World

PHOTO : રશિયાના પ્રચંડ હુમલાથી યુરોપ સ્તબ્ધ: યુક્રેનને તમામ પેટ્રિઅટ મિસાઈલો સોંપવા અપીલ!

By GS Team
28 Sep 20262 mins read
TukuTouch Logo
યુક્રેન પર રશિયાના સતત હવાઈ હુમલાઓથી EU ચિંતિત છે. EUના વિદેશ નીતિ પ્રમુખ કાજા કલ્લાસે યુક્રેનને શિયાળા પહેલા તાત્કાલિક એર ડિફેન્સ આપવા સભ્ય દેશોને અપીલ કરી છે. જે દેશો પાસે વધારાના પેટ્રિઅટ ઈન્ટરસેપ્ટર છે, તેમને યુક્રેનને મોકલવા વિનંતી કરાઈ છે. યુરોપિયન પીસ ફેસિલિટીના 6.6 અબજ યુરોના ફંડની વહેંચણી અંગે સમજૂતી થઈ છે, જેમાંથી 1 અબજ યુરો સંરક્ષણ સાધનોની ખરીદી માટે મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

PHOTO : રશિયાના પ્રચંડ હુમલાથી યુરોપ સ્તબ્ધ: યુક્રેનને તમામ પેટ્રિઅટ મિસાઈલો સોંપવા અપીલ!
All Image Source - facebook.com/UkraineUA.MFA

Russia-Ukraine Conflict : યુક્રેન પર રશિયા દ્વારા સતત થઈ રહેલા ઘાતક હવાઈ હુમલાઓને લઈને યુરોપિયન યુનિયન (EU) દ્વારા ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. EUના વિદેશ નીતિ પ્રમુખ કાજા કલ્લાસે જણાવ્યું છે કે, શિયાળો શરૂ થાય તે પહેલાં યુક્રેનને તાત્કાલિક એર ડિફેન્સની જરૂર છે. તેમણે જે સભ્ય દેશો પાસે વધારાના પેટ્રિઅટ ઈન્ટરસેપ્ટર ઉપલબ્ધ છે, તેમને વિનંતી કરી છે કે તેઓ પોતાના ભંડારમાંથી આ સિસ્ટમ શક્ય તેટલી વહેલી તકે યુક્રેન મોકલે જેથી નિર્દોષ નાગરિકોનું રક્ષણ થઈ શકે.

ડિફેન્સ ફંડની વહેંચણી પર સભ્ય દેશોની સહમતી

કાજા કલ્લાસે સોશિયલ મીડિયા પર માહિતી આપી કે, સભ્ય દેશો વચ્ચે યુરોપિયન પીસ ફેસિલિટીના 6.6 અબજ યુરોના ફંડની વહેંચણી અંગે સમજૂતી થઈ છે. આ નિર્ણયને કારણે સંરક્ષણ સાધનોની ખરીદી માટે ઓછામાં ઓછું 1 અબજ યુરોનું નવું ફંડ ઉપલબ્ધ થશે. આ આર્થિક મદદથી યુરોપિયન દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે સહયોગ મજબૂત બનશે અને યુક્રેનને મળતી સુરક્ષા સહાયમાં પણ મોટો વધારો થશે.

Ukraine War-5.jfif

રવિવારથી સોમવાર સુધી સતત હવાઈ હુમલાના એલર્ટ

યુક્રેનના વિદેશ મંત્રી એન્ડ્રી સિબિહાએ જણાવ્યું કે, રવિવારે દેશના વિવિધ વિસ્તારોમાં કલાકો સુધી એર સ્ટ્રાઈકના સાયરન વાગતા રહ્યા હતા. એક એલર્ટ તો સતત 9 કલાકથી પણ વધુ સમય સુધી ચાલ્યો હતો. રવિવારથી શરૂ થયેલો હુમલાઓનો આ સિલસિલો સોમવાર સવાર સુધી યુક્રેનના વિવિધ શહેરોમાં સતત ચાલુ રહ્યો હતો.

Ukraine War-7.jfif

રહેણાંક વિસ્તારો, શાળાઓ અને રાજદ્વારી ઈમારતોને નુકસાન

વિદેશ મંત્રી સિબિહાના જણાવ્યા અનુસાર, નાગરિકોના જીવ બચાવવા માટે યુક્રેનને તાત્કાલિક મજબૂત એર ડિફેન્સ અને રશિયા પર આંતરરાષ્ટ્રીય દબાણની જરૂર છે. રશિયાના તાજેતરના હુમલાઓમાં રાજધાની કિવમાં 2 કિન્ડરગાર્ટન, 2 શાળાઓ અને 1 રહેણાંક ઈમારત ક્ષતિગ્રસ્ત થઈ છે. આ ઉપરાંત સાઉદી અરેબિયાના રાજદૂતના નિવાસસ્થાન તરીકે વપરાતી ઈમારત, નિપ્રોમાં સ્પોર્ટ્સ સ્કૂલ અને સુમીમાં ચિલ્ડ્રન્સ હોમને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.

ઐતિહાસિક ઈમારત પર હવાઈ હુમલો

યુક્રેનની રાજધાની કિવમાં રશિયાએ નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસની ઐતિહાસિક ઈમારત પર હવાઈ હુમલો કર્યો છે, જેના પગલે સમગ્ર ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટના અંગે રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીએ માહિતી આપતાં જણાવ્યું કે ઘટનાસ્થળે બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જ્યાં ફાયર બ્રિગેડના જવાનો આગ ઓલવવાની સાથે કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધવાના પ્રયાસો કરી રહ્યા છે અને તમામ ઈમરજન્સી સેવાઓ તૈનાત કરી દેવામાં આવી છે.

ખાર્કિવ અને કિવમાં જાનહાનિ

ખાર્કિવમાં 9 માળની એક રહેણાંક ઈમારત પર થયેલા હુમલામાં 9 બાળકો સહિત ઓછામાં ઓછા 28 લોકો ઘાયલ થયા છે. બીજી તરફ, કિવમાં થયેલા ડ્રોન હુમલાને કારણે જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઘરોને નુકસાન થતાં 4 લોકો ઘાયલ થયા હતા અને કિવ વિસ્તારમાં 2 નાગરિકોના મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે.

Ukraine War-1.jfif
Ukraine War-2.jfif
Ukraine War-3.jfif
Ukraine War-4.jfif
Ukraine War-8.jfif