- બગદાદ સ્થિત અમેરિકી દૂતાવાસ અને એર્બલ સ્થિત ઉપ-દૂતાવાસ અને નાયબ રાજદૂત ઉપર ઇરાનના પ્યાદા સમાન જૂથો હુમલો કરતા રહે છે
બગદાદ : ઇરાન સાથે સંપર્ક રાખતા અને ઇરાન દ્વારા પુષ્ટિ પામેલા જૂથોએ ઇરાકમાં જુદા જુદા સ્થળોએ અમેરિકી દૂતાવાસો, રાજદૂતો અને દૂતાવાસોના કર્મચારીઓ ઉપર હુમલા કર્યા હતા. અમેરિકાની વિખ્યાત સમાચાર સંસ્થા, સંસ્થા અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવકતાને ટાંકતાં જણાવે છે કે આથી વોશિંગ્ટન અને તહેરાન વચ્ચે વ્યાપી રહેલી તંગદીલી વધુ તંગ બની રહી છે. આ સાથે તે પ્રવકતાએ જણાવ્યું હતું કે, અમે ઇરાકી સરકારને વારંવાર કહ્યા કર્યું છે કે, તમારે આવા હુમલા ન થાય તે માટે પૂરી તકેદારી રાખવી જોઈએ અને દૂતાવાસ તથા રાજદૂતો અને દૂતાવાસના અન્ય કર્મચારીઓની સલામતી માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવી જ જોઈએ.
ગયા મહિને જ, અમેરિકી સરકારે આવા હુમલા કરનારાઓ માટે માહિતી આપનારાઓને ૩૦ લાખ ડોલર સુધીનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી હતી.
આ પૂર્વે ઇસ્લામિક રેઝિસ્ટન્સ (આઈઆર) નામક જૂથે ઇરાક સ્થિત અમેરિકી સૈન્ય મથકો ઉપર પણ હુમલા કર્યા હતા. તા. ૩જી એપ્રિલે આ હુમલા કરાયા હોવાનું અલ-જજીરાએ જણાવ્યું હતું.
સીએનએન વધુમાં જણાવે છે કે પશ્ચિમ ઇરાક સ્થિત અલ-કાયદા નગરમાં પોપ્યુર મોબિલાઇઝેશન ફોર્મ દ્વારા હુમલા કરાયા હતા, જયારે મોશુલથી પોપ્યુલર મોબિલાઇઝેશન ફોર્મ (પીએએફ)ની ૩૪મી બ્રિગેડે મોસુલમાં હુમલા કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ઇસ્લામિક રેઝિસ્ટન્સ અને પીએમએફના પ્યાદાઓ આવા હુમલા વારંવાર કરતા રહે છે. અને ઉક્ત બંને સંગઠનો ખુદ તો ઇરાનના રાજા અને વઝીર સમાન પ્યાદા છે.
એક તરફથી યુદ્ધ વિરામ (૪૫ દિવસનો) કરવાની વાતો ચાલે છે તો બીજી તરફ ઇરાનના પ્યાદાઓ હુમલા કરતા રહે છે.


