World

કંપનીઓએ એચ-1બી, એલ-1ના વિઝા લંબાવવા માટે વધારાની ફી ચૂકવવી પડશે

By GS Team
11 Aug 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના ગૃહ મંત્રાલયે H-1B અને L-1 વિઝા એક્સટેન્શન માટે નવો નિયમ લાગુ પાડ્યો છે. હવે દરેક એક્સટેન્શન વખતે 9-11 રિસ્પોન્સ અને બાયોમેટ્રિક્સ માટે H-1B વિઝાધારકોએ 4000 ડોલર અને L-1 કેટેગરી માટે 4500 ડોલર ફી ચૂકવવી પડશે. આ નિયમ આવતા મહિને વોશિંગ્ટનથી લાગુ પડશે, જે ભારતીય IT કંપનીઓ પર વધારાનો આર્થિક બોજ નાખશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કંપનીઓએ એચ-1બી, એલ-1ના વિઝા લંબાવવા માટે વધારાની ફી ચૂકવવી પડશે
  • અમેરિકાના ગૃહ મંત્રાલયનો નવો નિયમ આવતા મહિનેથી લાગુ પડશે
  • કર્મચારીની એક્સટેન્શનની અરજી દીઠ ૯-૧૧ રિસ્પોન્સ અને બાયોમેટ્રિક્સ એન્ટ્રી-એક્ઝિટ માટે ૪૦૦૦થી ૪૫૦૦ ડોલર વસૂલાશે

વૉશિંગ્ટન : અમેરિકાના હોમલેન્ડ અને સિક્યોરિટી ડિપાર્ટમેન્ટે એચ-૧બી અને એલ-૧ કેટેગરીના વિઝા એક્સટેન્શન માટે ફી વધારી દીધી છે. ભારત સહિતની આઈટી કંપનીઓ પર આ ફી વધતા વધારાનું આર્થિક ભારણ આવશે. પહેલાં આ ફી શરૂઆતની નોકરી વખતે અથવા તો કંપની બદલે ત્યારે જ આપવી પડતી હતી. હવે દરેક એક્સટેન્શનમાં અમેરિકન સરકાર ફી વસૂલશે.
અમેરિકન સરકારે અપડેટ કરેલા નવા નિયમ પ્રમાણે એચ-૧બી અને એલ-૧એ, એલ-૧બી કેટેગરીના વિઝા મેળવીને જે કર્મચારીઓ કાર્યરત છે તેમને એક્સટેન્શન વિઝા માટે અલગથી ફી ચૂકવવી પડશે. ૯-૧૧ રિસ્પોન્સ અને બાયોમેટ્રિક્સ એન્ટી-એક્ઝિટ માટે એક્સટેન્શન વખતે પણ એચ-૧બી વિઝા માટે ૪૦૦૦ અને એલ-૧ની કેટેગરી માટે ૪૫૦૦ ડોલરની ફી ચૂકવવાનો નવો નિયમ આવતા મહિને લાગુ પડશે. તેનાથી ભારતીય કંપનીઓ પર વધારાનું આર્થિક ભારણ આવશે.
અત્યાર સુધી કર્મચારી કંપની બદલે ત્યારે નવા એમ્પ્લોયરે આ પ્રકારની ફી ચૂકવવી પડતી હતી. અથવા તો પહેલી વખત શરૂઆતમાં જ્યારે નોકરી આપવામાં આવે ત્યારે ફી વસૂલાતી હતી. એક્સટેન્શન વખતે આ ફી લેવામાં આવતી ન હતી. ગૃહ અને સુરક્ષા મંત્રાલયના એક નિવેદનમાં કહેવાયું હતું કે ૫૦ કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીઓ કે જેમાં ૫૦ ટકા સ્ટાફ સ્થાનિક હશે એ તમામને આ નિયમ લાગુ પડશે. આ બાબતે એવી પણ રજૂઆત થઈ હતી કે જો તેમની કંપનીઓ એક્સટેન્શન આપવા તૈયાર હોય, પરંતુ ફી આપવાની તૈયારી ન હોય તો આ એક્સ્ટ્રા ફી કર્મચારીઓ આપી દેશે. પરંતુ ડિપાર્ટમેન્ટે આ રજૂઆત ફગાવી દીધી હતી. ડિપાર્ટમેન્ટે કહ્યું હતું કે નિયમ પ્રમાણે ફીની રકમ કંપનીઓએ જ આપવી પડશે. કંપનીઓ પર આ પ્રકારનો આર્થિક બોજ લાદીને અમેરિકન સરકાર વિદેશી પ્રોફેશ્નલન્સને એક્સટેન્શન ન મળે તે માટે આડકતરું દબાણ કરે છે. ફી ચૂકવવાનું ન પરવડે એ કંપનીઓ સ્થાનિક કર્મચારીઓને નોકરી રાખે એવો ટ્રમ્પ સરકારનો વ્યૂહ છે.