World

વિશ્વના પ્રથમ ટ્રિલિયોનર મસ્કની સંપત્તિમાંથી 600 અબજ ડોલર સાફ

By GS Team
2 Aug 20262 mins read
TukuTouch Logo
ન્યૂયોર્કમાં વિશ્વના સૌથી ધનિક ઇલોન મસ્કની સંપત્તિ 600 અબજ ડોલર ઘટીને 684 અબજ ડોલર થઈ ગઈ છે. સ્પેસએક્સના શેર અને ટેસ્લાની નબળી કામગીરીને કારણે આ ઘટાડો થયો. આગામી મહિને સ્પેસએક્સના 9.15 કરોડ શેરનો લોક-ઇન ખતમ થતાં ભાવ વધુ ઘટી શકે છે. તેમ છતાં, મસ્ક હજી વિશ્વમાં સૌથી ધનિક વ્યક્તિ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિશ્વના પ્રથમ ટ્રિલિયોનર મસ્કની સંપત્તિમાંથી 600 અબજ ડોલર સાફ
  • સંપત્તિ અડધી થવા છતાં પણ મસ્ક ટોચના ધનિક
  • સ્પેસએક્સના શેરમાં કડાકો બોલતા અને ટેસ્લાની નબળી કામગીરીના લીધે મસ્કની સંપત્તિમાં કડાકો
  • આગામી મહિને સ્પેસએક્સના 9.15 કરોડ શેરનો લોક-ઇન ખતમ થતાં તેના ભાવ વધુ ઘટી શકે

ન્યૂયોર્ક : વિશ્વના એકમાત્ર ટ્રિલિયોનર ઇલોન મસ્કની સંપત્તિમાં વિક્રમજનક ઘટાડો નોંધાયો છે. બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ મુજબ થોડા સમય પહેલા ટ્રિલિયોનર બનનારા ઇલોન મસ્કની સંપત્તિ હવે અડધી જ રહી ગઈ છે. તેની નેટવર્થ લગભગ ૬૦૦ અબજ ડોલર ઘટીને હવે ૬૮૪ અબજ ડોલર જ રહી ગઈ છે. આટલા જંગી ઘટાડા છતાં પણ મસ્ક હજી વિશ્વમાં સૌથી વધુ ધનિક છે.
ઇલોન મસ્કની સંપત્તિમાં નોંધપાત્ર ઘટાડો થવાનું કારણ તેમની સંપત્તિ સ્પેસએક્સના શેરોમાં બોલેલો કડાકો છે. આ ઉપરાંત ટેસ્લાના નબળા પરિણામની પણ અસર પડી છે. સ્પેસએક્સનો શેર બજારમાં લિસ્ટ થયા પછી તેની ટોચથી ૪૬ ટકા તૂટયો છે. ૧૬ જૂનના રોજ મસ્કની સંપત્તિ લગભગ ૧.૩૩ ટ્રિલિયન ડોલરની ટોચ પર હતી. આ તે સમયે હતો જ્યારે સ્પેસએક્સનો શેર પ્રતિ શેર રુ. ૨૦૨ના સૌથી ઊંચા ક્લોઝિંગ પર બંધ થયો હતો.
તેના પછી કંપનીનો શેર ૪૬ ટકા તૂટીને હવે ૧૦૮.૩૨ ડોલર થઈ ગયો છે. જ્યારે ટેસ્લાનો શેર ૩૧૧.૨૧ ડોલર છે. મસ્કે ઇતિહાસના સૌથી મોટા સ્પેસએક્સના આઇપીઓ દ્વારા ૭૫ અબજ ડોલર એકત્રિત કર્યા હતા. સ્પેસએક્સમાં જૂનમાં પ્રતિ શેર ૧૫૦થી ઊંચા ભાવે સોદા પડયા. આ શેર આઇપીઓના ૧૩૫ ડોલરના ભાવથી ૧૧ ટકા ઊંચા ભાવે લિસ્ટ થયો હતો. લિસ્ટિંગ પછી ફક્ત ત્રણ જ સેશનમાં કંપનીના શેરમાં ૫૦ ટકાથી વધુ તેજી આવી હતી. તેના પછી તેનો શેર ૪૬ ટકા ઘટયો છે.
વિશ્લેષકોનું કહેવું છે કે આગામી દિવસોમાં સ્પેસએક્સના શેરો પર વધુ દબાણ આવી શકે છે. તેનું કારણ એ છે કે આ મહિને ૯૧.૧૫ કરોડ શેરોના લોક-ઇન સમયગાળો પૂરો થયા પછી આ શેર કારોબાર માટે ઉપલબ્ધ થશે. તેના કારણે બજારમાં શેરનો પુરવઠો વધતાં ભાવ પર વધુ દબાણ આવે તેવી સંભાવના છે.
મસ્કની સંપત્તિમાં ઘટાડાનું વધુ એક કારણ ટેસ્લાના શેરોમાં આવેલી નબળાઈ છે. ૨૨ જુલાઈના રોજ બીજા ત્રિમાસિક સમયગાળામાં ટેસ્લાના શેરોની કામગીરી નબળી રહી હતી. તેના લીધે ટેસ્લાના શેર ૧૭ ટકા ઘટયા છે. મસ્કની ઇવી બનાવતી કંપની બે વર્ષમાં પહેલી જ વખત નફાકીય અનુમાનોને પૂરા કરવામાં નિષ્ફળ ગઈ. તેથી તેણે નેગેટિવ કેશ ફ્લોના રિપોર્ટ આપ્યો.