World

ઇરાન યુદ્ધ વચ્ચે દુબઈ હલબલી ગયું : 20 મિનીટમાં એક પછી એક 7 ધડાકા : આકાશ ધૂમાડાથી ઘેરાઈ ગયું

By GS Team
5 Aug 20262 mins read
TukuTouch Logo
અમેરિકા-ઈરાન યુદ્ધમાં યમન તરફથી UAEના દુબઈમાં મિસાઈલ હુમલો થયો છે. મોડી રાત્રે જેબ-અલ-અલી ઇન્ડસ્ટ્રી એસ્ટેટ વિસ્તારમાં 7 ધડાકા થયા હતા, જેનાથી આકાશ ધુમાડાથી ભરાઈ ગયું હતું. નાસાની થર્મલ ઈમેજ અનુસાર, ફ્યુઅલ સ્ટોર કરતા વેરહાઉસમાં આગ લાગી હતી. જોકે, કોઈ જાનહાનિના સમાચાર નથી. યમન ઈરાન તરફી હોવાથી આ હુમલો થયો હોવાની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇરાન યુદ્ધ વચ્ચે દુબઈ હલબલી ગયું : 20 મિનીટમાં એક પછી એક 7 ધડાકા : આકાશ ધૂમાડાથી ઘેરાઈ ગયું
  • અમેરિકા-ઇરાન યુદ્ધમાં યમન તરફથી યુ.એ.ઈ. ઉપર મિસાઈલ્સ હુમલો : જાન-માલની હાનીના હજી સુધી કોઈ સમાચાર મળ્યા નથી

દુબઈ : અમેરિકા-ઇરાન યુદ્ધમાં સંયુક્ત આરબ અમીરાતના દુબઈમાં જેબ-અલ-અલી ઇન્ડસ્ટ્રી દ્વારા એસ્ટેટ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક પછી એક ૭ ધડાકા થયા હતા. અમીરાતના અધિકારીઓએ કહ્યું હતું કે, આ ધડાકાથી આકાશ ધૂમાડા ભર્યું બની ગયું હતું. પરંતુ તે ધડાકાના કારણની તેમણે કોઈ સત્તાવાર માહિતી આપી ન હતી. જોકે આ ઘટનાનો વિડીયો બનાવનાર બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
સોશ્યલ મીડીયા પર પોસ્ટ કરવામાં આવેલ વીડીયોમાં આકાશ ધુમાડાભર્યું દેખાતું હતું. ઇરાનની મેટર ન્યૂઝ એજન્સીએ અમીરાતના અધિકારીઓનો હવાલો આપતાં જણાવ્યું હતું કે માત્ર ૨૦ મીનીટમાં જ ઓછામાં ઓછા ૭ ધડાકા થયા હતા. જ્યારે ઇરાકી ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે ઇરાન અમેરિકા યુદ્ધને લીધે આ સમગ્ર વિસ્તારમાં વ્યાપેલી તંગદિલી વચ્ચે યમન તરફથી આ મિસાઈલ્સ છોડવામાં આવ્યાં હતાં.
નાસાની થર્મલ ઇમેજથી જાણવા મળ્યું છે કે દુબઈનાં પોર્ટ પાસે આવેલાં એક વેર હાઉસમાં આગ લાગી હતી. આ વેર હાઉસમાં ફ્યુએલ સ્ટોર કરવામાં આવે છે. ત્યાંથી તે અન્ય સ્થળોએ મોકલાય છે. ફ્યએલ સ્ટોર કરનારાં વેર હાઉસ ઉપર જ મીસાઈલ પડતાં આગ ભભકી ઊઠી હતી. પરંતુ તે ઘટના રાત્રીના બની હોવાથી ત્યાં કોઈ માણસ હાજર ન હતા.
હજી સુધી તો વધુ કોઈ માહિતી સત્તાવાર રીતે આપવામાં આવી નથી. તેમજ કોઈ જાનહાની થઈ હોવાની પણ માહિતી હજી સુધી મળી શકી નથી.
ખરી વાત એ છે કે યમન ઇરાન તરફી છે જ્યારે યુએઈ, બહેરિન અને કુવૈત તથા સાઉદી અરેબિયા અમેરિકા તરફી છે. તેથી પૂરી સંભાવના તે છે કે યમન દ્વારા યુએઈ ઉપર મિસાઈલ એટેક કરવામાં આવ્યો હશે.