પ્રચંડ યુધ્ધની તૈયારીમાં ચીન : ખતરનાક વોર-પ્લાન રચ્યો : ભારત પર શી અસર થશે ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- તાઇવાન પર હુમલો કરવાની ચીન તૈયારીઓ કરે છે ?
- આ ગજબના સંઘર્ષની તૈયારીઓ માત્ર સેના પૂરતી જ સીમિત નથી તેમાં નાગરિકો તેઓની સંપત્તિ અને ટેકનોલોજીકલ કંપનીઓને જોડવામાં આવી છે
નવી દિલ્હી : ચીન લાંબા સમયના પ્રચંડ યુધ્ધ માટે તૈયારીઓ કરી રહ્યું છે. આ તૈયારીઓ માત્ર સેના પૂરતી જ સીમિત નથી. સંશોધિત રાષ્ટ્રીય સલામતી કાનુન દ્વારા નાગરિકો તેઓની અંગત સંપતિઓ અને ટેકનોલોજીકલ કંપનીઓને પણ ચીન પોતાનાં યુધ્ધ કાલીન તંત્રમાં જોડી રહ્યું છે.
૨૮મી ઓગસ્ટે પસાર કરેલા અને ૧લી ઓકટોબરથી અમલી બને તેવો આ કાનુન રાજ્યને સલામતિ-સહાયતા કર્તવ્ય આપવા તથા પોતાના સંસાધનો પણ તત્કાલ રાજ્યને ચરણે મુકી દેવા નાગરિકોને જણાવે છે. તેમજ રાજ્યને જરૂર લાગે તો રાજ્ય પોતે જ તે અધિગ્રહણ કરી શકે તેવી આ કાનુનમાં જોગવાઈ છે. આ કાનુન સૈન્ય અભિયાનોમાં જનતાને જોડવાની રાજ્યને વ્યાપક સત્તા આપે છે.
રિપોર્ટ પ્રમાણે બૈજિંગ માત્ર યુધ્ધ શરૂ કરવા નહીં પરંતુ તે લાંબો સમય ચલાવવાની પણ તૈયારીઓ કરી રહ્યું છે.
રિપોર્ટ પ્રમાણે બૈજિંગ માત્ર યુધ્ધ શરૂ કરવા નહીં પરંતુ તે લાંબો સમય ચલાવવાની પણ તૈયારીઓ કરી રહ્યું છે.
આ સંશોધન ૨૦૧૦ના જુના કાનુનમાં ૧૬ વર્ષ પછી કરાયેલો પહેલો ફેરફાર છે.
સત્તાવાર પરિભાષા પ્રમાણે આ સંરક્ષણ નીતિ હવે માત્ર સૈનિકો પુરતી જ મર્યાદિત નથી પરંતુ તે સાર્વભૌમત્વ, ક્ષેત્રીય અખંડિતતા અને સંરક્ષણ સહિત અન્ય ક્ષેત્રોને આવરી લે છે. તેમાં આર્થિક- સામાજિક- ઔદ્યોગિક, પરિવહન, ડેટા, નાગરિકોનાં કર્તવ્યો બધા યુધ્ધ ક્ષમતાનો ભાગ માનવામાં આવે છે.
આ નવા કાનુનમાં પાંચ એવા પ્રાવધાન છે કે જેની સામાન્ય ચીની નાગરિકો ખાનગી ઉદ્યોગોના ઉદ્યોગપતિઓ તથા અન્ય કંપનીઓ ઉપર પણ સીધી અસર પડી શકે છે.
આ સ્ટેચ્યુટરી કાનુન પ્રમાણે ૧૮ થી ૬૦ વર્ષના પુરુષો અને ૧૮ થી ૫૫ વર્ષની મહિલાઓ માટે લશ્કરી-સેવા અનિવાર્ય બનાવવામાં આવી છે. તે સાથે ઉદ્યોગ, પરિવહન, ડેટા અને નાગરિકોની કાર્યવાહી બધા જ સીધા સરકાર હસ્તક લઇ શકાય તેવું પણ પ્રાવધાન (કલમ) છે.
જો કે ગર્ભવતી મહિલાઓ કે ભારે બિમારી ભોગવી રહેલાઓને આ કોન્સ્ક્રીપ્ટ માંથી મુકિત આપવામાં આવી છે. જોકે નાગરિકોને કંઈ શસ્ત્રો સાથે મોર્ચા પર મોકલવાના નથી પરંતુ તેઓ સેનાને માલ-સમાન પહોંચાડવામાં પરિવહન તથા નાગરિક સલામતી, (આંતરિક વ્યવસ્થા) વગેરેમાં પોતાનું કર્તવ્ય બજાવી શકે. ફેકટરીમાં તથા નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રકચર વધુ બૈજિંગના વર્તુલમાં આવી જાય છે.
વિશ્લેશકો ભીતિ સેવે છે કે ચીન તાઇવાન કબજે કરવા આક્રમણ કરે તેવી સંભાવના છે. તો તે સાથે ઉભા થનારા વ્યાપક યુધ્ધની ચીન પૂર્વ તૈયારીઓ કરી રહ્યું છે. આ પૂર્વતૈયારીઓ તે પ્રત્યે સહજ રીતે ધ્યાન ખેંચે છે.




