World

દક્ષિણ ચીનમાં નોઉલ વાવાઝોડું ત્રાટક્યું, ભારે પૂરમાં 10નાં મોત, ભેખડો ધસી પડી

By GS Team
26 Jul 20262 mins read
TukuTouch Logo
ચીનના ગુઆન્ગડોન્ગ પ્રાંતમાં રવિવારે વહેલી સવારે ચક્રવાત નોઉલ ત્રાટકતા ભારે વરસાદ અને ભેખડો ધસી પડવાથી 10 લોકોના મોત થયા. આ વર્ષનું 12મું અને સૌથી શક્તિશાળી આ ચક્રવાતને કારણે હુઈઝોઉ શહેરમાં ભેખડો ધસી પડી હતી. સમગ્ર પ્રાંતમાં હાઈ-સ્પીડ રેલવે અને વિમાની ઉડ્ડયનો રદ કરાયા હતા. સરકારે રાહત માટે 1.47 કરોડ ડોલરનું ભંડોળ ફાળવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દક્ષિણ ચીનમાં નોઉલ વાવાઝોડું ત્રાટક્યું, ભારે પૂરમાં 10નાં મોત, ભેખડો ધસી પડી

China Cyclone News : ચીનના દક્ષિણ પ્રાંત ગુઆન્ગડોન્ગમાં રવિવારે વહેલી સવારે ધસી આવેલા ચક્રવાત નોઉલમાં ભેખડો પડતા અને ભારે વરસાદથી આવેલા પૂરમાં 10 લોકોનાં મોત થયા હતા.

આ વર્ષે અત્યાર સુધી ચીન પર ત્રાટકેલા 12માં તથા સૌથી શક્તિશાળી ચક્રવાત નોઉલના લીધે ગુઆન્ગડોન્ગના હુઈઝોઉ શહેરમાં ભેખડો ધસી પડી એ સાથે પ્રાંતના મોટા ભાગના વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાયો તથા ભારે વરસાદ તૂટી પડયો.ચીનના ગાન્સુમાં ભારે વરસાદથી આવેલા પૂરમાં 10 જણના મોત થયા, એમ દેશની સરકારી શિનહુઆ ન્યુઝ એજન્સીએ જણાવ્યું.

ચીનના નેશનલ કમિશન ફોર ડિઝાસ્ટર પ્રીવેન્શન, રિડકશન અને રીલિફે ગુઆન્ગડોન્ગ માટે ચોથા સ્તરની નેશનલ ડિઝાસ્ટર રીલિફ ઈમરજન્સી રિસ્પોન્સને સક્રિય કરી.

ચાર સ્તરીય ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમમાં ચોથું સ્તર એ સૌથી ઓછું ગંભીર સ્તર છે. પ્રથમ સ્તર એ સૌથી વધુ કટોકટીયુક્ત/ગંભીર પરિસ્થિતિ દર્શાવે છે.ચક્રવાત નોઉલના લીધે ગુઆન્ગડોન્ગ પ્રાંતમાં ભેખડો ધસી પડતા તથા દક્ષિણ ચીનના મોટા ભાગના વિસ્તારોમાં મૂશળધાર વરસાદ તૂટી પડતા સમગ્ર ગુઆન્ગડોન્ગ પ્રાંતમાં હાઈ-સ્પીડ રેલવે સેવા અને વિમાની ઉડ્ડયનો રદ કરાયા છે.રાષ્ટ્રીય હવામાન કેન્દ્રે આ વર્ષના ચક્રવાત માટે એનું પ્રથમ રેડ એલર્ટ શનિવારે સાંજે જારી કર્યું હતું. ચક્રવાત નોઉલ ધીમે ધીમે શમવા માંડતા એલર્ટની ગંભીરતા ઘટાડીને ઓરેન્જ અને પછી યલો કરાઈ હતી.

ચીનની ચાર સ્તરીય, સંયુક્ત ચેતવણી-પધ્ધતિમાં રેડ મહત્તમ એલર્ટનું પ્રતીક છે, એ પછીના ક્રમે ઓરેન્જ, યલો તથા બ્લુ એલર્ટ આવે છે.ચક્રવાતના પગલે, ૧૬૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયા, જે પખવાડિયા અગાઉ ચીનના પૂર્વ તથા ઉત્તર-પૂર્વ વિસ્તારોમાં ત્રાટકેલા બાવિ ચક્રવાતમાં ફૂંકાયેલા પવન કરતાં થોડાક વધુ તેજ હતા. નેશનલ ડેવલપમેન્ટ એન્ડ રિફોર્મ કમિશને ગુઆન્ગડોન્ગમાં ચક્રવાત પછી પુનઃ બેઠા થવાના પ્રયત્નોમાં સહાયરૂપે કેન્દ્રીય બજેટમાંથી 10 કરોડ યુઆન (લગભગ 1.47 કરોડ અમેરિકી ડોલર)નું ભંડોળ ફાળવ્યું છે.