દ. આફ્રિકાના 'ડીફેન્સ એક્સપો'માં (DRDO)એ ભારતમાં નિર્મિત ડીફેન્સ ટેક્નોલોજી પ્રદર્શિત કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સપ્ટે. ૧૬થી ૨૦ સુધી યોજાઈ રહેલા 'આફ્રિકા એરોસ્પેસ ડીફેન્સ' એક્ઝિબિશન- ૨૦૨૬ દરમિયાન ભારતે તેની હવાઈ તાકાત પ્રદર્શિત કરી
ત્સ્વાને, (દ. આફ્રિકા) : ભારતમાં 'ધી ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડી.આર.ડી.ઓ.)એ, અહીં યોજાઈ રહેલા'ધી આફ્રિકા એરોસ્પેસ એન્ડ ડીફેન્સ એક્ઝીબીશન ૨૦૨૬માં ભારતની હવાઈ તાકાત પ્રદર્શિત કરી હતી. આ અંગે ડી.આર.ડી.ઓએ બુધવારે 'એક્સ' ઉપર કરેલ પોસ્ટમાં જણાવ્યું હતું કે, તે સપ્ટે. ૧૬થી ૨૦ દરમિયાન યોજાઈ રહેલા એ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યું છે અને તેમાં ભારતની સ્વનિર્મિત હવાઈ તાકાત દર્શાવી રહ્યું છે સાથે અંતર-રાષ્ટ્રીય સંરક્ષણસહકાર પણ સબળ બનાવી રહ્યું છે.
ડી.આર.ડી.ઓએ આ સાથે વધુમાં જણાવ્યું હતું કે, 'ભારતે તે પ્રદર્શન દરમિયાન તેની 'મીડીયમ રેન્જ મેરીટાઇમ રીકોનેસા એરબોર્ઝ અર્લીવોર્નિંગ એન્ડ કન્ટ્રોલ સીસ્ટીમ (એઇડબલ્યુએન્ડસી), વ્હીલડ સીબીઆરએન રીકોનેસા વ્હીકલ એન્ડ પીડીડીએસ એક્સ (પોર્ટેબલ ડ્રાઇવર ડીટેક્શન સોનાર) પ્રદર્શિત કર્યા હતા ઉપરાંત 'અસ્ત્ર' એમ.કે.-૧ 'બીયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર-ટુ-એર મિસાઇલ' આકાશ એનજી સર્ફેસ-૩ એર-મિસાઇલ લૉ ફ્રીકવન્સી વેરીયેબલ ડેપ્થ સોનાર (એલ.એફ.વી.ડી.એસ.) તેમજ એક્ટિવ પ્રોટેક્શન સીસ્ટીમ ટેક્નોલોજી પણ દર્શાવી હતી.
આફ્રિકા એરોસ્પેસ એન્ડ ડીફેન્સ એક્સ્પો (એ.એ.ડી.ઇ.)ની સત્તાવાર વેબસાઇટ જણાવે છે કે, આ શસ્ત્ર પ્રદર્શનની સાથે વ્યાપારી પ્રદર્શન પણ યોજવામાં આવી રહ્યું છે, તે દક્ષિણ આફ્રિકાના વહીવટી પાટનગર તશ્વાનેમાં દર બે વર્ષે યોજવામાં આવે છે. તેમાં હવાઈ, ભૂમિ અને સમુદ્રીય ટેક્નોલોજી પ્રદર્શિત કરાશે ડી.આર.ડી.ઓ.ને ખાતરી છે કે આ પ્રદર્શન દરમિયાન કે તે પછી ભારતને ડીફેન્સ ઓર્ડર્સ મળશે જ. તેમાં ભારતનું 'તેજ્સ' વિમાન પણ દર્શાવાયું હતું.




