ઈજિપ્તમાં સવારે ભૂકંપના આંચકા: રિક્ટર સ્કેલ પર 5.4ની તીવ્રતા નોંધાઈ, લોકોમાં દહેશત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Egypt Earthquack : ઈજિપ્તના (મિસ્ર) અનેક વિસ્તારોમાં સોમવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂમધ્ય સાગર વિસ્તારમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 નોંધાઈ હતી. જર્મનીના ભૂ-વિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર (GFZ) ના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર સમુદ્રની અંદર લગભગ 10 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
સુરક્ષા એજન્સીઓ અને રેડ ક્રેસન્ટ એલર્ટ
ભૂકંપ આવ્યા બાદ ઈજિપ્ત રેડ ક્રેસન્ટે (Egyptian Red Crescent) તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત પ્રાંતોમાં પોતાની ઈમરજન્સી રિસ્પોન્સ યોજના સક્રિય કરી દીધી છે. સંસ્થાના જણાવ્યા મુજબ, પ્રાથમિક અહેવાલો અનુસાર અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા પાયે આર્થિક નુકસાનના સમાચાર નથી. જોકે, પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
રેડ ક્રેસન્ટની નાગરિકોને અપીલ
રેડ ક્રેસન્ટે નાગરિકોને અપીલ કરી છે કે જે ઈમારતોમાં નુકસાન કે તિરાડોના સંકેત દેખાય તેનાથી દૂર રહેવું. આ ઉપરાંત માત્ર સરકારી એજન્સીઓ અને સત્તાવાર સ્ત્રોતો દ્વારા આપવામાં આવતી માહિતી પર જ વિશ્વાસ કરવા જણાવાયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
ભૂકંપના કેન્દ્ર અંગે નવી માહિતી
ઈજિપ્તના અધિકારીઓએ ભૂકંપના કેન્દ્ર અંગે સુધારેલી માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ ભૂકંપનું કેન્દ્ર સ્વેઝ (Suez) શહેરથી લગભગ 38 કિલોમીટર દૂર ભૂમધ્ય સાગરમાં હતું. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે હાલ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.









