World

ઈરાન બાદ હવે આ દેશ પર અમેરિકાના હુમલાનો ખતરો! સરકાર નાગરિકોને આપી રહી છે ગેરીલા યુદ્ધની ટ્રેનિંગ

By GS Team
17 May 20263 mins read
TukuTouch Logo
અમેરિકાની જાસૂસી સંસ્થા CIA ના વડા જોન રેટક્લિફની ક્યુબાની રાજધાની હવાનાની અચાનક મુલાકાત બાદ બંને દેશો વચ્ચે યુદ્ધના વાદળો ઘેરાયા છે. અમેરિકા ગમે ત્યારે લશ્કરી હુમલો કરી શકે તેવી આશંકા વચ્ચે ક્યુબા સરકારે દેશભરમાં યુદ્ધ સ્તરની તૈયારીઓ તેજ કરી દીધી છે. સંભવિત અમેરિકી હુમલાને જોતા હવાનાની સરકારી ઇમારતોને એલર્ટ પર રહેવા અને લોકોને કટોકટીની સ્થિતિ માટે તૈયાર રહેવા કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન બાદ હવે આ દેશ પર અમેરિકાના હુમલાનો ખતરો! સરકાર નાગરિકોને આપી રહી છે ગેરીલા યુદ્ધની ટ્રેનિંગ

US Cuba war tensions 2026: અમેરિકાની જાસૂસી સંસ્થા CIA ના વડા જોન રેટક્લિફની ક્યુબાની રાજધાની હવાનાની અચાનક મુલાકાત બાદ બંને દેશો વચ્ચે યુદ્ધના વાદળો ઘેરાયા છે. અમેરિકા ગમે ત્યારે લશ્કરી હુમલો કરી શકે તેવી આશંકા વચ્ચે ક્યુબા સરકારે દેશભરમાં યુદ્ધ સ્તરની તૈયારીઓ તેજ કરી દીધી છે. સંભવિત અમેરિકી હુમલાને જોતા હવાનાની સરકારી ઇમારતોને એલર્ટ પર રહેવા અને લોકોને કટોકટીની સ્થિતિ માટે તૈયાર રહેવા કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે.

ઘર-ઘરમાં આર્મી સ્ટાઈલ ટ્રેનિંગ

અમેરિકા સામે લડવા માટે ક્યુબાના સરકારી મીડિયામાં સામાન્ય નાગરિકોને લશ્કરી તાલીમ લેતા દર્શાવવામાં આવ્યા છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ફિદેલ કાસ્ટ્રોની સમગ્ર જનતાની લડાઈ (War of all the people) રણનીતિ હેઠળ સામાન્ય લોકોને પણ ગુરિલ્લા યુદ્ધ શીખવવામાં આવી રહ્યું છે. ક્યુબાની સેના પાસે આધુનિક હથિયારોની ભારે અછત છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં સૈનિકો જૂના સોવિયત યુગના હથિયારો સાથે સૈન્ય અભ્યાસ કરતા અને એન્ટી-એરક્રાફ્ટ ગનને બળદો વડે ખેંચતા જોવા મળ્યા છે. લશ્કરી ઇતિહાસકારોના મતે, આધુનિક હથિયારો વિના પણ ક્યુબાની સેના અમેરિકી હુમલા સામે લાંબો સમય ટકી રહેવાની અને નાગરિકોને સંગઠિત કરવાની અદભૂત ક્ષમતા ધરાવે છે.

આ પણ વાંચો : VIDEO: રાજધાની એક્સપ્રેસનો AC કોચ ભીષણ આગથી બળીને રાખ, રતલામમાં મોટી દુર્ઘટના સર્જાઈ

અમેરિકાએ ક્યુબાનું ગળું દબાવ્યું

અમેરિકાએ વેનેઝુએલાથી ક્યુબા આવતી તેલની સપ્લાય પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. એટલું જ નહીં, અમેરિકી કોસ્ટ ગાર્ડે તાજેતરમાં કોલંબિયાથી ક્યુબા જઈ રહેલા એક ઓઈલ ટેન્કરને પણ રસ્તામાં રોકી લીધું હતું. જેના કારણે ક્યુબામાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ક્યુબાના બ્લેક માર્કેટમાં પેટ્રોલની કિંમત 35 ડોલર પ્રતિ ગેલોન સુધી પહોંચી ગઈ છે.દેશભરમાં દરરોજ કલાકો સુધી પાવર કટ રહે છે. હોસ્પિટલોમાં જરૂરી દવાઓની અછતને કારણે ઓપરેશનો અને સર્જરી ટાળવી પડી રહી છે.


ક્યુબાને બિઝનેસ મોડલ તરીકે જુએ છે ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ક્યુબા પર દબાણ વધારીને ત્યાં અમેરિકી રોકાણ માટેના રસ્તા ખોલવા માંગે છે. વર્ષ 1998 અને 2012માં પણ ટ્રમ્પની કંપનીઓએ ક્યુબામાં ગોલ્ફ કોર્સ અને રિસોર્ટ બનાવવા માટે ગુપ્ત પ્રવાસો કર્યા હતા. ટ્રમ્પે તાજેતરમાં ક્યુબા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, "તે એક નિષ્ફળ દેશ છે. તેમની પાસે ન તો પૈસા છે, ન તેલ, કંઈ જ નથી. પરંતુ તે એક સુંદર ટાપુ છે." જોકે આ દરમિયાન ટ્રમ્પની ભૌગોલિક અજ્ઞાનતા પણ સામે આવી, જ્યારે તેમણે કહ્યું કે ક્યુબામાં વાવાઝોડા (હરિકેન) નથી આવતા, જ્યારે હકીકતમાં ક્યુબા દર વર્ષે ભયાનક વાવાઝોડાઓનો સામનો કરે છે.

ફિદેલ કાસ્ટ્રોને મારવા અમેરિકાએ રચ્યા હતા 600 કાવતરાં!

અમેરિકા ફિદેલ કાસ્ટ્રોને પોતાનો સૌથી મોટો દુશ્મન માનતું હતું. CIA એ 60 વર્ષમાં કાસ્ટ્રોની હત્યા કરવા માટે 600 થી વધુ વખત નિષ્ફળ પ્રયાસો કર્યા હતા. કાસ્ટ્રોને ઝેર આપવા માટે સીએસઆઈએ એ ઝેરીલા સિગાર, વિસ્ફોટક સ્વિમસૂટ અને ઝેરી પેન જેવા અજીબોગરીબ નુસ્ખાઓ અપનાવ્યા હતા. એકવાર તો કાસ્ટ્રોની પૂર્વ ગર્લફ્રેન્ડને પણ ઝેરી કોલ્ડ ક્રીમ દ્વારા તેમને મારવા માટે તૈયાર કરાઈ હતી, પણ કાસ્ટ્રોને કોઇને કોઇ રીતે માહિતી મળી જતા તે બચતા રહ્યા. આખરે 25 નવેમ્બર 2016 ના રોજ 90 વર્ષની વયે તેમનું કુદરતી અવસાન થયું હતું.