World

અફઘાનિસ્તાનમાં અચાનક પૂર : 20નાં મૃત્યુ, 100થી વધુ લાપતા : અનેક ઘરો ધરાશાયી

By GS Team
21 Jul 20262 mins read
TukuTouch Logo
અફઘાનિસ્તાનના કાબુલમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પ્રચંડ પૂર આવ્યા છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે અને 100થી વધુ લાપતા છે. અફઘાનિસ્તાન ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા બચાવ કામગીરી શરૂ કરાઈ છે. નૂરાઆન પ્રાંતના પારૂન શહેરમાં ભારે નુકસાન થયું છે. વનોનો વિનાશ અને ઋતુ પરિવર્તન પૂરના મુખ્ય કારણો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અફઘાનિસ્તાનમાં અચાનક પૂર : 20નાં મૃત્યુ, 100થી વધુ લાપતા : અનેક ઘરો ધરાશાયી

પૂરો માટેનું સૌથી મોટુ કારણ વનોનો વિનાશ છે : જાનમાલની નુકસાની માટે પાયાની સવલતોનો અભાવ, ઋતુ પરિવર્તન અને કાચા મકાનો કારણભૂત છે
કાબુલ : અફઘાનિસ્તાનમાં અચાનક જ પડેલ ભારે વરસાદને લીધે નદીઓમાં સોમવારે પ્રચંડ પૂર આવ્યા હતા જેમાં ઓછામાં ઓછા ૨૦ના મૃત્યુ થયા છે અને ૧૦૦ થી વધુ હજી લાપતા છે. આ અંગે દેશની અફઘાનિસ્તાન ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે લાપતાઓ માટે શોધ કરવાની અને તેમને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ સાથે નેશનલ ડીઝાસ્ટર ઓથોરિટીના અધિકારીએ જણાવ્યું હતું કે, અમે જનતાને પુરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહેવા સૂચના આપી દીધી છે. દેશના નૂરાઆન પ્રાંત સ્થિત પારૂન શહેરમાં આ પૂરને લીધે ભારે નુકસાન થયું છે. નૂરીઆન વિસ્તારના પૂર્વ ભાગમાં તો સૌથી વધુ નુકસાન થયું છે. તેમ પણ નેશનલ ડીઝાસ્ટર ઓથોરિટીના અધિકારી યુસુફ હમ્મદે પત્રકારોને જણાવ્યું હતું.
હમ્મદે વધુમાં કહ્યું હતું કે આ પૂરોને લીધે અનેક ઘરો ધોવાઇ ગયા છે. ખેતીને ભારે નુકસાન થયું છે. અનેક માર્ગો તૂટી ગયા છે. ખાસ કરીને માટી અને પથ્થરોથી બનાવેલા મોટાભાગના મકાનો તો તદ્દન સાફ થઇ ગયા છે.
નેશનલ ડીઝાસ્ટર ઓથોરિટીના અધિકારીએ ખુલ્લા મને જણાવ્યું હતું કે, આવા પ્રચંડ પૂરો માટેનું સૌથી મોટુ કારણ તો વનોનો થઇ રહેલો વિનાશ છે. પુષ્કળ વૃક્ષો હોય તો પૂરનું પાણી અટકતું જાય છે. પરંતુ વનો ઘટતા પૂર બેકાબુ બને છે. ઉપરાંત ઋતુ પરિવર્તન પણ પ્રમુખ કારણભૂત છે. ભારે ગરમીને લીધે પર્વતો પરનો બરફ ઓગળતાં નદીનો જળપ્રવાહ વધે છે. તેમાં અચાનક ભારે વરસાદ થતા (ક્લાઉડ બ્રેક) થતાં નદીના જળસ્તર કાંઠા તોડી પ્રવેગે ધસમસે છે. પરિણામે જાનમાલની ભારે ખુમારી થાય છે. ૨૦૨૪માં આવેલા પૂરને લીધે ૩૦૦થી વધુના જાન ગયા હતા. આ વર્ષની શરૂઆતમાં પણ પૂર આવ્યા હતા તેથી ઓછામાં ઓછા ૧૧૦ના જાન ગયા હતા.
ભારે વરસાદ અને તેના પરિણામે આવતા ભારે પૂરોને લીધે ભૂસ્ખલનની પણ અનેક ઘટનાઓ બની છે.
ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં ભારે વરસાદ થતો જ નથી. પરંતુ ઘણીવાર અચાનક ભારે વરસાદ થતા કે ક્લાઉડ બ્રેક થતાં આવી દુર્ઘટનાઓ સર્જાય છે.