30થી વધુ મૃત્યુ પછી POK માં ભડકો, રાવલ-કોટમાં ફોલ્સ-ફલેગનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પીઓકે, રાવલકોટ: પાકિસ્તાનના કબજા નીચેના કાશ્મીરમાં છેલ્લા એક મહિનાથી પરિસ્થિતિ અત્યંત તંગદિલી ભરી બની રહી છે. ઇસ્લામાબાદે કરેલા ગેરકાયદે કબજા અને તે વિસ્તારના લોકોના મૂળભૂત અધિકારોનું પણ હનન થતાં હજ્જારો લોકો સડકો ઉપર ઉતરી આવ્યા હતા અને પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા હતા. તેઓ નારા લગાવતા હતા, પોસ્ટરો દર્શાવતા હતા. છતાં દેખાવો પૂર્ણતઃ અહિંસક રહ્યા હતા. છતાં પાકિસ્તાનના સલામતી દળોએ તે દેખાવકારો ઉપર ગોળીબાર કરતાં ૩૦થી વધુના મૃત્યુ થયા હતા અને અનેક ઘાયલ થયા હતા. ઘાયલોની સંખ્યા તો ૨૦૦થી વધુ હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર આંદોલન જોઇન્ટ આવામી એકશન કમિટી (જેએએસી)નાં નેતૃત્વ નીચે ચલાવવામાં આવી રહ્યું છે. તેણે 'ચલો મુઝફરાબાદ' અભિયાનનું આહ્વાન આપ્યું છે. પ્રદર્શનકારીઓની માગ છે કે, આ પ્રદેશમાં પાયાની જરૂરીયાતો આપવામાં આવે, મોંઘવારી પર કાબુ લગાવવામાં આવે અને પાકિસ્તાની સેનાનો જુલ્મ બંધ કરવામાં આવે.
આજે ઁર્ણ માં બજાર, પરિવહન અને સરકારી ઓફિસો સુધ્ધાંત બંધ છે. સમગ્ર વિસ્તારમાં વ્યાપક બંધની સ્થિતિ બની રહી છે. રાવલ કોટ પાસે પાકિસ્તાની સેનાએ ફોલ્સ-ફલેગ ઘટના રચી હતી. તેમાં એવી સાજીશ રચવામાં આવી કે, બલુચિસ્તાનમાં અલગ અલગ હુમલામાં માર્યા ગયેલા પાકિસ્તાનના સૈનિકોના શબ રાવલકોટમાં લાવવામાં આવ્યા હતા, તેને ઁર્ણ માં ઉગ્રવાદીઓ દ્વારા માર્યા ગયેલા જણાવવામાં આવ્યા. આ રીતે સામાન્ય નાગરિકો સામે કરાતી હિંસક કાર્યવાહી અને સૈન્ય કાર્યવાહીને યોગ્ય ઠરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.
પીઓકેમાં નિર્દોષ નાગરિકો ઉપર થઈ રહેલા અત્યાચારો સામે કાશ્મીરના મુખ્ય ધાર્મિક નેતા અને હુર્રિયતના પૂર્વ પ્રમુખ ઉમર વાયેઝ ફારૂકે, પાકિસ્તાનના સૈન્યની આ કાર્યવાહીની ઉગ્ર નિંદા કરી કરતાં કહ્યું હતું કે, 'ત્યાં માનવ અધિકારોનું હનન થઈ રહ્યું છે, ઇન્ટરનેટ પર પ્રતિબંધ છે જ, પરંતુ જરૂરી માલ-સામાનની આપૂર્તિ અને મીડીયા ઉપર પણ પ્રતિબંધ છે. આ ઘણું જ ચિંતાજનક છે.




