Donald Trump Assassination Plot: ઈરાન સાથે મળીને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્લાન ઘડનારા પાકિસ્તાનના શખસ સામે ટ્રાયલ શરૂ છે. આરોપીનું નામ આસિફ મર્ચન્ટ છે. બ્રુકલિનની ફેડરલ કોર્ટમાં કેસની ટ્રાયલ ચાલી રહી છે. જો આરોપી દોષિત જાહેર થશે તો તેને ઉંમર કેદની સજા થઈ શકે છે. એવો દાવો છે કે, આસિફના સંબંધી ઈરાન સરકારમાંથી હતા અને વર્ષ 2024માં તેઓ ન્યૂયોર્ક પહોંચીને એવા લોકો સાથે મળ્યા હતા કે, તેને તેઓ અમેરિકામાં હત્યા કરવા માટે ભરતી કરવા ઈચ્છતા હતા. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ એમના ટાર્ગેટમાં હતા.
FBI હજુ પણ આસિફ મર્ચન્ટ વિશે ઘણી વિગતો ગુપ્ત રાખી રહ્યું છે. આસિફે બે માણસોને કોન્ટ્રાક્ટ કિલર માનીને 5,000 ડોલર અગાઉથી ચૂકવ્યા હતા. બંને FBIના અંડરકવર ઓફિસર હતા. કોર્ટમાં વકીલોએ જણાવ્યું હતું કે, આસિફે રાજકારણીઓની હત્યા કરવાની યોજના બનાવી હતી. પરંતુ તે તેને અમલમાં મૂકી શક્યો નહીં અને તે આવું કરે એની પહેલાં જ તેને પકડી લેવામાં આવ્યો છે.
અધિકારીઓએ શું કહ્યું?
અધિકારીઓનું કહેવું છે કે, આરોપીના ટાર્ગેટમાં ટ્રમ્પનું નામ પણ સામેલ હતું. કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, આરોપી આસિફ હોટલોમાં બેઠક કરતો હતો અને લોકોને ટાર્ગેટ વિશે સમજાવતો હતો. કોર્ટમાં વીડિયોના માધ્યમથી જણાવ્યું કે, આરોપી કોઈ ખતરનાક પ્લાન તૈયાર કરી રહ્યો હતો. આસિફ ઈચ્છતો હતો કે, અમેરિકામાં ચૂંટણી પહેલા નેતાઓની હત્યા કરાવીને માહોલ ખરાબ કરવામાં આવે.
ઈરાને કર્યો ઈનકાર
વર્ષ 2000માં જ્યારથી અમેરિકાના ડ્રોન એટેકમાં ઈરાનના રિવોલૂશનરી ગાર્ડ કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યા થઈ હતી, ત્યારથી ઈરાન અમેરિકામાં હત્યાઓ કરાવવાની ફિરાકમાં હતું. રિપોર્ટ મુજબ, અમેરિકા આવવાની પહેલા આરોપી ઈરાનમાં રહેતો હતો. જો કે, ઈરાન કોઈ ષડયંત્ર ઈનકાર કર્યો છે.
આ પણ વાંચો: શરતો માનો, નહીં તો હુમલા માટે તૈયાર રહો... જિનીવા બેઠકમાં અમેરિકાની ઈરાન સામે 5 શરત
તાજેતરમાં, ફ્લોરિડાની ફોર્ટ પિયર્સ કોર્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર કરનાર વ્યક્તિને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આરોપી પોતાને નિર્દોષ સાબિત કરવા માંગતો હતો. ફરિયાદી પક્ષે કહ્યું કે, તે ઘણા અઠવાડિયાથી ટ્રમ્પની હત્યા કરવાની યોજના બનાવી રહ્યો હતો. રાયન રૂથ નામના આ વ્યક્તિ પર ટ્રમ્પના ગોલ્ફ કોર્સની આસપાસ ઝાડીઓમાં છુપાયેલો હોવાનો આરોપ હતો અને તેની પાસે રાઇફલ પણ હતી. ગુપ્ત સેવાના એજન્ટોએ તેને તે પ્રયાસ કરે તે પહેલાં જ તેને શોધી કાઢ્યો હતો. જ્યારે તેને પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તે હથિયાર છોડીને ભાગી ગયો. બચાવ પક્ષના વકીલે કહ્યું કે, રૂથની ઉંમર લગભગ 60 વર્ષની છે અને તેથી તેને એવી સજા મળવી જોઈએ જે તેની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને અસર ન કરે.


