World

ઇરાન યુદ્ધને લીધે બીયર, પેઇન્ટસ સહિત અનેક ચીજોના ભાવ વધતા જ જાય છે

By GS Team
1 Aug 20262 mins read
TukuTouch Logo
ઈરાને હોર્મુઝ સ્ટ્રેઈટસ બંધ કરતા વૈશ્વિક સ્તરે માલવાહક જહાજોને લાંબો દરિયાઈ માર્ગ લેવો પડ્યો છે. ન્યૂયોર્ક સહિત અમેરિકામાં આયાતી ચીજોના ભાવ વધ્યા છે. ક્રૂડ અને ડીઝલ મોંઘા થતા બોસ્કન વીયર, શેરવીન વિલિયમ્સ જેવી કંપનીઓને ઉત્પાદન ખર્ચ વધ્યો છે. પરિણામે, ખાવા-પીવાની વસ્તુઓ સહિત દરેક ચીજના ભાવ વધતા સામાન્ય નાગરિકોની ખરીદશક્તિ ઘટી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇરાન યુદ્ધને લીધે બીયર, પેઇન્ટસ સહિત અનેક ચીજોના ભાવ વધતા જ જાય છે
  • હોર્મુઝ સ્ટ્રેઇસ બંધ થવાથી માલવાહક સ્ટીમરોને બહુ મોટો માર્ગ લેવો પડતા ફ્રેઇટ વધી ગયો છે પરિણામે ભાવ વધ્યા છે

ન્યૂયૉર્ક : ઇરાને ફરી હોર્મુઝ સ્ટ્રેઇટસ બંધ કરી દીધો છે આ વખતે તો તે સજ્જડ બંધ કરાઈ છે તેથી જહાજોને ઉંચા ભાવે તેલ ખરીદવું પડે છે તેમજ હોર્મુઝ તથા બાબ-અલ-મંડબ પણ બંધ થતા સ્ટીમરોએ સુએઝમાંથી પણ જઈ શકે તેમ ન હોવાથી છેક આફ્રિકાની દક્ષિણે થઈ પાછા ઉત્તરમાં વળી પછી પશ્ચિમે વળી અમેરિકા પહોંચી શકે છે. તેથી ફ્રેઇટ વધી જતા દરેક આયાતી ચીજોના ભાવ વધી ગયા છે.
આથી ઘરઆંગણે પણ ઉત્પન્ન કરાતા બીયર, પેઇન્ટ્સ ઉપરાંત ખાવાપીવાની પણ દરેક ચીજોના ભાવ વધી ગયા છે. કારણ કે ઉદ્યોગપતિઓને ઓઇલ ડીઝલના ઉંચા ભાવ આપવા પડે છે. ડીઝલ તથા ક્રૂડ પણ તેમના કારખાનાના સંયંત્રો ચાલુ રાખવા અનિવાર્ય છે. તે મોંઘા પડતા તેમને ખર્ચ વધે જેથી તેમને તેમના માલ-સામાનના ભાવ વધારવા જ પડે તે અનિવાર્ય છે. તેનો બોજો તેઓ હોલસેલર્સ ઉપર નાખે છે. હોલસેલર્સ મોટા રીટેલર ઉપર નાખે જે નાના રીટેલર ઉપર શિફ્ટ કરે. આમ ચક્રવૃદ્ધિ રીતે ભાવ વધતા જાય છે જેનો બોજો છેવટે તો વપરાશકારો ઉપર જ પડે આમાં અમેરિકામાં તો ભાવ સતત વધતા જાય છે.
અમેરિકાના બોસ્કન વીયર કંપનીના બ્યુચર સેમ્યુઅલ આદમ્સ ઇન્ટરનેશનલ પેવરના માલિક શેરવીન વિલિયમ્સ અને યુનિલીવર જેવી મોટી કંપનીઓ પણ ખરીજાતનો વધારો થતા તંગ આવી ગઈ છે, ભાવ વધારવા જ પડયા છે.
તો બીજી તરફ સામાન્ય નાગરિકની ખરીદશક્તિ આટલા ઉંચા ભાવને લીધે ઘટી ગઈ છે તેથી વળી ઉત્પાદન ઘટાડવું પડે છે. ટૂંકમાં ઇરાન યુદ્ધને લીધે માત્ર અમેરિકામાં જ નહીં દુનિયાના દરેક દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સાથે દરેક ચીજવસ્તુ મોંઘી બનતી જ જાય છે.