ચીને તિબેટમાં નથી કર્યો તેટલો અત્યાચાર લદ્દાખમાં કરાઈ રહ્યો છે : વાંગચુક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- વાંગચુકના નિવેદનથી તિબેટ પ્રશાસન ભડક્યું
- લદ્દાખના નિર્દોષ પ્રદર્શનકારી યુવાનો પર પ્રશાસન દ્વારા હથિયારો વડે ગોળીબાર કરાયો : પર્યાવરણ એક્ટિવિસ્ટ
લેહ : પર્યાવરણ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકના એક નિવેદનથી ભારે વિવાદ થયો છે, વાંગચુકે લદ્દાખની વર્તમાન સ્થિતિની સરખામણી તિબેટ સાથે કરી નાખી હતી, જેને પગલે તિબેટની સરકાર ભડકી હતી. વાંગચુકે કહ્યંુ હતું કે લદ્દાખમાં એ થઇ રહ્યું છે જે ચીન તિબેટમાં પણ નથી કરી શક્યું. જેટલો અત્યાચાર ચીને તિબેટમાં નથી કર્યો એટલો હાલ લદ્દાખમાં થઇ રહ્યો છે.
સોનમ વાંગચુકના આ નિવેદન બાદ ધર્મશાલા સ્થિત તિબેટ પ્રશાસને વાંગચુકના નિવેદનની ટિકા કરી હતી. સેન્ટ્રલ તિબેટ એડમિનિસ્ટ્રેશન સીટીએ દ્વારા એક નિવેદન જાહેર કરાયું હતું. સીટીએના પ્રવક્તા જેનજિન તેનજિને કહ્યું હતું કે વાંગચુકે તાજેતરમાં લદ્દાખમાં આપેલા ભાષણમાં લદ્દાખની સરખામણી તિબેટ સાથે કરીને ખોટુ કર્યું છે. તિબેટ હાલ પણ ચીનની ગુલામીમાં છે, તિબેટના નાગરિકોને ધાર્મિક સહિતના અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે.
નોંધનીય છે કે વાંગચુકે લદ્દાખમાં તાજેતરમાં રેલીને સંબોધતા કહ્યું હતું કે લદ્દાખના લોકોએ લોકશાહીને કારણે ભારતને પસંદ કર્યું હતું. પણ હાલ લદ્દાખમાં એવો અત્યાચાર થઇ રહ્યો છે જેવો ચીન દ્વારા તિબેટમાં પણ નથી કરાઇ રહ્યો.
સોનમ વાંગચુક ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫ના લદ્દાખમાં થયેલા વિરોધ પ્રદર્શનોને યાદ કરીને આ નિવેદન આપી રહ્યા હતા, તેમણે કહ્યું હતું કે આ પ્રદર્શનમાં પ્રશાસનની કાર્યવાહીમાં ચાર લોકોના મોત નિપજ્યા હતા જ્યારે ૯૦ લોકો ઘાયલ થયા હતા. પ્રદર્શન કરી રહેલા નિર્દોષ યુવાનો પર હથિયારોથી ગોળીબાર કરવામાં આવ્યો. મને જેલમાં ધકેલી દેવામાં આવ્યો, તમામ અત્યાચારો થયા હવે માત્ર મારુ એન્કાઉન્ટર થવાનું બાકી રહ્યું છે.




