ઈલોન મસ્કની સ્પેસએક્સ દુનિયાની સૌથી મોટી રોકેટ લોન્ચ ફેસિલીટી બનાવશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- લુઝિઆનામાં ૧,૨૫,૦૦૦ એકર વિસ્તારમાં તૈયાર કરાશે
- સ્પેસપોર્ટ માટે ૧૦૦ બિલિયન ડોલરનો ખર્ચ ૨૦૨૯માં અહીંથી પહેલું સ્ટારશિપ રોકેટ લોન્ચ કરાશે
લુઝિઆના : ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ દુનિયાની સૌથી મોટી રોકેટ લોન્ચ ફેસિલીટી બનાવવાની તૈયારીઓ કરી રહી છે.
આ ફેસિલીટી ૧,૨૫,૦૦૦ એકર વિસ્તારમાં તૈયાર કરાશે. ફોર્બ્સના રિપોર્ટ મુજબ, સ્પેસએક્સ સ્ટારબેઝ લુઝિઆનાનું કામ ૨૦૨૭માં શરૂ થશે અને ૨૦૨૯માં પહેલું સ્ટારશિપ રોકેટ લોન્ચ કરવામાં આવશે. આ સ્ટારબેઝ પરથી દર વર્ષે હજારો મિશન ઓપરેટ કરવામાં આવશે.
સ્પેસએક્સે કહ્યું કે, નવું સ્ટારબેઝ એક આત્મનિર્ભર સ્પેસપોર્ટ હશે. જ્યાં, પ્રોપેલંટ્સ બનાવવા, વીજળી ઉત્પન્ન કરવા, પાણીમાં શિપિંગની વ્યવસ્થા, વ્હીકલ પ્રોસેસિંગ ફેસિલિટી અને એક એરપોર્ટ જેવી સુવિધાઓ હશે. આ માટે ૧૦૦ બિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવશે. સ્પેસપોર્ટને કારણે ૩,૦૦૦ નવી નોકરીઓનું સર્જન થશે.
કંપની પ્રોજેક્ટ પર કામ કરવાની સાથે વર્મિલિયોન પેરિશ સમુદ્ર તટ માટે કામ કરશે.
આ સમુદ્ર તટ દર વર્ષે ૨૩ ફીટ સુધી કપાઈ રહ્યો છે.સ્ટારબેઝ લુઝિયાના કંપનીની ચોથી અને સૌથી મોટી લોન્ચિંગ સાઈટ હશે. ઉલ્લેખનીય છે કે, સ્પેસએક્સ ફ્લોરિડાના કેપ કેનાવેરસ, કેલિફોર્નિયામાં સ્પેસફોર્સ બેઝ અને ટેક્સાસના સ્ટારબેઝથી રોકેટ લોન્ચ કરતું રહ્યું છે.




