Get The App

ચીનનો ઇરાનને ટેકો, યુએસ અને ઇઝરાયેલને યુદ્ધ રોકવા કર્યો આગ્રહ

ચીનના વિદેશ મંત્રાલયે ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચી સાથે વાત કરી

અખંડતા તથા રાષ્ટ્રીય ગરિમાના રક્ષણ કરવામાં ચીન ઇરાનની સાથે

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
ચીનનો ઇરાનને ટેકો, યુએસ અને ઇઝરાયેલને યુદ્ધ રોકવા કર્યો આગ્રહ 1 - image

બેઇજિંગ,૩ માર્ચ,૨૦૨૬,મંગળવાર 

ઇઝરાયલ અને અમેરિકાના ઇરાન સામે ચાલતા યુધ્ધની સ્થિતિમાં ચીનના વિદેશ મંત્રાલયે ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચી સાથે ફોન પર વાત કરી હતી. અરાગચીએ ચીનના વિદેશમંત્રી વાંગે યીને જણાવ્યું હતું કે અમેરિકાએ તમામ પ્રકારની આંતરરાષ્ટ્રીય  કાનુનનો ભંગ કરીને ઇરાન પર આક્રમણ કર્યુ છે. આવા સંજોગોમાં ઇરાન પાસે સમગ્ર તાકાતથી પોતાનો બચાવ કરવા સિવાય અમારી પાસે કોઇ જ વિકલ્પ બચ્યો નથી. 

વાંગે પ્રત્યુત્તર આપ્યો હતો કે ચીન ઇરાનની સંપ્રભુતા,સુરક્ષા અને ક્ષેત્રીય અખંડતા તથા રાષ્ટ્રીય ગરિમાના રક્ષણ કરવામાં ઇરાનની સાથે છે. આ સાથે ચીને અમેરિકા તથા ઇઝરાયેલને ઇરાન સામેનું સૈન્ય અભિયાન તરત જ રોકવાનો આગ્રહ કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઇરાન મુદ્વે ચીનના વિદેશમંત્રીએ ફ્રાંસ અને ઓમાનના વિદેશમંત્રીઓ સાથે વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે ઓમાને અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિ વાર્તાની મધ્યસ્થતા કરવાની ઓફર કરી છે.