Get The App

ચીનનાં ફાઈટર જેટ્સ ખોવાઈ ગયાં : દુનિયાભરમાં બ્રહ્મોસ છવાઈ રહ્યાં

Updated: Jun 6th, 2026

GS TEAM

Google News
Google News
ચીનનાં ફાઈટર જેટ્સ ખોવાઈ ગયાં : દુનિયાભરમાં બ્રહ્મોસ છવાઈ રહ્યાં 1 - image

- ચીનનાં જેટ 10 સી અંગેનો પાકિસ્તાનનો પ્રોપેગેન્ડા નિષ્ફળ : ચીનના પાડોશી દેશો બ્રહ્મોસ ખરીદતાં ચીન-પાકની ઊંઘ ઊડી ગઈ

નવી દિલ્હી : ઓપરેશન સિંદૂરનાં એક વર્ષ પછી ચાઈનીઝ ફાઈટર જેટ જે-૧૦ સી અંગેનો પાકિસ્તાનનો પ્રોપેગેન્ડા ફેઈલ ગયો. વિયેતનામ અને ફીલીપાઈન્સે બ્રહ્મોસ મિસાઈલ્સનો બહુ મોટો ઓર્ડર આપ્યો છે.

પાકિસ્તાને ચીનનાં ફાઈયર જેટ જે-૧૦ સી એ ઓપરેશન સિંદૂર સમયે બહુ મોટી ભૂમિકા ભજવી હતી. તેવો પ્રચાર શરૂ કરી દીધો હતો. પરંતુ સત્ય હકીકત બહાર આવતાં તે ફાઈટર જેટ્સનો ભાંડો ફૂટી ગયો હતો.

ગત વર્ષે ભારતે હાથ ધરેલાં ઓપરેશન સિંદૂર નીચે પાકિસ્તાન સ્થિત આતંકી અડ્ડાઓ તથા હવાઈ મથકો જેવાં કે નૂર ખાન, જેકબાબાદ અને સરગોધા ઉપર મલ્ટી ડોમેઈન સ્ટ્રાઈક કરી હતી. તે નિર્ણાયક કાર્યવાહીમાં ભારતે બ્રહ્મોસ, સ્કાલ્પ, ક્રૂઝ મિસાઈલ્સ તથા રાફેલ જેટ્સનું ખૂબ સરસ સંકલન કર્યું હતું.

ચીનની સરકારી મીડીયા સી સી રીબે ઉપર ચેંગ ડૂ એરક્રાફ્ટ્ ડીઝાઈન ઇન્સ્ટીટયુટ એન્જીનીયરોએ પણ કબુલ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનનાં એર બેઝ પર જે ૧૦ સી ફાઈટર જેટ્સ હાજર જ હતા. જેનું કાર્ય સપોર્ટ આપવાનું હતું.

જૂન ૨૦૨૫ ના રીપોર્ટ પ્રમાણે નૂરખાન, જેકબાબાદ અને સરગોધા જેવા હવાઈદળ મથકો પણ તૈયાર કરાયા હતા તેથી બ્રહ્મોસ મિસાઈલ્સની માગણી વધી ગઈ છે. વિયેટનામ, ફીલીપાઈન્સ ઉપરાંત ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ તથા મલયેશિયાએ પણ બ્રહ્મોસ ખરીદવામાં રસ દર્શાવ્યો છે.