક્રેશ થતાં બચ્યું

જોકે મુસાફરો અને અન્ય ફ્લાઇટ ક્રૂની અપ્રતિમ બહાદુરીના કારણે હુમલાખોરને કાબૂમાં લઈ લેવાયો હતો અને એક મોટી વૈશ્વિક હોનારત ટળી ગઈ હતી.

એક પાયલટે બીજા પર ચાકુથી હુમલો કર્યો

ધ જેરૂસલેમ પોસ્ટના અહેવાલ અનુસાર આ ઘટના ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073 માં બની હતી. હવામાં ઉડાન દરમિયાન જ્યારે એક પાયલટે વિમાનનું નિયંત્રણ પોતાના હાથમાં લેવા માટે બીજા પાયલટ પર ચાકુથી હુમલો કર્યો ત્યારે વિમાન અચાનક લગભગ 4,000 મીટર જેટલું નીચે આવી ગયું હતું.

પાયલટે તાત્કાલિક ઈમરજન્સી કોડ મોકલ્યો

વિમાનમાંથી પહેલાં સામાન્ય ઈમરજન્સી દર્શાવતો સ્ક્વોક કોડ 7700 મોકલાયો હતો. થોડીવાર બાદ તેને બદલીને ગેરકાયદેસર હસ્તક્ષેપ અથવા હાઈજેકિંગ દર્શાવતો સ્ક્વોક કોડ 7500 મોકલવામાં આવ્યો અને પાછળથી ફરી મૂળ કોડ લાગુ કરાયો હતો.

'કોકપિટમાંથી જોરજોરથી ચીસો સંભળાઈ રહી હતી'

પ્રત્યક્ષદર્શી યાસ્મિન અબુ કાસિસ નામની મહિલાએ જણાવ્યું કે તેમની પુત્રી મિરિયમ પ્લેનમાં હાજર હતી. પુત્રીએ ફોન પર જણાવ્યું હતું કે કોકપિટમાંથી જોરજોરથી ચીસો સંભળાઈ રહી હતી અને એક વ્યક્તિએ ચાકુથી પાયલટ પર હુમલો કરીને તેને જમીન પર પટકી દીધો હતો, જેના કારણે ચારેય તરફ લોહી ફેલાઈ ગયું હતું.

મુસાફરોએ બહાદુરીથી હુમલાખોરને દબોચ્યો

વિમાન જ્યારે ભયાનક ડાઈવ લઈ રહ્યું હતું ત્યારે આગળની હરોળમાં બેઠેલા કેટલાક ઈઝરાયલી મુસાફરો સીધા કોકપિટ તરફ દોડ્યા હતા. પાછળની સીટ પર બેઠેલા અન્ય બે પાયલટ શરૂઆતમાં આઘાતમાં સરી પડ્યા હતા. એક મુસાફરે તેમને બૂમ પાડીને પ્લેનનું નિયંત્રણ લેવા કહ્યું હતું. મુસાફરોએ ભેગા મળીને ચાકુબાજ હુમલાખોરને કોકપિટની બહાર ખેંચી કાઢ્યો અને અન્ય પાયલટોને અંદર મોકલી પ્લેનનું નિયંત્રણ સોંપ્યું.

હુમલાનો ભોગ બનેલા પાયલટની હાલત ગંભીર

ચાકુના હુમલાનો ભોગ બનેલા પાયલટની હાલત અત્યંત નાજુક હતી. ફ્લાઈટમાં હાજર એક મુસાફરે તાત્કાલિક મેડિકલ સહાય આપીને તેનો જીવ બચાવ્યો હતો.

ઝરાયલે એરસ્પેસ બંધ કરી, નેતન્યાહૂએ બોલાવી ઈમરજન્સી બેઠક

ઘટનાની ગંભીરતા જોતાં ઈઝરાયલનું સમગ્ર સુરક્ષા તંત્ર એક્શનમાં આવી ગયું હતું. વાયુસેનાએ તરત જ પોતાના ફાઈટર જેટ્સ આકાશમાં તૈનાત કર્યા હતા. ઈઝરાયલની એરસ્પેસ થોડા સમય માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી, જે બાદમાં ફરી ખોલવામાં આવી. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સુરક્ષા અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક બોલાવી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે તમામ મુસાફરોને સુરક્ષિત પરત લાવવા તમામ પગલાં લેવાઈ રહ્યા છે.

ઈઝરાયલના સંરક્ષણ દળોના ચીફનો અમેરિકા પ્રવાસ રદ

પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં રાખીને ઈઝરાયલના સંરક્ષણ દળોના ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ ઈયાલ ઝમીરે પોતાનો અમેરિકા પ્રવાસ રદ કરી દીધો હતો. સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝ મુસાફરોને લાવવા સૈન્ય વિમાન મોકલવા પર પણ વિચાર કરી રહ્યા છે.

હુમલાખોરની પૂછપરછ શરૂ

પ્રાથમિક તપાસ મુજબ આ હુમલાખોર પ્લેનને ઈઝરાયલ લઈ જવા માંગતો હતો, જમીન પર ક્રેશ કરાવવા માંગતો હતો કે પછી અમેરિકાના 9/11 જેવો કોઈ મોટો આતંકી હુમલો કરવા માંગતો હતો, તે અંગે વિગતવાર પૂછપરછ ચાલી રહી છે.