World

BREAKING: 'કાયરો અમે તમને યાદ રાખીશુ...', ઓઇલના વધતા ભાવોને લઈને NATO દેશો પર ભડક્યા ટ્રમ્પ

By GS TEAM
20 Mar 20262 mins read
TukuTouch Logo
ઈરાન યુદ્ધમાં સ્ટ્રેટ ઑફ હોર્મુઝ મામલે ઘેરાયેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ NATO દેશ પર ફરી ભડક્યાં છે. દુનિયાભરમાં વધતાં ડીઝલ-પેટ્રોલના ભાવોને લઈને નાટો દેશો પર ઠીકરું ફોડ્યું છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર એક પોસ્ટ કરી છે અને નાટોના સાથીઓને ફટકાર લગાવી છે. ટ્રમ્પે કહ્યું કે, નાટોના દેશ પરમાણુ શક્તિવાળા ઈરાનને રોકવાની લડાઈમાં સામેલ નહોતા થવા ઈચ્છતા.

Summarized by AI; it may make mistakes. Check important info

BREAKING: 'કાયરો અમે તમને યાદ રાખીશુ...', ઓઇલના વધતા ભાવોને લઈને NATO દેશો પર ભડક્યા ટ્રમ્પ

Donald Trump Statement on NATO: ઈરાન યુદ્ધમાં સ્ટ્રેટ ઑફ હોર્મુઝ મામલે ઘેરાયેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ NATO દેશ પર ફરી ભડક્યાં છે. દુનિયાભરમાં વધતાં ડીઝલ-પેટ્રોલના ભાવોને લઈને નાટો દેશો પર ઠીકરું ફોડ્યું છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર એક પોસ્ટ કરી છે અને નાટોના સાથીઓને ફટકાર લગાવી છે. ટ્રમ્પે કહ્યું કે, નાટોના દેશ પરમાણુ શક્તિવાળા ઈરાનને રોકવાની લડાઈમાં સામેલ નહોતા થવા ઈચ્છતા.


ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર પોસ્ટ કરીને કહ્યું કે, 'અમેરિકા વિના નાટો (NATO) માત્ર એક કાગળનો વાઘ છે! તેઓ પરમાણુ શક્તિ ધરાવતા ઈરાનને રોકવા માટેની લડાઈમાં જોડાવા માંગતા ન હતા. હવે જ્યારે એ લડાઈ સૈન્ય રીતે જીતી લેવામાં આવી છે, અને તેમના માટે જોખમ બહુ ઓછું છે, ત્યારે તેઓએ ચૂકવવી પડતી ઓઇલની ઊંચી કિંમતો વિશે ફરિયાદ કરે છે, પરંતુ 'સ્ટ્રેટ ઑફ હોર્મુઝ' ખોલવામાં મદદ કરવા માંગતા નથી. આ એક સરળ સૈન્ય દાવપેચ છે જે ઓઇલની ઊંચી કિંમતોનું એકમાત્ર કારણ છે. તેમના માટે આ કરવું ખૂબ જ સરળ છે અને તેમાં જોખમ પણ બહુ ઓછું છે. આ લોકો ડરપોક છે અને અમે આ યાદ રાખીશું! - અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ જે. ટ્રમ્પ'

આ પણ વાંચો: Explainer: અમેરિકાના ખજાનાની ચાવી કોની પાસે છે? જાણો ટ્રમ્પ પ્રમુખ હોવા છતાં યુદ્ધ માટે પૈસા કેમ માંગવા પડે છે!

નાટો 1949માં બનેલું એક સૈન્ય ગઠબંધન છે. જેમાં અમેરિકા, કેનેડા અને અનેક યૂરોપિયન દેશ સામેલ છે. તેનો ઉદ્દેશ્ય સામૂહિક રક્ષા છે. જો નાટોના કોઈ એક સભ્ય પર હુમલો થાય છે તો તેને તમામ પર હુમલો માનવામાં આવે છે. હાલમાં 30+ દેશ છે, જે સુરક્ષા અને સહયોગ માટે સાથે કામ કરે છે.