World

ચીની AI કંપનીઓ યુએસ આર્મીની હિલચાલ પર નજર રાખી રહી છે

By GS TEAM
5 Apr 20261 min read
ચીની AI કંપનીઓ યુએસ આર્મીની હિલચાલ પર નજર રાખી રહી છે

- મધ્ય પૂર્વના યુદ્ધમાં એઆઈનો ઉપયોગ 

- સેટેલાઈટ તસવીરો, ફ્લાઈટ ટ્રેકિંગ ડેટા અને જહાજોની માહિતી વિશ્લેષણ સાથે ઈરાની આર્મીને આપી રહ્યા છે

વોશિંગ્ટન: ઈરાન યુદ્ધની શરૂઆત સાથે જ રિપોર્ટ આવ્યો હતો કે, અમેરિકી સેનાએ હુમલો કરવા માટે ક્લોડ એઆઈનો ઉપયોગ કર્યો હતો. તાજેતરના રિપોર્ટ મુજબ, ચીનની કેટલીક કંપનીઓ એઆઈનો ઉપયોગ કરીને અમેરિકીની સેનાની હિલચાલ પર નજર રાખી રહી છે. ઉલ્લેખનીય છે કે, ચીની કંપનીઓએ તેમના એઆઈ મોડલ્સને અમેરિકી કંપનીઓના મોડલ્સની ઉઠાંતરી કરીને જ બનાવ્યા છે. આ સાથે જ એફબીઆઈની એક સિસ્ટમ પર સંભવિત સાયબર હુમલાની ઘટના સામે આવી છે. 

ચીનની કેટલીક પ્રાઈવેટ કંપનીઓ સેટેલાઇટ તસવીરો, ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા અને જહાજોની માહિતીનો ઉપયોગ કરીને અમેરિકી સૈન્ય ક્યાં અને કેવી રીતે કાર્યવાહી કરી રહ્યું છે તેનો અંદાજ લગાવી રહી છે. એઆઈની મદદથી આ તમામ માહિતીનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.  

આ કંપનીઓ અમેરિકી એરક્રાફ્ટ, નૌકાદળ અને સૈન્ય બેઝની માહિતીનો ઉપયોગ પોતાના પ્રચાર માટે કરી રહી છે. જાણકારોના મતે, આ ઓપન-સોર્સ ડેટાનો ઉપયોગ કરીને બનાવાતી નવી પ્રકારની ઇન્ટેલિજન્સ સિસ્ટમ છે. બીજી તરફ, એફબીઆઈની એક સિસ્ટમમાં ચીની હેકિંગના કારણે ઘણા ફોન નંબર લીક થયા હોવાની માહિતી સામે આવી છે.  આ બંને ઘટનાઓ સાબિત કરે છે કે આજના સમયમાં યુદ્ધ માત્ર હથિયારો સુધી સીમિત નથી રહ્યું. એઆઈ અને સાયબર ટેકનોલોજી યુદ્ધનો મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે.