World

ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો: ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર નહીં બનાવે, 300 મિલિયન ડોલર આપવાની વાત અફવા!

By GS Team
16 Jun 20262 mins read
TukuTouch Logo
US Iran Deal: મહિનાઓ સુધી ચાલેલા સૈન્ય સંઘર્ષ બાદ આખરે અમેરિકા અને ઈરાન શાંતિ કરાર માટે રાજી થયા છે. એવામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવો દાવો કર્યો છે કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર ન વિકસાવવા માટે સંમત થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો: ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર નહીં બનાવે, 300 મિલિયન ડોલર આપવાની વાત અફવા!

US Iran Deal: મહિનાઓ સુધી ચાલેલા સૈન્ય સંઘર્ષ બાદ આખરે અમેરિકા અને ઈરાન શાંતિ કરાર માટે રાજી થયા છે. એવામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવો દાવો કર્યો છે કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર ન વિકસાવવા માટે સંમત થયું છે. 

કાયમી યુદ્ધવિરામ માટે કઈ શરતો મૂકાઈ તે સ્પષ્ટ નથી

અમેરિકા અને ઈરાન વચ્ચે ખાડી દેશોમાં ચાલી રહેલા તાજેતરના સંઘર્ષને સમાપ્ત કરવા માટે એક પ્રારંભિક મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હોવાના અહેવાલો વચ્ચે ટ્રમ્પનું આ નિવેદન આવ્યું છે. જોકે, આ કરારની વિગતો હજી સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ નથી અને કાયમી યુદ્ધવિરામ માટેની વાટાઘાટો હજી પણ ચાલી રહી છે. 

ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ શેર કરીને આ ડીલ અંગે સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે વિપક્ષી પાર્ટી પર પ્રહાર કરતા સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર ન રાખવા માટે સંમત થયું છે! આ સાથે જ, અમેરિકા ઈરાનને 300 મિલિયન ડૉલર ચૂકવી રહ્યું હોવાની વાર્તા સંપૂર્ણપણે ફેક ન્યૂઝ છે, જેને Dumocratsએ ફેલાવી છે! 


જિનીવામાં શુક્રવારે થશે સત્તાવાર હસ્તાક્ષર

આ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે વોશિંગ્ટન અને તેહરાન દ્વારા યુદ્ધનો અંત લાવવા માટે એક પ્રારંભિક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. G7 સમિટ માટે ફ્રાન્સ પહોંચ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ ડીલ પર શુક્રવારે જિનીવામાં ઔપચારિક રીતે હસ્તાક્ષર કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણે અમેરિકાનું પ્રતિનિધિત્વ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ કરશે.

બીજી તરફ, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પણ આ સમજૂતી પર મહોર મારી છે. તેમણે આ કરારને લડાઈનો અંત લાવવા તરફનું એક "મહત્ત્વપૂર્ણ પગલું" ગણાવ્યું હતું, પરંતુ સાથે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે કાયમી યુદ્ધવિરામ સમજૂતીને આખરી ઓપ આપવાનો હજી બાકી છે.

માત્ર દોઢ પાનાનો કરાર: જેડી વેન્સ

અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે આ કરાર અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ હસ્તાક્ષર કરાયેલો દસ્તાવેજ માત્ર 1.5 પાના જેટલો જ લાંબો છે. તે કોઈ વિગતવાર કરાર નથી પરંતુ એક વ્યાપક ફ્રેમવર્ક છે.

વેન્સના જણાવ્યા અનુસાર, આ કરારમાં ઈરાન માટે એક મોટું પ્રતિબંધોમાંથી મુક્તિ સામેલ છે.