World

ચેટજીપીટીને ટક્કર આપવા ચીનેKimi K3 AI મોડલ લોન્ચ કર્યું

By GS Team
19 Jul 20261 min read
TukuTouch Logo
ચીનના સ્ટાર્ટઅપ મૂનશોટ AI એ બેઇજિંગમાં અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી AI મોડલ 'કિમી K3' લોન્ચ કર્યું છે. આ વિશ્વનું સૌથી મોટું ઓપન-વેઈટ AI મોડલ હોવાનો દાવો છે, જેમાં 2.8 ટ્રિલિયન પેરામીટર્સ છે. તે લાંબા દસ્તાવેજોનો સારાંશ, જટિલ પ્રશ્નોનું વિશ્લેષણ, કોડ લખવા અને ભૂલો સુધારવા સક્ષમ છે. આ મોડેલ AI એજન્ટ તરીકે પણ કાર્ય કરી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચેટજીપીટીને ટક્કર આપવા ચીનેKimi K3 AI મોડલ લોન્ચ કર્યું

બેઈજિંગ: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેક્ટરમાં ચીની સ્ટાર્ટઅપે મૂનશોટ એઆઈ સાથે અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી એઆઈ મોડલ કિમી કે૩ લોન્ચ કર્યું છે.
કંપનીનો દાવો છે કે, આ વિશ્વનું સૌથી મોટું ઓપન-વેઈટ એઆઈ મોડલ છે. તેને ડેવલપર્સ અને રિસર્ચર્સ પોતાની જરૂરિયાત મુજબ કસ્ટમાઈઝ કરી શકે છે. તેનો ઉપયોગ વિવિધ પ્રકારની એઆઈ એપ્સ બનાવવા માટે પણ થઈ શકે છે.
કિમી કે૩માં અંદાજે ૨.૮ ટ્રિલિયન પેરામીટર્સ છે. તેમાં એક સમયે જરૂરી ભાગ જ એક્ટિવ થાય છે. જેના કારણે ઓછા કમ્પ્યુટિંગ રિસોર્સ વચ્ચે પણ તે અસરકારક રીતે કામ કરી શકે છે.
આ ટેકનોલોજીને મિક્ચર ઓફ એક્સપર્ટ્સ આર્કિટેક્ચર તરીકે ઓળખવામાં આવે છે.
કંપનીના જણાવ્યા અનુસાર કિમી કે-૩ માત્ર સામાન્ય પ્રશ્નોના જવાબ આપવા પૂરતું સીમિત નથી. તે લાંબા દસ્તાવેજો વાંચી અને તેનો સારાંશ તૈયાર કરી શકે છે, જટિલ પ્રશ્નોનું વિશ્લેષણ કરી શકે છે, વિવિધ પ્રોગ્રામિંગ લેગ્વેજમાં કોડ લખી શકે છે તેમજ કોડમાં રહેલી ભૂલો શોધીને તેને સુધારવામાં પણ મદદરૂપ બને છે.
આ મોડેલને એઆઈ એજન્ટ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે એટલે કે તે માત્ર સૂચના આપતા જવાબ આપતો ચેટબોટ નથી. તે અનેક તબક્કામાં કામ કરવાની ક્ષમતા ધરાવે છે. તે માહિતી એકત્ર કરી શકે છે, તેનું વિશ્લેષણ કરી શકે છે. રિપોર્ટ તૈયાર કરવા અને ચોક્કસ કાર્ય માટે જરૂરી સ્ટેપ્સ પણ તે લઈ શકે છે.