World

ટ્રમ્પની ભવિષ્યવાણી સાચી પડી: અમેરિકા-ઈરાન ડીલ થતાં જ ક્રૂડ ઓઈલ માર્કેટમાં ગેમ પલટાઈ

By GS Team
18 Jun 20263 mins read
TukuTouch Logo
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો ક્રેશ જોવા મળ્યો છે અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગત મે મહિનામાં કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી સાબિત થતી દેખાઈ રહી છે. ટ્રમ્પે શાંતિ વાર્તાના એલાન પહેલા જ ઓઈલની કિંમતોમાં મોટો ઘટાડો આવવાનું નિવેદન આપ્યું હતું અને હવે તેમની US-Iran Peace Dealની જાહેરાત બાદથી જ ઓઈલ સસ્તું થઈ રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પની ભવિષ્યવાણી સાચી પડી: અમેરિકા-ઈરાન ડીલ થતાં જ ક્રૂડ ઓઈલ માર્કેટમાં ગેમ પલટાઈ

Trump Crude Prediction:  અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર થઈ ગયા છે અને આ સાથે જ મિડલ ઈસ્ટના તણાવનો પણ 'The End' આવી ગયો છે. વિશ્વની તેલની જરૂરિયાતો પૂરી કરવા માટે મહત્વપૂર્ણ ગણાતો હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખુલી ગયો છે, જે કુલ વપરાશના અંદાજે 20% હિસ્સા માટે જવાબદાર છે. એટલે કે, ઓઈલ અને ગેસની સપ્લાય ચેઈનમાં આવી રહેલી અડચણો ધીમે-ધીમે ખતમ થઈ જશે.

ટ્રમ્પની ભવિષ્યવાણી સાચી પડી

બીજી તરફ આ તમામ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો ક્રેશ જોવા મળ્યો છે અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગત મે મહિનામાં કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી સાબિત થતી દેખાઈ રહી છે. ટ્રમ્પે શાંતિ વાર્તાના એલાન પહેલા જ ઓઈલની કિંમતોમાં મોટો ઘટાડો આવવાનું નિવેદન આપ્યું હતું અને હવે તેમની US-Iran Peace Dealની જાહેરાત બાદથી જ ઓઈલ સસ્તું થઈ રહ્યું છે.

ટ્રમ્પે ક્રૂડ ક્રેશના સંકેત આપ્યા હતા

મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે લાંબા સમય સુધી ક્રૂડ ઓઈલની કિંમતો પ્રતિ બેરલ 100-110 ડોલર કે તેનાથી ઉપર ટ્રેડ થઈ રહી હતી, જેના કારણે સમગ્ર વિશ્વમાં ચિંતાનો માહોલ હતો. બ્રિટનથી લઈને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ભારત સુધી આની નકારાત્મક અસર પેટ્રોલ-ડીઝલ અને LPG Price Hike તરીકે જોવા મળી હતી.

પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના મે મહિનાના એક નિવેદને ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટા ઘટાડાની આશા વધારી દીધી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પોતાની એક પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, ઈરાન બેતાબ છે અને ઓઈલ સસ્તું થશે. ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઝડપથી ઘટાડો નોંધાશે અને ઈરાન સાથેનું યુદ્ધ ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે. 

અમેરિકન પ્રમુખ ટ્રમ્પની પોસ્ટ પર નજર કરીએ તો તેમણે દાવો કર્યો હતો કે, ઈરાન અમારી સાથે સમજૂતી કરવા માટે બેતાબ છે અને ત્યાં તેલનો મોટો ભંડાર છે, આવું થવા પર ટૂંક સમયમાં જ ક્રૂડ ઓઈલની ગ્લોબલ કિંમતોમાં ભારે ઘટાડો આવશે. ત્યાં એટલું તેલ છે કે તેની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાશે, તમે ટૂંક સમયમાં જ તેલના ભાવમાં મોટો કડાકો જોશો.' એ સમયે ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 110 ડોલરને પાર ચાલી રહી હતી.

બ્રોકરેજનું અનુમાન

ટ્રમ્પની આ પોસ્ટ બાદ બ્રોકરેજ હાઉસ એમકે ગ્લોબલે પણ ક્રૂડ ઓઈલની કિંમતોને લઈને મોટું અનુમાન વ્યક્ત કર્યું હતું. Emkay Globalએ કહ્યું હતું કે, 2027ના પ્રથમ છ મહિના બાદ કિંમતોમાં કાયમી ઘટાડો આવવો જોઈએ અને નાણાકીય વર્ષના અંત સુધીમાં તેલની કિંમતો ઘટીને પ્રતિ બેરલ 70 ડોલર સુધી પહોંચી શકે છે.

એક તરફ ટ્રમ્પનું એલાન, બીજી તરફ તેલના ભાવમાં ઘટાડો

મે મહિનામાં ટ્રમ્પે કરેલી આ ભવિષ્યવાણી વીતેલા દિવસોમાં સાચી સાબિત થવા લાગી, જ્યારે તેમણે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર પર સહમતિ બનવાની સાથે જ હોર્મુઝ પર બે મહિનાથી ચાલી રહેલી અમેરિકી નાકાબંધી હટાવવાની અને Hormuz Strait ફરીથી ઓપન કરવાની જાહેરાતનું એલાન કર્યું. આ જાહેરાત બાદ તરત જ ગત સોમવારે ક્રૂડ ઓઈલ એક જ દિવસમાં 5% સુધી ગગડી ગયું અને પ્રતિ બેરલ 80 ડોલરની આસપાસ ટ્રેડ થતું જોવા મળ્યું હતું.

આ પણ વાંચો: ટ્રમ્પનો યુ-ટર્ન: 'ઈરાનના અબજો ડૉલર પાછા આપવા પડશે, નહીંતર...', જાણો અચાનક કેમ નરમ પડ્યું અમેરિકા

મિડલ ઈસ્ટ યુદ્ધ સમાપ્ત થવાની જાહેરાત બાદ અચાનક આવેલો આ ઘટાડો હજુ પણ જારી છે. અત્યાર સુધીમાં ઈન્ટરનેશનલ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત (Brent Crude Oil Price) 2%થી વધુ ગગડીને પ્રતિ બેરલ 77 ડોલરની નજીક આવી ગઈ છે. બીજી તરફ WTI Crude Oil Price 74 ડોલરની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. એટલું જ નહીં મરબન ક્રૂડની વાત કરીએ તો તે પણ આશરે ૩% જેટલો ગગડીને 72 ડોલરની નજીક પહોંચી ગયો હતો.