World

યુરોપનો તીવ્ર ગરમી અને વ્યાપક સ્થળાંતર વચ્ચે આગ સામે સતત સંઘર્ષ

By GS Team
2 Aug 20262 mins read
TukuTouch Logo
ફ્રાન્સમાં આગ કાબૂમાં આવતા 1,98,000 લોકો ઘરે પરત ફર્યા, પરંતુ ગ્રીસમાં ફરી ભડકી. ફ્રાન્સના વાર વિસ્તારમાં પણ આગ ફરી સક્રિય થતા 2,500 લોકોનું સ્થળાંતર કરાયું. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે યુરોપમાં વધતા તાપમાનને કારણે ભવિષ્યમાં વધુ વિનાશક આગનો સામનો કરવો પડશે, જેનાથી અનેક ઘરો બરબાદ થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુરોપનો તીવ્ર ગરમી અને વ્યાપક સ્થળાંતર વચ્ચે આગ સામે સતત સંઘર્ષ
  • ફ્રાન્સમાં આગ કાબૂમાં આવી જ્યારે ગ્રીસમાં ફરી ભડકી
  • વિજ્ઞાનીઓની ચેતવણી, વધતા તાપમાનને કારણે યુરોપે વધુ આગ અને વિનાશક મોસમનો સામનો કરવો પડશે

લ પોર્જ : દક્ષિણ-પશ્ચિમી ફ્રાન્સમાં અગ્નિશામકોને જંગલની ભીષણ આગને તેના હાલના વ્યાપમાં નિયંત્રિત રાખવામાં સફળતા મળી જેનાથી દેશમાં અત્યાર સુધીમાં સૌથી મોટા સ્થળાંતર અભિયાન પછી ૧,૯૮,૦૦૦ લોકોને ઘેર પાછા ફરવાની તક મળી. જો કે દક્ષિણ-પૂર્વ ફ્રાન્સ અને ગ્રીસમાં આગની નવી ઘટનાઓને કારણે લોકોને ફરીથી સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત કરવા પડયા છે, જેનાથી સખત પ્રયાસો છતાં જંગલની આગની સ્થિતિ કેટલી ઝડપથી બદલાઈ શકે તેની જાણકારી મળે છે.
બોર્ડોની પશ્ચિમે ધી ગિરોન્ડે વાઈલ્ડફાયરથી અત્યાર સુધીમાં પેરિસથી ચાર ગણા આકારના લગભગ ૪૨૦ ચોરસ કિલોમીટર ચીડના જંગલ બળીને ખાક થઈ ગયા છે. જો કે અગ્નિશામક દળે આગને ચોક્કસ દાયરામાંથી ફેલાતા અટકાવી દીધી છે, પણ અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે આગ હજી સંપૂર્ણ રીતે કાબૂમાં નથી આવી. જમીનની નીચે છુપાયેલા હોટસ્પોટ અને સક્રિય વિસ્તારો હજી પણ જોખમ હેઠળ છે જ્યારે કેપ ફેરેટ પેનિનસ્યુલા સહિત કેટલાક વિસ્તારોને આગ ફરીથી ભડકવાના જોખમને કારણે હજી સુધી ખાલી જ રાખવામાં આવ્યા છે.
ફ્રાન્સમાં વાર વિસ્તાર સહિતના અન્ય સ્થળોએ લાગેલી જંગલની આગ, જેને આ અઠવાડિયાની શરૂઆતમાં કાબૂમાં આવી હોવાનું જણાવાયું હતું, તે ફરીથી અચાનક ભડકી ઉઠી અને માત્ર થોડા કલાકોમાં ૧,૨૫૦ હેક્ટર વિસ્તારમાં ફેલાઈ ગઈ. ૧,૩૦૦થી વધુ અગ્નિશામક કર્મીઓ આગ બુઝાવવાના કાર્યમાં સામેલ થયા, જ્યારે લગભગ ૨,૫૦૦ લોકોએ પોતાનું ઘર છોડીને અન્ય સ્થળોએ આશ્રય લેવો પડયો. સમગ્ર ફ્રાન્સમાં વધુ તાપમાન, ગરમીની ચેતવણી અને જંગલની આગના વધતા જોખમ અનેક વિસ્તારો માટે પરેશાની બની ગયા છે.
ગ્રીસમાં જોરદાર ફૂંકાતા પવનને કારણે આગ વધુ ભડકી, જેનાથી પોર્ટો જર્મેનોના તટીય રિઝોર્ટને બચાવવા અનેક અગ્નિશામક કર્મીઓ, વિમાન તેમજ હેલિકોપ્ટર સંઘર્ષ કરતા રહ્યા. સમુદ્ર માર્ગે લગભગ ૩૦૦ લોકોને સુરક્ષિત કાઢવામાં આવ્યા, જ્યારે દેશભરમાં અનેક ઘર બરબાદ થઈ ગયા અને અનેક સ્થળોએ આગ લાગી. વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે વિશ્વમાં સૌથી ઝડપથી ગરમ થઈ રહેલા મહાદ્વીપ યુરોપે હજી વધુ જંગલની આગ અને વિનાશકારી મોસમનો સામનો કરવો પડી શકે છે કારણ કે વધતુ તાપમાન, દુષ્કાળ અને જોરદાર ફૂંકાતા પવનને કારણે આગને ઝડપથી ફેલાવવા માટે અનુકૂળ વાતાવરણ સર્જે છે.