2026ના અંત સુધી ખાડીમાં યુદ્ધની અગનજ્વાળા સળગતી રહે તેવી ભીતિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ટ્રમ્પનો મિડ ટર્મ ચૂંટણી પછી ઇરાન પર બોમ્બિંગ શરૂ કરવાનો ઇરાદો
- ટ્રમ્પે હોર્મુઝને 'ટ્રમ્પ ખાડી' ગણાવી તેનો નક્શો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો
- ટ્રમ્પે યુએનના પ્લેટફોર્મ પરથી ઇસ્લામિક રિપબ્લિકનને નેસ્તનાબૂદ કરવાની ધમકી આપી હતી
- સાઉદી અરેબિયાએ હુથીઓએ છોડેલી વધુ એક મિસાઇલને આંતરીને હુમલાના પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો
ન્યૂયોર્ક : અમેરિકન પ્રમુખ ટ્રમ્પના વલણે દર્શાવી દીધું છે કે મધ્યપૂર્વનું યુદ્ધ એટલે કે અમેરિકા-ઇરાન યુદ્ધ ડિસેમ્બરના અંત સુધી સળગતું જ રહેશે. આમ ખાડીમાં યુદ્ધની જ્વાળાઓ ઓલાશે નહીં અને વધુને વધુ લોકો તેમા હોમાતા રહેશે. ટ્રમ્પે તેનો ઇરાદો વ્યક્ત કરતાં હોય તેમ મિડ ટર્મ ચૂંટણી પછી ઇરાન પર બોમ્બિંગ કરવાનો ઇરાદો પણ વ્યક્ત કરી દીધો છે. તેથી આ યુદ્ધ વધુ ભીષણ બને તો આશ્ચર્ય નહીં થાય.
પશ્ચિમ એશિયાની કટોકટી વધુને વધુ ગંભીર બનતી જાય છે. વોલ-સ્ટ્રીટ-જજ શનિવારે જણાવ્યું હતું કે ઈરાનની ૭ દિવસના યુદ્ધ વિરામની દરખાસ્ત પ્રમુખ ટ્રમ્પે ફગાવી દીધી છે.
અમેરિકી અધિકારીઓને ટાંકતાં તે રીપોર્ટમાં જણાવાયું છે કે પ્રમુખે તેના સલાહકારોને અને સાથીઓને જણાવ્યું હતું કે, નવેમ્બર મીડ-ટર્મ-પોલ પૂરાં થતાં તેઓ ઈરાન ઉપર ફરી હુમલા શરૂ કરવા માગે છે.
આ પૂર્વે પ્રમુખે પોતાની યુ.એન.ની સ્પીચમાં ઈરાનને ખતમ કરી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હતી તે પછી ટ્રમ્પે ઈરાનની તે દરખાસ્ત ફગાવી દીધી છે, જે ઉલ્લેખનીય છે.
તેઓએ યુ.એન.માં આપેલા તે વક્તવ્યમાં વધુમાં સ્પષ્ટત: કહ્યું હતું કે, મારે મહત્વનો નિર્ણય લેવાનો ચે તે એ કે મારે ઈરાનને મધ્યપૂર્વનો સૌથી મહાન દેશ બનાવવો જે વિશ્વનો પણ મહાન દેશ બની રહે અથવા તે ઈસ્લામીક રીપબ્લિકનને ખતમ કરી નાખવું પરંતુ તે નિર્ણય હું ચૂંટણીઓ પછી લેવા માગું છું. ૨૨ સપ્ટેમ્બરે ટ્રમ્પે આ પ્રમાણે સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં ઉદઘાટન પ્રવચનમાં કહ્યું હતું. આ ઉપરાંત અરાઘચીએ સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં કરેલાં સંબોધનમાં વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, અમે અમેરિકા સમક્ષ અમારી યોજના રજૂ કરી દીધી હતી જે મધ્યસ્થી દ્વારા અમેરિકાને પહોંચાડવામાં આવી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે સાત દિવસ પછી હોર્મુઝ સ્ટ્રેઇટસ ખોલવામાં આવશે અને મંત્રણા ફરી શરૂ કરાશે. વાસ્તવમાં જૂન મહિનામાં જ આ પ્રકારના એમઓયુ અમારી વચ્ચે થયા હતા.




