World

ટેક્સાસમાં વિનાશક પૂરે હોનારત સર્જી, 81ના મોત, હજુ 41થી વધુ ગુમ, 1700થી વધુ ટીમ તહેનાત

By GS Team
7 Jul 20252 mins read
This article was originally published on 7 Jul 2025
TukuTouch Logo
અમેરિકાના ટેક્સાસ હિલ કંટ્રીમાં 4થી 6 જુલાઈના રોજ આવેલા અતિભારે વરસાદના કારણે વિનાશક પૂરથી તારાજી સર્જાઈ છે. વિનાશક પૂરના કારણે 81 લોકોએ જીવ ગુમાવ્યા છે. 10 બાળકો સહિત 41 જણ ગુમ છે. વાવાઝોડા સાથે ભારે વરસાદના કારણે કેર કાઉન્ટી, કોમલ કાઉન્ટી, હેય્સ કાઉન્ટી, બ્લેન્કો કાઉન્ટી, ગિલેસ્પી કાઉન્ટી, કેન્ડલ કાઉન્ટી સહિતના વિસ્તાર પાણીમાં ડૂબ્યા છે. ટેક્સાસના કેરવિલે, કમ્ફર્ટ, ઈન્ગ્રામ, હંટ, બોર્ને, ન્યૂ બ્રાઉનફેલ્સ, સેન માર્કોસ સહિતના શહેરો પૂરની તારાજીનો ભોગ બન્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટેક્સાસમાં વિનાશક પૂરે હોનારત સર્જી, 81ના મોત, હજુ 41થી વધુ ગુમ, 1700થી વધુ ટીમ તહેનાત

USA Texas Floods: અમેરિકાના ટેક્સાસ હિલ કંટ્રીમાં 4થી 6 જુલાઈના રોજ આવેલા અતિભારે વરસાદના કારણે વિનાશક પૂરથી તારાજી સર્જાઈ છે. વિનાશક પૂરના કારણે 81 લોકોએ જીવ ગુમાવ્યા છે. 10 બાળકો સહિત 41 જણ ગુમ છે. વાવાઝોડા સાથે ભારે વરસાદના કારણે કેર કાઉન્ટી, કોમલ કાઉન્ટી, હેય્સ કાઉન્ટી, બ્લેન્કો કાઉન્ટી, ગિલેસ્પી કાઉન્ટી, કેન્ડલ કાઉન્ટી સહિતના વિસ્તાર પાણીમાં ડૂબ્યા છે. ટેક્સાસના કેરવિલે, કમ્ફર્ટ, ઈન્ગ્રામ, હંટ, બોર્ને, ન્યૂ બ્રાઉનફેલ્સ, સેન માર્કોસ સહિતના શહેરો પૂરની તારાજીનો ભોગ બન્યા છે.

ટેક્સાસના ઇતિહાસની સૌથી ભયાવહ તારાજી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટેક્સાસના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારનું ભયાનક પૂર આવ્યું છે. મૃત્યુઆંક 81 થયો છે. જેમાં 28 બાળકો પણ સામેલ છે. ટેક્સાસમાં મિસ્ટિક સમર કેમ્પમાં આવેલી 10 બાળકીઓ સહિત 41 જણ ગુમ છે. વહીવટી તંત્ર તમામની શોધ અને બચાવ કામગીરી કરી રહ્યું છે. આ કેમ્પમાં 750 બાળકીઓએ ભાગ લીધો હતો. જેમાં ઘણી પૂરમાં તણાઈ ગઈ છે. જ્યારે ચારના મોત થયા હોવાની સત્તાવાર પુષ્ટી થઈ છે. હજી પરિસ્થિતિ કાબૂમાં આવી નથી. જેથી મૃત્યુઆંક વધવાની ભીતિ છે.

આ પણ વાંચોઃ કંડલાના દિનદયાળ બંદર નજીક કેમિકલ ખાલી કરી પાછા જતાં જહાજમાં વિસ્ફોટ, 21 ક્રૂ મેમ્બર સવાર હતા


ચાર કલાકમાં ચાર મહિનાનો વરસાદ

અમેરિકન મીડિયા રિપોર્ટ મુજબ, ટેક્સાસના હિલ કન્ટ્રી અને એડવર્ડ્સ પ્લેટુ પ્રદેશોમાં માત્ર ચાર કલાકમાં લગભગ ચાર મહિના જેટલો વરસાદ પડ્યો હતો. એવો અંદાજ છે કે શુક્રવારે આ વિસ્તારમાં લગભગ 1.8 લાખ કરોડ ગેલન વરસાદ પડ્યો હતો. કેર કાઉન્ટી અને આસપાસના વિસ્તારોમાં 10થી 15 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે રાષ્ટ્રીય હવામાન સેવાએ 8 ઇંચ વરસાદનો અંદાજ લગાવ્યો હતો. આ ભારે વરસાદને કારણે, ગુઆડાલુપ નદીનું સ્તર માત્ર 45 મિનિટમાં 26 ફૂટ સુધી વધ્યું હતું. જેના લીધે પૂરની તારાજી સર્જાઈ હતી. વહીવટીતંત્રના જણાવ્યા પ્રમાણે,1700થી વધુ ટીમો તહેનાત કરવામાં આવી છે. લગભગ 850 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

વહીવટી તંત્રનું કહેવું છે કે, ટેક્સાસમાં સ્વતંત્રતા દિવસના અવસરે હજારો લોકો ઉમટ્યા હતા. સાન એન્ટોનિયોની ઉત્તરે પિકનિક માટે 750 છોકરીઓનો સમર કેમ્પ પણ યોજાયો હતો. પરંતુ અચાનક ધોધમાર વરસાદ વરસતાં બધા તણાયા હતા. કેટલા લોકો ગુમ છે, તેનો ચોક્કસ અંદાજ લગાવવો મુશ્કેલ છે.