- રશિયાએ સેટેલાઇટ પરથી યુ.એસ. મથકોની માહિતી આપી
- એક તરફ અમેરિકા-ઇરાન વચ્ચે યુદ્ધ વિરામ કરાવી ચીન પોતાને શાંતિદૂત તરીકે દર્શાવે છે તો બીજી તરફ ત્રીજા દેશ મારફતે ઇરાનને ઘાતક શસ્ત્રો મોકલે છે
નવી દિલ્હી : ઇરાને જ અમેરિકી એફ-૧૫ જેટને તોડી પાડયું તે અંગે પ્રમુખ ટ્રમ્પે એવો સંકેત આપ્યો હતો કે તેવાં હેન્ડ હેલ્ડ હીટ સીકીંગ મિસાઇલના ઉપોગ કરવામાં આવ્યો હતો. આ મિસાઇલ જો ચીન નિર્મિત હોય તો ઇરાન સાથે ચીનની સાંઠ ગાંઠ ખુલ્લી પડી જાય છે. ઇરાન સાથે ચીનની ભાગીદારી પણ ખુલ્લી પડી જાય છે.
આશ્ચર્ય તે છે કે અમેરિકા ઇરાન વચ્ચે યુદ્ધ વિરામ કરાવી ચીન પોતાને શાંતિ દૂત તરીકે દર્શાવી રહ્યું છે. પરંતુ જાસૂસી અહેવાલો દર્શાવે છે કે ચીન આ પ્રકારનાં શસ્ત્રો કોઈ ત્રીજા દેશ મારફતે ઇરાનને પહોંચાડી રહ્યું છે. એ વિમાન ભેદી મિસાઇલ સીસ્ટીમ (એમ.એ.એ.પી.એ.ડી.એમ.)નો વિશાળ જથ્થો ઇરાન મોકલવાની ચીન તૈયારી કરી રહ્યું છે. જો કે તે કોઈ ત્રીજા દેસમાં ખોલશે અને ત્યાંથી ઇરાન ખરીદ કરશે. જેથી ચીન તેમાં સંડોવાયેલું છે તે જાહેર ન થઇ જાય. પરંતુ અમેરિકી જાસૂસી સંસ્થાઓને તેની પાક્કી માહિતી મળી ગઇ છે. તેથી કદાચ ટ્રમ્પ આગામી મહિને યોજાનારી ચીનની મુલાકાત રદ્દ પણ કરે. ચીને ઇરાનને આપેલી આ સીસ્ટીમ ઓછી ઊંચાઈએ ઉડતાં હેલિકોપ્ટર્સ કે ડ્રોન વિમાનો માટે કાળરૂપ બને તેમ છે. આ મિસાઇલ ખભા ઉપર રાખેલાં રોકેટ લોન્ચર્સથી પણ છોડી શકાય તેમ છે. હવે જો તે મિસાઇલ ચીન દ્વારા મોકલાય છે તે સાબિત થાય તો તેની સીધી અસર ડૉનાલ્ડ ટ્રમ્પની આગામી મહિને યોજાનારી ચીન યાત્રા પર પણ પડે જ તે નિશ્ચિત લાગે છે.
અમેરિકાનાં જાસૂસી તંત્રને કેટલોય સમય પહેલાથી માહિતી મળી ગઈ હતી કે મધ્યપૂર્વમાં અમેરિકાનાં લશ્કરી મથકો ક્યાં ક્યાં છે તેની રશિયને સેટેલાઇટ દ્વારા ચોક્કસ માહિતી હતી. તેથી ઇરાન મધ્યપૂર્વમાં આવેલાં અમેરિકાનાં કેટલાયે લશ્કરી મથકોને નીશાન બનાવી શક્યું હતું.


