Baroda

કોર્પોરેશનમાં સમાવાયેલા ગામોની દુર્દશા,ઉંડેરા બાદ ભાયલીનું તળાવ ઓવરફ્લો થતાં પાણી ઘૂસ્યા

By GS Team
24 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરામાં 5 ઇંચ વરસાદથી હાહાકાર મચ્યો છે. કોર્પોરેશનમાં ભળેલા ઉંડેરા ગામનું તળાવ છલકાતા મહાકાળી માતા મંદિર અને આવાસમાં પાણી ઘુસ્યા. ભાયલી ગામનું તળાવ ઓવરફ્લો થતા ભાથુજી મહારાજ મંદિર પાસે 2-3 ફૂટ પાણી ભરાયા. ભાયલીથી ગોકુળપુરા-રાયપુરાનો સંપર્ક તૂટ્યો, જેનાથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોર્પોરેશનમાં સમાવાયેલા ગામોની દુર્દશા,ઉંડેરા બાદ ભાયલીનું તળાવ ઓવરફ્લો થતાં પાણી ઘૂસ્યા

વડોદરા કોર્પોરેશનમાં સમાવેશ કરાયેલા ગ્રામ્ય વિસ્તારોમાં પહેલા જ વરસાદમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે.
વડોદરામાં ગઇ કાલે પાંચેક ઇંચ વરસાદ પડતાં ઉંડેરા ગામનું તળાવ ઓવરફ્લો થઇ ગયું છે,જેને કારણે મહાકાળી માતાના મંદિર,નજીકનો મુખ્ય માર્ગ અને આવાસોમાં પાણી ભરાઇ ગયા છે.વરસાદ ઓછો થતાં પંપ મૂકીને પાણી કાઢવાની કામગીરી કરાઇ હતી.પરંતુ હજી પણ પાણી ભરાયેલાં છે.
આવી જ રીતે ભાયલી ગામનું તળાવ પણ ઓવરફ્લો થતાં ભાથુજી મહારાજના મંદિર અને ખરી વિસ્તારમાં બે થી ત્રણ ફૂટ પાણી ભરાઇ ગયા હતા.જ્યારે,ભાયલીથી ગોકુળ પુરા અને રાયપુરા જેવા ગામોની અવરજવર પર પણ અસર થઇ હતી.