યુરોપના બે દેશોના જંગલોમાં ભીષણ આગ, 3 લાખથી વધુ બેઘર, સ્પેનમાં પહેલીવાર ઈમરજન્સી જાહેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Massive Wildfires in Spain And France: યુરોપ હાલ ભયાનક કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં 3 લાખથી વધુ લોકો બેઘર થયા છે, જ્યારે 2.5 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવાની ફરજ પડી છે. સ્થિતિની ગંભીરતાને જોતાં સ્પેને દેશના ઇતિહાસમાં પહેલીવાર ‘નેશનલ વાઇલ્ડફાયર ઇમરજન્સી’ જાહેર કરી છે.
ફ્રાન્સમાં 98 હજાર હેક્ટર જમીન ખાખ
અહેવાલો અનુસાર, ફ્રાન્સમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. બોર્ડેક્સ શહેરની આસપાસ અને દક્ષિણપશ્ચિમના ગિરોન્ડે ક્ષેત્રમાં આગ અચાનક ઝડપથી ફેલાઈ હતી. દેશમાં અત્યાર સુધીમાં 98,000 હેક્ટર જમીન બળીને ખાખ થઈ ગઈ છે, જે ફ્રાન્સના ઇતિહાસનો નવો રેકોર્ડ છે. ફ્રાન્સના ગૃહ મંત્રી લોરેન્ટ નુનેઝે સોશિયલ મીડિયા પર માહિતી આપતાં જણાવ્યું કે 'દેશભરમાં આગ ફેલાઈ રહી છે અને પરિસ્થિતિ હજુ પણ અત્યંત નાજુક છે.'
સ્પેનમાં 1.30 લાખ હેક્ટર ખાખ, નવી આગે ચિંતા વધારી
સ્પેનમાં મેડ્રિડ, અવિલા અને પૂર્વીય દરિયાકાંઠાના શહેર વેલેન્સિયા નજીક ભીષણ આગ ફેલાઈ છે. સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝે અવિલા પ્રાંતની મુલાકાત લીધા બાદ ચેતવણી આપી હતી કે દેશ માટે હજુ વધુ "મુશ્કેલ સમય" આગળ આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 1.30 લાખ હેક્ટર જમીન બળી ગઈ છે. સપ્તાહના અંતે વેલેન્સિયા નજીક લાગેલી નવી આગને કારણે વધુ 15, 000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. જોરદાર પવનોને કારણે આગ વધુ ઝડપથી ભડકી રહી છે.
આ સંકટને પહોંચી વળવા માટે યુરોપિયન યુનિયન (EU)ના અન્ય દેશો આગળ આવ્યા છે. ફ્રાન્સ અને સ્પેનને રાહત આપવા માટે અન્ય સભ્ય દેશો દ્વારા વિશેષ વિમાનો, ફાયર ફાઈટિંગ ક્રૂ અને ઈમરજન્સી વાહનોની મદદ મોકલવામાં આવી રહી છે.









