World

રશિયાએ યુક્રેનથી લીધો બદલો, ડ્રોન-મિસાઈલો વરસાવી કીવ હચમચાવ્યું, 20ના મોત, અનેક ઈજાગ્રસ્ત

By GS Team
3 Jul 20263 mins read
TukuTouch Logo
યુક્રેને રશિયન ઓઇલ રિફાઇનરીઓ પર હુમલો કરતા, બદલામાં રશિયાએ કીવ પર 496 ડ્રોન અને 74 મિસાઈલથી ભીષણ પ્રહાર કર્યો. આ હુમલામાં 20 લોકોના મોત થયા અને 90થી વધુ ઘાયલ થયા. યુક્રેનના વિદેશ મંત્રીએ આ રાતને 'નાઇટ ઓફ હોરર' ગણાવી. રશિયાના હુમલાથી કીવની સંખ્યાબંધ ઇમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ, જેના કારણે મૃત્યુઆંક વધવાની ભીતિ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રશિયાએ યુક્રેનથી લીધો બદલો, ડ્રોન-મિસાઈલો વરસાવી કીવ હચમચાવ્યું, 20ના મોત, અનેક ઈજાગ્રસ્ત

રાજધાની કીવ પર રશિયાના 30થી વધુ એટેક
ઓઇલ રીફાઇનરીઓ પરના હુમલાનો બદલો લેવા રશિયા 496 ડ્રોન 74 મિસાઇલથી ત્રાટક્યું
યુક્રેનના વિદેશ પ્રધાને રશિયાના વિનાશક હુમલાની સ્થિતિને તેના નાગરિકો માટે નાઇટ ઓફ હોરર ગણાવી



Russia vs Ukrain War Updates : યુક્રેને રશિયાની ઓઇલ રીફાઇનરીઓ અને ઓઇલ ડેપો પર વિનાશક ડ્રોન હુમલા કર્યા બાદ રશિયાએ કરેલા વળતા પ્રહારમાં યુક્રેનમાં 20ના મોત થયા અને 90 થી વધુને ઇજા પહોંચી છે. રશિયાના 496 ડ્રોન અને 74 મિસાઇલના ભીષણ હુમલાએ રાજધાની કીવનો જાણે ખુરદો બોલાવ્યો હતો.આ 74 મિસાઇલમાંથી 24 તો બેલેસ્ટિક મિસાઇલ હતા. આ હુમલાના લીધે યુક્રેનની સંખ્યાબંધ ઇમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી.

રશિયાના આ હુમલાના કારણે યુક્રેનની રાજધાની કીવમાં કલાકોના કલાકો સુધી વિસ્ફોટો સંભળાયા કર્યા હતા. સત્તાવાળા એર વોર્નિંગ વગાડતા લોકોએ જીવ બચાવવા સબવેમાં આશરો લેવાની ફરજ પડી હતી. ઇમરજન્સી ક્રૂ હજી પણ તૂટી પડેલા બિલ્ડિંગો અને ક્ષતિગ્રસ્ત થયેલા બિલ્ડિંગોમાં લોકોને શોધી રહ્યુ છે. આ સંજોગોમાં મૃત્યુઆંક વધી શકે છે.

રશિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે યુક્રેનના ઓઇલ રીફાઇનરીઓ અને ડેપો પરના હુમલાના કારણે રશિયનોને પેટ્રોલ-ડીઝલના ફાંફા પડતા પુતિન ભડક્યા છે. તેના કારણે તેમણે યુક્રેન પર તીવ્ર પ્રહાર કરવાનો આદેશ આપ્યો હતો. રશિયામાં ઇંધણની અછતના કારણે આ યુદ્ધમાં પહેલી જ વખત પુતિન પર દબાણ આવ્યું છે.

યુક્રેને યુદ્ધની વ્યૂહરચના બદલતા સતત રશિયાની ઓઇલ રીફાઇનરીઓ અને ઓઇલ ડેપોને જ નિશાન બનાવવા લાગ્યા છે, જેથી રસિયા તેની નિકાસમાંથી આવક કરતું અટકે. આમ થાય તો જ રશિયાની કમાવવાની ક્ષમતા ઘટવા તેની યુદ્ધ લડવાની ક્ષમતામાં પણ ઘટાડો થાય. યુક્રેન આ જ વ્યૂહરચનાની મદદથી પુતિનને મંત્રણાના ટેબલ પર લાવવા માંગે છે, પરંતુ પુતિન જુદુ જ વિચારે છે. તે માને છે કે પશ્ચિમી સમર્થન પૂરુ થતા યુક્રેનનો પ્રતિકાર વ્યૂહાત્મક બોમ્બિંગના દબાણ હેઠળ ખતમ થઈ જશે.

યુક્રેનના વિદેશ પ્રધાન એન્ડ્રી સિબિહાએ જણાવ્યું હતું કે ગઇકાલની રાજ રાજધાની માટે નાઇટ ઓફ હોરર હતી. યુક્રેનના 30થી પણ વધુ સ્થળોએ નુકસાન થયુ હતુ. આ નુકસાન મુખ્યત્વે રહેણાક બિલ્ડિંગો અને સિવિલ ઇન્ફ્રાસ્ટ્રકચરને થયુ હતુ. લગભગ વીસેક રહેણાક બિલ્ડિંગોને જબરદસ્ત નુકસાન થયું છે. એક હુમલામાં તો લોકો નવ માળના રહેણાક બિલ્ડિંગમાં સપડાઈ ગયા હતા. જો કે રશિયા દ્વારા આ યુદ્ધમાં યુક્રેનના સિવિલ ઇન્ફ્રાસ્ટ્રકચર પર હુમલા નવા નથી.

ચાર વર્ષમા રશિયાના યુક્રેન પરના હુમલામાં 16 હજાર નાગરિકોના મોત થયા હોવાનું યુએન જણાવે છે. સિબિહાએ જણાવ્યું હતું કે યુક્રેન તેની લશ્કરી જરૂરિયાતના 75 ટકા જેટલો હિસ્સો સ્થાનિક ઉત્પાદનથી પૂરો કરે છે અને રશિયા પર લાંબુ આક્રમણ કરતાં શસ્ત્રોનો 95 ટકા હિસ્સો સ્થાનિક જરૂરિયાતથી પૂરો કરે છે. યુક્રેનના સેન્ટ્રલ દનિપ્રોપટ્રોવ્સ્ક વિસ્તારમાં રશિયાના ગાઇડેડ બોમ્બના હુમલામાં સાત વર્ષની બાળકી મૃત્યુ પામી હતી અને 11 વર્ષી બાળકી સહિત ચારને ઇજા થઈ હતી. બધા એક જ કુટુંબના હતા.

યુક્રેને પણ પૂર્વી મોસ્કોમાં નિઝની નોવગોરોડ ખાતે આવેલી રશિયાની સૌથી મોટી ઓઇલ રીફાઇનરીઓ પર હુમલો કર્યો હતો. યુક્રેનના ડ્રોન હુમલાની તાજેતરની સફળતાએ રશિયાના લશ્કરી દળોની વૃદ્ધિ અટકાવી દીધી છે અને સપ્યાલ લાઇન તૂટતા અને ઓઇલ ફેસિલિટીઝને નુકસાન થતાં રશિયાએ પણ વ્યૂહરચના બદલવાની ફરજ પડી છે. આમ રશિયા ગયા વર્ષની તુલનાએ આ વર્ષે યુદ્ધના મોરચે કોઈ ખાસ પ્રગતિ કરી શક્યું નથી.