ટ્રમ્પે દુનિયા પર 10ના 15% ટેરિફ કરતાં જ નીલ કાત્યાલે કહ્યું - ઈરાદા સારા જ હોય તો કોંગ્રેસ પાસે જાઓ ને...'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં મળેલી હાર બાદ ફરી એકવાર ટેરિફ બોમ્બ ફોડવાનું શરૂ કરી દીધું છે. યુએસ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ દ્વારા વિશ્વના દેશો પર લાદવામાં આવેલા 'રેસીપ્રોકલ ટેરિફ' (પરસ્પર ટેરિફ) ને ગેરબંધારણીય ઠેરવી રદ કરવાનો ચુકાદો આપ્યો, જેના તરત જ બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે તમામ દેશો પર 10% ગ્લોબલ ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના માત્ર 24 કલાકમાં જ તેમણે ટેરિફ વધારીને 15% કરી દીધો છે. ટ્રમ્પના આ પગલા સામે સુપ્રીમ કોર્ટમાં તેમને પડકારનાર ભારતીય-અમેરિકન વકીલ નીલ કત્યાલે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
10 નહીં, હવે 15% ગ્લોબલ ટેરિફ
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્લોબલ ટેરિફમાં મોટો વધારો કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક પોસ્ટ દ્વારા જાહેરાત કરી કે, અમેરિકા તાત્કાલિક અસરથી વિશ્વભરના દેશો પર લાગુ 10% ટેરિફને વધારીને 15% કરવા જઈ રહ્યું છે. આ વધારા સાથે તેમણે ફરી જૂનો દાવો દોહરાવ્યો કે વિશ્વના દેશો દાયકાઓથી અમેરિકાનો ફાયદો ઉઠાવતા આવ્યા છે અને ટેરિફનો આ નિર્ણય તેનો જવાબ છે. તેમણે એમ પણ કહ્યું કે આ વધારો સંપૂર્ણપણે કાયદાના દાયરામાં છે.
વકીલ નીલ કત્યાલે ઉઠાવ્યા સવાલ
ટ્રમ્પે શુક્રવારે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ 10% ટેરિફ લગાવ્યો હતો, અને બીજા જ દિવસે શનિવારે અલગ કાયદાકીય માર્ગ અપનાવીને તેને 15% કરી દીધો. આ અંગે નીલ કત્યાલે પ્રહારો કર્યા છે. કત્યાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે 'સેક્શન 122' નો સહારો લેવો મુશ્કેલ જણાય છે, કારણ કે આ મામલે અમેરિકી ન્યાય વિભાગે (DOJ) સુપ્રીમ કોર્ટને વિપરીત જાણકારી આપી હતી.
આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પર પેટમાં સોનાની કેપ્સ્યૂલ છુપાવીને લાવનાર યુવક ઝડપાયો, અધિકારીઓ ચોંક્યા
નીલ કત્યાલના જણાવ્યા અનુસાર, સેક્શન 122 અહીં લાગુ પડતું નથી કારણ કે ટ્રમ્પે જે કટોકટીનો હવાલો આપ્યો છે તે 'વેપાર ખાધ' (Trade Deficit) સાથે સંબંધિત છે, જ્યારે સેક્શન 122 'ચુકવણી સંતુલન ખાધ' (Balance-of-Payments Deficit) જેવી અલગ પરિસ્થિતિ માટે હોય છે.
'ટેરિફ લગાવવો હોય તો કોંગ્રેસ પાસે જાઓ'
નીલ કત્યાલે વધુમાં ઉમેર્યું કે, જો રાષ્ટ્રપતિ ટ્રમ્પ મોટા પાયે વિશ્વના દેશો પર ટેરિફ લાદવા માંગતા હોય, તો તેમણે અમેરિકન પદ્ધતિ અપનાવીને 'યુએસ કોંગ્રેસ' (અમેરિકી સંસદ) પાસે જવું જોઈએ. આપણું બંધારણ કહે છે કે જો ટેરિફ અંગેના ટ્રમ્પના વિચારો એટલા જ સારા હોય, તો કોંગ્રેસને તેને મંજૂર કરવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ.
કોણ છે નીલ કત્યાલ?
નીલ કત્યાલ એ ભારતીય-અમેરિકન વકીલ છે જેમની દલીલોએ સુપ્રીમ કોર્ટમાં ટ્રમ્પના ટેરિફને પરાસ્ત કર્યો હતો. તેમણે કોર્ટમાં કહ્યું હતું કે વેપારને નિયંત્રિત કરવાની શક્તિ અમેરિકી સંસદ પાસે છે અને રાષ્ટ્રપતિ આ શક્તિનો મનસ્વી રીતે ઉપયોગ ન કરી શકે. શિકાગોમાં જન્મેલા નીલ કત્યાલ ભારતીય પ્રવાસી માતા-પિતાના પુત્ર છે. તેઓ ડાર્ટમાઉથ કોલેજ અને યેલ લો સ્કૂલના સ્નાતક છે.








