અમેરિકા અને ઈઝરાયેલના ઈરાન સામેના યુદ્ધની અસર મધ્ય-પૂર્વમાં વધુ ઘાતક બની રહી છે. ઈરાને અમેરિકાના સાથી રાષ્ટ્રો પર હુમલાના ભાગરૂપે ઓમાનના દરિયા કિનારે એક ઓઈલ ટેન્કર પર મિસાઈલ હુમલો કર્યો હતો. આ જહાજ પર ક્રૂ તરીકે ૧૫ ભારતીય સવાર હતા, જેમાંથી પાંચને ઈજા પહોંચી હતી. ઈરાનના હુમલાનો શિકાર થયેલું જહાજ સ્કાઈલાઈટ પલાઉના ઝંડા સાથે પ્રવાસ કરી રહ્યું હતું. આ જહાજ પર કુલ ૨૦ ક્રૂ મેમ્બરને સુરક્ષિત બચાવી લેવાયા છે. આ ક્રૂમાં ૧૫ ભારતીય અને પાંચ ઈરાની નાગરિક હતા.
ઓમાન નજીક ઓઈલ ટેન્કર પર ઈરાનના હુમલામાં પાંચ ભારતીય ઘાયલ


