World

વેનેઝુએલા જેવો ડર: માદુરો બાદ હવે બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ સિલ્વા પર સંકટ? અમેરિકી સૈન્ય ઓપરેશનની આશંકા

By GS Team
8 Jul 20262 mins read
TukuTouch Logo
બ્રાઝિલને ડર છે કે અમેરિકા ગમે ત્યારે લશ્કરી હુમલો કરી શકે છે. અમેરિકાએ 5 જૂને બ્રાઝિલની 2 મોટી ગુનાહિત ગેંગ્સ, PCC અને CV ને આતંકવાદી સંગઠન જાહેર કરી છે. બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લૂલા ડા સિલ્વાની સરકાર એલર્ટ પર છે. અમેરિકી કાયદા મુજબ, આતંકવાદી જાહેર થયેલા જૂથો સામે અમેરિકા બીજા દેશોમાં પણ સૈન્ય કાર્યવાહી કરી શકે છે, જે બ્રાઝિલની સાર્વભૌમત્વ માટે ખતરો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વેનેઝુએલા જેવો ડર: માદુરો બાદ હવે બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ સિલ્વા પર સંકટ? અમેરિકી સૈન્ય ઓપરેશનની આશંકા

US Brazil Military Operation : બ્રાઝિલને ડર સતાવી રહ્યો છે કે, અમેરિકા ગમે ત્યારે તેના દેશમાં ઘૂસીને લશ્કરી હુમલો કરી શકે છે. અમેરિકાએ તાજેતરમાં બ્રાઝિલની બે મોટી ગુનાહિત ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કરી દીધી છે, જેના કારણે બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લૂલા ડા સિલ્વા (Brazil President Lula Da Silva)ની સરકાર ભારે એલર્ટ થઈ ગઈ છે અને તેને પોતાના દેશની સાર્વભૌમત્વ પર મોટો ખતરો દેખાઈ રહ્યો છે.

બ્રાઝિલની ગેંગ્સને અલ્કાયદાની હરોળમાં મૂકી
અમેરિકાએ 5 જૂને બ્રાઝિલના બે સૌથી મોટા ગુનાહિત સંગઠનો 'પ્રિમેઇરો કમાન્ડો દા કેપિટલ' (PCC) અને 'કમાન્ડો વર્મેલ્હો' (CV) ને વિદેશી આતંકવાદી સંગઠનો (FTO)ની યાદીમાં સામેલ કર્યા છે. આ નિર્ણય હેઠળ અમેરિકાએ આ ગેંગ્સને અલ-કાયદા અને ઈસ્લામિક સ્ટેટ (ISIS) જેવા ખતરનાક જૂથોની કાનૂની કેટેગરીમાં મૂકી દીધી છે.

અમેરિકી સેના ઘૂસી જવાનો બ્રાઝિલને ફફડાટ
અમેરિકાના આતંકવાદ વિરોધી કાયદા મુજબ, જો કોઈ જૂથને આતંકવાદી જાહેર કરવામાં આવે, તો અમેરિકા બીજા દેશોમાં જઈને પણ સૈન્ય કાર્યવાહી કરી શકે છે. બ્રાઝિલના વિદેશ મંત્રી મૌરો વીએરાએ સંસદને લખેલા પત્રમાં ચેતવણી આપી છે કે, 'આવા નિર્ણયમાં ઘણી મનમાની કરવાની સંભાવના હોય છે અને આનાથી એવી પણ સંભાવના છે કે અમેરિકા બ્રાઝિલની ધરતી પર સૈન્ય બળનો ઉપયોગ કરે.'

સંબંધો સારા હોવા છતાં કેમ ટકરાવ થયો?
બ્રાઝિલ અને અમેરિકા વચ્ચે સામાન્ય રીતે સંબંધો ઠીક રહ્યા છે, પરંતુ બ્રાઝિલમાં લૂલા ડા સિલ્વા રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) સાથે તેમનો વૈચારિક ટકરાવ વધ્યો છે. બ્રાઝિલ એ BRICSનું મુખ્ય સભ્ય હોવાથી ઘણા વૈશ્વિક મુદ્દાઓ પર તેનો દ્રષ્ટિકોણ અમેરિકાની નીતિઓ સાથે મેળ ખાતો નથી. બ્રાઝિલનો આક્ષેપ છે કે અમેરિકાએ આ એકતરફી નિર્ણય લીધો છે અને તેમને સત્તાવાર જાણ પણ કરી નથી.

અમેરિકન વિદેશ મંત્રીના નિવેદને બ્રાઝિલની ચિંતા વધારી
અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો (Marco Rubio)એ અગાઉ જણાવ્યું હતું કે, 'CV અને PCC બ્રાઝિલના સૌથી હિંસક ગુનાહિત સંગઠનો છે, જેમનું નેટવર્ક બ્રાઝિલની સરહદો ઓળંગીને અમારા દેશ સુધી ફેલાયેલું છે.' તેમણે વધુમાં ચીમકી આપી હતી કે, ટ્રમ્પ પ્રશાસન આ હિંસક નાર્કો-આતંકવાદીઓને રોકવા માટે 'તમામ ઉપલબ્ધ સાધનો' નો ઉપયોગ કરશે. આ જ નિવેદને બ્રાઝિલની ચિંતા વધારી દીધી છે.

વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ માદુરો જેવો જ અંજામ?
બ્રાઝિલનો આ ડર અમથો નથી, કારણ કે થોડા મહિના પહેલા જ અમેરિકી કમાન્ડોએ વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરો (Venezuela President Nicolas Maduro) અને તેમની પત્નીને તેમના જ દેશમાંથી ઉઠાવી લાવવાનું ઓપરેશન કર્યું હતું. બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લૂલા ડા સિલ્વાએ માદુરોની ધરપકડને '200 થી વધુ વર્ષોની આઝાદી પછી દક્ષિણ અમેરિકા પર પહેલો સીધો અમેરિકી સૈન્ય હુમલો' ગણાવ્યો હતો અને ચેતવણી આપી હતી કે આ જ પદ્ધતિ હવે તેમના દેશ તરફ પણ વધી રહી છે.