ન્યૂયોર્ક,૨૨ એપ્રિલ,૨૦૨૬,બુધવાર
આમ તો ઇઝરાયેલે સૈન્ય કાર્યવાહી કરીને ગાજાને તહસ નહસ કરી નાખ્યું છે પરંતુ ગાજાના દેઇર બલહ શહેરમાં ૨૦ વર્ષ પછી યોજાઇ રહેલી સ્થાનિક ચૂંટણીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ શહેરના કેટલાક એવા વિસ્તારો છે જયાં ઇઝરાયેલનું સૈન્ય પહોંચ્યું ન હતું. સપ્તાહના અંતે યોજાનારી ચૂંટણીમાં હમાસ સમર્થિત ઉમેદવારો પણ મેદાનમાં છે. જો કે અધિકૃત રીતે હમાસે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે પરંતુ પરોક્ષ રીતે પોતાનું નિયંત્રણ હોય તેમ ઇચ્છે છે
આથી જ તો ઇઝરાયેલે હમાસ સંગઠનને ખતમ કરી નાખ્યું હોવા છતાં લોકપ્રિયતા ધરાવે છે કે નહી તેની પણ ચકાસણી થશે. આ ચૂંટણી પેલેસ્ટાઇની ઓથોરિટી હેઠળ થઇ રહી છે. ખાસ કરીને અમેરિકી યોજનાઓ વિરુધ જેમ કે ગાજા અને વેસ્ટ બેંક વચ્ચે અંતર વધારનારુ છે. દેઇર અલ બલહમાં ૭૦૦૦૦ મતદારો છે. શહેરમાં ઠેક ઠેકાણે ચૂંટણીના પોસ્ટર લાગ્યા છે. ખુલ્લા ટેન્ટ અને મેદાનમાં કુલ ૧૨ જેટલા મતદાન કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ચૂંટણીનું પરિણામ ગાજાની રાજનીતિ માટે મહત્વનું છે. આના થકી બોર્ડ ઓફ પીસ અને ઇઝરાયેલના સંદેશ માટે પ્રતિકાત્મક પગલું છે.


