Get The App

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે દુબઈ ઍરપોર્ટ પર તમામ ફ્લાઇટ સસ્પેન્ડ, મુસાફરોને સ્ટેટસ ચૅક કરીને ટ્રાવેલ કરવા સૂચના

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે દુબઈ ઍરપોર્ટ પર તમામ ફ્લાઇટ સસ્પેન્ડ, મુસાફરોને સ્ટેટસ ચૅક કરીને ટ્રાવેલ કરવા સૂચના 1 - image


Dubai Suspends All Flight: મિડલ ઈસ્ટમાં યુદ્ધનો માહોલ છે. ઈઝરાયલે ઈરાન વિરુદ્ધ ઓપરેશન રોઅરિંગ લાયન શરુ કર્યું અને અમેરિકા સાથે મળીને હુમલા કરી રહ્યું છે. ત્યારે ઈરાન પણ જવાબી હુમલા કરી રહ્યું છે. ઈરાને સાઉદી અરેબિયા, UAE, કતાર, જોર્ડન, બહેરીન સહિતના દેશોમાં આવેલા US મિલિટરી બેઝને નિશાન બનાવ્યા છે. આ બધા વચ્ચે અનેક દેશોએ પોતાના એરસ્પેસ બંધ કરી દીધા છે અને ફ્લાઇટ્સ રદ કરી છે. મળતી માહિતી અનુસાર, ઈરાન-ઈઝરાયેલ તણાવની વચ્ચે દુબઈ ઍરપોર્ટ પર તમામ ફ્લાઇટની અવર-જવર બંધ કરાઈ છે. મધ્ય-પૂર્વના ઘણાં દેશોમાં વિમાનસેવા પ્રભાવિત, મુસાફરોને સ્ટેટસ ચૅક કરીને ટ્રાવેલ કરવા સૂચના અપાઈ છે.

તમામ ફ્લાઇટની અવર જવર સ્થગિત

દુબઈ મીડિયા ઑફિસ દ્વારા પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, દુબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ(DXB) અને દુબઈ વર્લ્ડ સેન્ટ્રલ, અલ મક્તૂમ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ(DWC) પરની તમામ ફ્લાઇટની અવર જવર આગામી સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે.

એરલાઇન્સનો સંપર્ક કરવાની સલાહ

દુબઈ ઍરપોર્ટ્સે તેની સલાહમાં આગમન અને પ્રસ્થાન બંને સ્થગિત કરવાની પુષ્ટિ કરી છે. મુસાફરોને હાલમાં ઍરપોર્ટ પર મુસાફરી ન કરવાની અને તેમની ફ્લાઇટ્સ સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે સીધા જ તેમની સંબંધિત એરલાઇન્સનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો: ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ જાહેર કરી ટ્રાવેલ એડવાઇઝરી, પશ્ચિમ એશિયાની મુસાફરી કરતા પહેલા ખાસ વાંચો

નિવેદનમાં ઉમેર્યું હતું કે, 'અમે અમારા મહેમાનોના સહકારની પ્રશંસા કરીએ છીએ. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હોવાથી વધુ અપડેટ્સ પ્રદાન કરવામાં આવશે.'