World

રશિયા સાથે ભારતની ગાઢ મિત્રતા હોવા છતાં PM મોદી સતત ઉઠાવે છે યુદ્ધ રોકવાનો મુદ્દો! રશિયન પ્રમુખ પુતિનનું નિવેદન

By GS Team
2 Oct 20262 mins read
TukuTouch Logo
મોસ્કોમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા PM નરેન્દ્ર મોદીના પ્રયાસોની પ્રશંસા કરી. પુતિને જણાવ્યું કે, રશિયા સાથે ગાઢ સંબંધો છતાં મોદી શાંતિપૂર્ણ સમાધાન પર ભાર મૂકે છે. ભારતનો અભિગમ તટસ્થ હોવા છતાં, તેનું મુખ્ય ધ્યાન યુદ્ધના સત્વરે અંત લાવવા પર કેન્દ્રિત છે. આ વૈશ્વિક સ્તરે ભારતની શાંતિ પહેલને અદભુત સમર્થન દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રશિયા સાથે ભારતની ગાઢ મિત્રતા હોવા છતાં PM મોદી સતત ઉઠાવે છે યુદ્ધ રોકવાનો મુદ્દો! રશિયન પ્રમુખ પુતિનનું નિવેદન

Vladimir Putin Narendra Modi :રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. મોસ્કોમાં યોજાયેલા વાલદાઈ ડિસ્કશન ક્લબના સત્રમાં પુતિને જણાવ્યું હતું કે, રશિયા સાથે ભારતના ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો હોવા છતાં ભારતના વડાપ્રધાન હંમેશા યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષને શાંતિપૂર્ણ માર્ગે સમાપ્ત કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. વડાપ્રધાન મોદીને આ યુદ્ધનો અંત લાવવામાં ઊંડો રસ છે અને તેમની પાસે પરસ્પર સ્વીકાર્ય ઉકેલ શોધવા માટે ઉત્તમ વિચારો છે. પુતિને ઉમેર્યું હતું કે ભારતનો અભિગમ તટસ્થ હોવા છતાં તેનું મુખ્ય ધ્યાન યુદ્ધના સત્વરે અંત લાવવા પર કેન્દ્રિત છે.

ભારતનું સૈદ્ધાંતિક અને માનવતાવાદી વલણ

સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદી અને પ્રમુખ પુતિનની મુલાકાત દરમિયાન પણ આ અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે સંઘર્ષના ઉકેલ માટે સંવાદ અને રાજદ્વારી માર્ગ જ એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ છે અને ભારત શાંતિ સ્થાપવાના દરેક પ્રયાસમાં સહયોગ આપવા માટે હંમેશા તૈયાર છે. આ અગાઉ ઓગસ્ટમાં જાપાનના મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં પણ વડાપ્રધાને ભારતના વલણને 'સૈદ્ધાંતિક અને માનવતાવાદી' ગણાવ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ચર્ચા બાદ પણ વડાપ્રધાને રશિયન પ્રમુખ સાથે વાતચીત કરી યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.

દ્વિપક્ષીય સંબંધો અને આગામી શિખર બેઠક

યુક્રેન મુદ્દાની સાથેસાથે ભારત અને રશિયા વચ્ચે વેપાર, સંરક્ષણ, ઊર્જા અને અવકાશ ક્ષેત્રે સહયોગ વધારવા અંગે પણ સતત ચર્ચા ચાલી રહી છે. સપ્ટેમ્બર મહિનાની મુલાકાત દરમિયાન પ્રમુખ પુતિને વડાપ્રધાન મોદીને આગામી ૨૪મી ભારત-રશિયા વાર્ષિક શિખર બેઠક માટે રશિયા આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું, જેને વડાપ્રધાને સ્વીકારી લીધું છે. આ તમામ બાબતો દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે ભારતની શાંતિ પહેલ અને રાજદ્વારી નીતિને અદભુત સમર્થન મળી રહ્યું છે.