World

'ક્રેશ થઈ જશે ક્રૂડ ઓઇલની કિંમતો...' ઈરાન સાથેના યુદ્ધને લઈને ટ્રમ્પનો ચોંકાવનારો દાવો

By GS Team
20 May 20263 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ તેમજ હોર્મૂઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે આખી દુનિયા હાલમાં ભારે ઓઇલ અને ગેસ સંકટનો સામનો કરી રહી છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં આવેલા ઉછાળાએ વૈશ્વિક સ્તરે મોંઘવારીનું જોખમ વધાર્યું છે, જેની માઠી અસર બ્રિટનથી લઈને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ભારત સુધી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત સતત $110 ડોલર પ્રતિ બેરલ ચાલી રહી છે. જોકે, આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે ટૂંક સમયમાં જ ક્રૂડ ઓઇલના ભાવ ક્રેશ થઈ શકે છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે હવે ઈરાન યુદ્ધ ટૂંક સમયમાં જ પૂરું થશે અને ઓઇલના ભાવ નીચે આવી જશે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ક્રેશ થઈ જશે ક્રૂડ ઓઇલની કિંમતો...' ઈરાન સાથેના યુદ્ધને લઈને ટ્રમ્પનો ચોંકાવનારો દાવો
(IMAGE - IANS)

Crude Oil Price Crash Soon : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ તેમજ હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે આખી દુનિયા હાલમાં ભારે ઓઇલ અને ગેસ સંકટનો સામનો કરી રહી છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં આવેલા ઉછાળાએ વૈશ્વિક સ્તરે મોંઘવારીનું જોખમ વધાર્યું છે, જેની માઠી અસર બ્રિટનથી લઈને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ભારત સુધી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત સતત $110 ડૉલર પ્રતિ બેરલ ચાલી રહી છે. જોકે, આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે ટૂંક સમયમાં જ ક્રૂડ ઓઇલના ભાવ ક્રેશ થઈ શકે છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે હવે ઈરાન યુદ્ધ ટૂંક સમયમાં જ પૂરું થશે અને ઓઇલના ભાવ નીચે આવી જશે.

અમેરિકા સાથે શાંતિ કરાર કરવા ઈરાન આતુર

ડોનાલ્ડ ટ્રમ્પના મતે, ઈરાન સાથે ચાલી રહેલો જંગ હવે બહુ લાંબી નહીં ખેંચાય અને ખૂબ જ ટૂંક સમયમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો કડાકો જોવા મળશે. તેમણે દાવો કર્યો છે કે, ઈરાન સરકાર અમારી સાથે શાંતિ કરાર કરવા માટે આતુર છે. ઈરાન પાસે ઓઇલનો અખૂટ ભંડાર હોવાથી, જો આ ડીલ સફળ રહેશે તો વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો ખૂબ જ ઝડપથી ઘટી જશે. ત્યાં એટલો મોટો ઓઇલનો સ્ટોક છે કે માર્કેટમાં ભાવ ઘડાધડ તૂટી જશે.'

મધ્યસ્થી તરીકે સાઉદી અરેબિયા અને યુએઈ સહિતના દેશો મેદાને

વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, 'સાઉદી અરેબિયા, કતાર, યુએઈ, કુવૈત, બહેરીન અને અન્ય મધ્યપૂર્વના દેશો આ કરાર કરાવવા માટે એક ટીમ તરીકે કામ કરી રહ્યા છે. અમેરિકા પણ ઈરાનને આ શાંતિ કરાર માટે મર્યાદિત સમય આપી રહ્યું છે, કારણ કે ઈરાનને કોઈ પણ સંજોગોમાં પરમાણુ હથિયાર રાખવાની મંજૂરી આપી શકાય નહીં.' આ ઉપરાંત ટ્રમ્પે ચિંતા વ્યક્ત કરી હતી કે જો ઈરાન પરમાણુ હથિયાર મેળવી લેશે, તો તે ચોક્કસપણે તેનો ઉપયોગ કરશે.

'ઈરાન પર હુમલો કરવાથી અમે માત્ર એક જ કલાક દૂર હતા, પણ...'

એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું કે, 'હું ઈરાન પર સૈન્ય હુમલો કરવાનો આદેશ આપવાની બિલકુલ નજીક હતો. અમે હુમલા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતા અને માત્ર એક જ કલાકનો સમય બાકી હતો. પરંતુ તે જ સમયે કતાર, સાઉદી અરેબિયા, કુવૈત અને યુએઈ સહિતના મધ્યસ્થી દેશોના ફોન આવ્યા અને મેં મારો ઇરાદો બદલી નાખ્યો. આ દેશોએ ખાતરી આપી હતી કે તેહરાન શાંતિ મંત્રણા માટે યોગ્ય વલણ અપનાવી રહ્યું છે.'

આ પણ વાંચો: PM મોદીને સવાલ પૂછીને ફસાયા નોર્વેના મહિલા પત્રકાર, ફેસબુક-ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ

ટ્રમ્પના નિવેદન બાદ ઓઇલ બજારમાં થોડી નરમી, પણ જોખમ યથાવત્

ડોનાલ્ડ ટ્રમ્પના આ દાવાઓ અને જાહેરાતની અસર આંતરરાષ્ટ્રીય માર્કેટ પર પણ જોવા મળી છે. બુધવારે ક્રૂડ ઓઇલના ભાવમાં થોડો ઘટાડો નોંધાયો છે, પરંતુ મિડલ ઇસ્ટમાં ઓઇલ સપ્લાય ખોરવાઈ હોવાને કારણે ભાવ હજુ પણ $110 ડૉલર પ્રતિ બેરલની ઉપર છે.

ગ્લોબલ માર્કેટ એનાલિસ્ટ્સ પણ વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે થનારા સંભવિત શાંતિ કરાર પર નજર રાખી રહ્યા છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે, ભલે હાલમાં ઓઇલના ભાવ થોડા નરમ પડ્યા હોય, પરંતુ જો અમેરિકા ફરીથી ઈરાન પર નવા હુમલા કરવાનું જોખમ લેશે તો કિંમતો ફરી આકાશને આંબી શકે છે.