Get The App

સુપરપાવર દેશોમાં ભારત સાથે હાથ મિલાવવાની હરીફાઈ! અમેરિકા બાદ હવે ચીને આપી ખાસ ઓફર

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
India Superpower Diplomacy 2026


(AI IMAGE)

India Superpower Diplomacy 2026: ભારતની વિદેશ નીતિ માટે વર્ષ 2026 એક નવીન ઊર્જા લઈને આવ્યું છે. એક બાજુ, ભારતને સતત ધમકીઓ આપનારા ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત પર લાદેલા ટૅરિફ પાછા ખેંચવાની ફરજ પડી છે, તો બીજી બાજુ હિમાલયની સરહદેથી પણ શાંતિના પવન ફૂંકાઈ રહ્યા છે. ભારતમાં ચીનના રાજદૂત જૂ ફેઈહોંગના તાજેતરના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે, બેઇજિંગ હવે ભારત સાથેના સંબંધોને દુશ્મનીના બદલે સહયોગની દૃષ્ટિએ જોવા મજબૂર થયું છે.

ગ્લોબલ ડિપ્લોમેસીમાં ભારતનો દબદબો

ચીની રાજદૂતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જણાવ્યું કે, ચીન ભારત સાથે મળીને એ સંમતિ પર આગળ વધવા તૈયાર છે જ્યાં બંને દેશો એકબીજાના વિકાસમાં ભાગીદાર બને. વર્ષોના તણાવ અને કડવાશ બાદ ચીનનું આ વલણ સંબંધોમાં નરમાશનો સંકેત આપે છે. આ આર્થિક રણનીતિઓનો હેતુ બંને દેશો વચ્ચેના વ્યાપારિક અને વ્યવહારિક સહયોગને ફરીથી મજબૂત બનાવી પરસ્પર લાભનો વ્યાપ વધારવાનો છે.

બ્રિક્સમાં ભારતને ચીનનો ટેકો 

ચીને બ્રિક્સની અધ્યક્ષતા માટે ભારતનું મજબૂત સમર્થન કર્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની વધતી શક્તિને સ્વીકારવી એ ચીનની વ્યૂહાત્મક મજબૂરી છે. ચીની રાજદૂતે બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને નાગરિક સંવાદ વધારવા પર પણ ભાર મૂક્યો છે.

ચીનના આ 'હૃદય પરિવર્તન' પાછળના મુખ્ય કારણો

આર્થિક ભીંસ: ચીન હાલ મંદીનો સામનો કરી રહ્યું છે. ભારત જેવા મોટા બજારને અવગણવું તેને આર્થિક રીતે ભારે પડી રહ્યું છે, જેના કારણે ચીની કંપનીઓને મોટું નુકસાન થયું છે.

અમેરિકા-ભારત નિકટતા: અમેરિકા સાથે ભારતની મજબૂત સંરક્ષણ અને વ્યાપારિક ભાગીદારીથી ચીનને ડર છે કે જો તે નમતું નહીં જોખે તો ભારત સંપૂર્ણપણે પશ્ચિમી દેશોના પક્ષે જતું રહેશે.

ગ્લોબલ સાઉથનો પ્રભાવ: બદલાતા વૈશ્વિક સમીકરણોમાં ભારત 'ગ્લોબલ સાઉથ'નું નેતા બનીને ઉભર્યું છે. ચીન જાણે છે કે એશિયામાં પ્રભુત્વ જાળવવા માટે ભારતીય સહયોગ અનિવાર્ય છે.

આ પણ વાંચો: ગલવાનમાં ભારત સાથે ઘર્ષણ સમયે ચીને પરમાણુ પરિક્ષણ કર્યું હતું

ભારતની સતર્ક ડિપ્લોમેસી: ચીનના શાંતિ પ્રસ્તાવ પર 'વેઇટ ઍન્ડ વોચ'ની નીતિ

ચીનના શાંતિ પ્રસ્તાવને ભારત સાવચેતીથી જોઈ રહ્યું છે. 2020ની ગલવાન ઘટના બાદ ઊભું થયેલું 'વિશ્વાસનું સંકટ' માત્ર નિવેદનોથી દૂર નહીં થાય. ભારતનું વલણ સ્પષ્ટ છે: સરહદ પર સંપૂર્ણ શાંતિ અને જૂની સ્થિતિ પાછી ન આવે ત્યાં સુધી સંબંધો સામાન્ય થવા અશક્ય છે.

અમેરિકા અને ચીન વચ્ચે ભારતનું સંતુલન

ભારત અત્યારે અમેરિકાની સંરક્ષણ ટૅક્નોલૉજી અને ચીનના વ્યાપારિક લાભ વચ્ચે પોતાની 'વ્યૂહાત્મક સ્વાયત્તતા' જાળવી રહ્યું છે. ભારતનું વલણ સ્પષ્ટ છે કે તે કોઈ પણ શક્તિના દબાણમાં આવ્યા વિના પોતાની શરતો પર સંબંધો જાળવી રાખશે. ભારત ભાગીદારી માટે તૈયાર છે, પરંતુ પોતાની સુરક્ષા અને સાર્વભૌમત્વ સાથે કોઈ સમજૂતી કરશે નહીં.

સુપરપાવર દેશોમાં ભારત સાથે હાથ મિલાવવાની હરીફાઈ! અમેરિકા બાદ હવે ચીને આપી ખાસ ઓફર 2 - image