કંડલાના દીનદયાળ પોર્ટ નજીક કેમિકલ ઓફ-લોડ કરી પરત જતા જહાજમાં વિસ્ફોટ, 21 ક્રૂ સવાર હતા
Blast in Ship: કંડલાના દીનદયાળ બંદરની જેટી નજીક મોટી દુર્ઘટના સર્જાઇ છે. કેમિકલ ખાલી કરવા જઇ રહેલા જહાજમાં બ્લાસ્ટ થયો છે. જહાજમાં ઓઇલની ટેન્ક ફાટતાં જહાજ એક તરફ નમી ગયું હતું, ખૂબ પ્રયત્ન કરવા છતાં આ જહાજ સીધું થઇ શક્યું ન હતું. દુર્ઘટનાની જાણ થતાં કોસ્ટ ગાર્ડ અને પોર્ટ તંત્રએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. જહાજમાં સવાર 21 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત છે. જોકે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર કંડલાના દીનદયાળ પોર્ટ પરથી કેમિકલ ખાલી કરીને જહાજ આઉટર તુણા બોય તરફ જઇ રહ્યું હતું. આ દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો. ઘટનાની જાણ થતાં પોર્ટ તંત્ર અને કોસ્ટગાર્ડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. જહાજમાં સવાર 21 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બચાવી લીધા હતા. જોકે જહાજમાં બ્લાસ્ટનું કારણ જાણી શકાયું નથી.