World

VIDEO: 20 મિનિટમાં 7 વિસ્ફોટ, દુબઈમાં હુથીઓનો હુમલો, આખું આકાશ ધુમાડાથી ઊભરાયું

By GS Team
5 Aug 20262 mins read
TukuTouch Logo
દુબઈના જેબેલ અલી ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં 20 મિનિટમાં 7 વિસ્ફોટ થતાં આકાશ ધુમાડાથી ઘેરાઈ ગયું હતું. આ ઘટના વેરહાઉસમાં આગ લાગવાથી થઈ હોવાનું મનાય છે, જે ફ્યુઅલ સ્ટોરેજ માટે વપરાતું હતું. યમન તરફથી મિસાઈલ હુમલાનો દાવો પણ થયો છે, જોકે યુએઈ મીડિયાએ પુષ્ટિ કરી નથી. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: 20 મિનિટમાં 7 વિસ્ફોટ, દુબઈમાં હુથીઓનો હુમલો, આખું આકાશ ધુમાડાથી ઊભરાયું
Image: @limondar0

Dubai Jebel Ali Industrial Area Explosions: ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની અસર ખાડી દેશો પર પણ પડી છે. સૌથી સુરક્ષિત ગણાતા યુએઈ અને સાઉદી અરેબિયા પણ તેનાથી પ્રભાવિત થયા છે. આ દરમિયાન દુબઈના જેબેલ અલી ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં અનેક વિસ્ફોટ સંભળાયા છે. 20 મિનિટમાં 7 વિસ્ફોટ થતાં આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

દુબઈમાં અનેક વિસ્ફોટથી આકાશ ધુમાડાથી ઉભરાયું

દુબઈમાં ભયંકર વિસ્ફોદ બાદ આકાશ ધુમાડાથી ઉભરાયું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. નોંધનીય વાત એ છે કે, આ ઘટનાનો વીડિયો બનાવવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

20 મિનિટમાં 7 વિસ્ફોટ

ઈરાનની સમાચાર એજન્સી મેહરે જણાવ્યું હતું કે, 20 મિનિટના ઓછા સમયમાં 7 વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. જો કે, હજુ સ્પષ્ટ થયું નથી કે વિસ્ફોટ કોઈ હુમલાના લીધે થયો છે કે પછી ઈન્ડસ્ટ્રિયલ એક્સિડેન્ટ હતો.

યુએઈની મીડિયાએ આ વિસ્ફોટના કારણની પુષ્ટિ કરી નથી. પરંતુ ઈરાનના સમાચાર આઉટલેટમાં દાવો કરવામાં આવ્યો છે કે, યમન તરફથી યુએઈ પર મિસાઈલથી હુમલો કર્યો હતો.

વેરહાઉસમાં આગ

નાસા થર્મલ ઈમેજરી દ્વારા બંદર નજીકના એક વેરહાઉસમાં આગ લાગી હોવાનું બહાર આવ્યું છે. આ જગ્યા ફ્યૂલ સ્ટોરેજ અને ટ્રાન્સફર માટે ઉપયોગમાં લેવાતી હતી. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી.

જેબેલ અલીએ યુએઈના મુખ્ય શોપિંગ હબમાંનું એક છે, જે દુબઈ શહેરથી લગભગ 25 માઈલ દક્ષિણપશ્ચિમમાં સ્થિત છે. પામ જેબેલ અલી એક કૃત્રિમ દ્વીપસમૂહ અને એક મુક્ત વેપાર ક્ષેત્ર છે જે આંતરરાષ્ટ્રીય શિપિંગને સુવિધા આપે છે.