World

'કાં તો સમજૂતી કરો, નહીં તો બોમ્બમારો કરી હંમેશા માટે ખતમ કરીશ..', ટ્રમ્પની ઈરાનને ચેતવણી

By GS Team
2 May 20262 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા સંઘર્ષને રોકવાના પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકન પ્રમુખડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ઈરાન દ્વારા મોકલવામાં આવેલા શાંતિ પ્રસ્તાવને ફગાવી દીધો છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે, જ્યાં સુધી ઈરાન યોગ્ય શરતો સાથે આગળ નહીં આવે ત્યાં સુધી અમેરિકા કોઈ સમજૂતી પર હસ્તાક્ષર કરશે નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

'કાં તો સમજૂતી કરો, નહીં તો બોમ્બમારો કરી હંમેશા માટે ખતમ કરીશ..', ટ્રમ્પની ઈરાનને ચેતવણી

Donald trump And Iran : અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા સંઘર્ષને રોકવાના પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકન પ્રમુખડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ઈરાન દ્વારા મોકલવામાં આવેલા શાંતિ પ્રસ્તાવને ફગાવી દીધો છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે, જ્યાં સુધી ઈરાન યોગ્ય શરતો સાથે આગળ નહીં આવે ત્યાં સુધી અમેરિકા કોઈ સમજૂતી પર હસ્તાક્ષર કરશે નહીં.

ટ્રમ્પ પાસે બે જ વિકલ્પો: બોમ્બમારો કે સમજૂતી?

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન સામે આકરો વલણ અપનાવતા બે વિકલ્પો રજૂ કર્યા છે:

1. ભીષણ બોમ્બમારો: ઈરાન પર હુમલો કરી તેને હંમેશા માટે ખતમ કરી દેવું.

2. સમજૂતી: યોગ્ય શરતો સાથે શાંતિ કરાર કરવો.

ટ્રમ્પે ઉમેર્યું કે, "માનવીય ધોરણે હું સમજૂતીને પ્રાથમિકતા આપું છું, પરંતુ ઈરાન સમજૂતી માટે બેતાબ છે કારણ કે તેની હાલત અત્યંત ખરાબ છે." તેમણે એવી પણ આગાહી કરી છે કે યુદ્ધ સમાપ્ત થતાની સાથે જ તેલ અને ગેસના ભાવમાં ભારે ઘટાડો થશે.

શું હતો ઈરાનનો પ્રસ્તાવ અને વિવાદનું મુખ્ય કારણ?

ઈરાની સમાચાર એજન્સી IRNA અનુસાર, તેહરાને યુદ્ધ રોકવા અને 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) ખોલવા માટે નવો પ્રસ્તાવ મોકલ્યો હતો. જોકે, મુખ્ય વિવાદ પરમાણુ કાર્યક્રમ પર છે: ઈરાન ઈચ્છે છે કે યુદ્ધ અત્યારે જ સમાપ્ત થાય, પરંતુ પરમાણુ કાર્યક્રમ પર ચર્ચા પછીથી કરવામાં આવે. જ્યારે ટ્રમ્પ ઈચ્છે છે કે પરમાણુ મુદ્દાનો સમાવેશ અત્યારે જ સમજૂતીના મુસદ્દામાં કરવામાં આવે. ઈરાને ગેરંટી આપવી પડશે કે તે પોતાની પરમાણુ સાઇટ્સ પર કોઈ ગતિવિધિ કરશે નહીં. વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ પુનરોચ્ચાર કર્યો કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર મેળવી શકશે નહીં.

યુદ્ધની પૃષ્ઠભૂમિ

અમેરિકા-ઈઝરાયલ ગઠબંધન અને ઈરાન વચ્ચે આ યુદ્ધ 28 ફેબ્રુઆરી, 2026 ના રોજ શરૂ થયું હતું. 8 એપ્રિલના રોજ યુદ્ધવિરામની જાહેરાત છતાં તણાવ યથાવત છે. અમેરિકાએ તેની 'ઈકોનોમિક ફ્યુરી' નીતિ હેઠળ ઈરાન પર કડક પ્રતિબંધો લાદીને તેની અર્થવ્યવસ્થાને નબળી પાડી દીધી છે.