Get The App

ચીનમાં સત્તાપલટાનો પ્રયાસ? હત્યાના ડરથી અડધી રાતે જિનપિંગ ભાગ્યા, અથડામણમાં 9 ઠાર!

Updated: Jan 26th, 2026

GS TEAM

Google News
Google News
ચીનમાં સત્તાપલટાનો પ્રયાસ? હત્યાના ડરથી અડધી રાતે જિનપિંગ ભાગ્યા, અથડામણમાં 9 ઠાર! 1 - image


China Coup Attempt: ચીનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિરુદ્ધ સેનાના ટોચના જનરલ દ્વારા બળવો (Coup) કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના સનસનીખેજ અહેવાલો સામે આવ્યા છે. કેનેડામાં રહેતા ચીની લેખિકા શેંગ શુએના દાવા મુજબ, આ લોહિયાળ સંઘર્ષમાં 9 સુરક્ષા જવાનોના મોત થયા છે. 

જિંગશી હોટલમાં લોહિયાળ અથડામણ 

ચીની લેખિકા શેંગ શુએના જણાવ્યા અનુસાર, 18 જાન્યુઆરીની સાંજે ચીની સેનાના સૌથી શક્તિશાળી જનરલ ઝાંગ યુશ્યા અને રણનીતિ પ્રમુખ લ્યુ ઝેનલીએ શી જિનપિંગ વિરુદ્ધ બળવો કરવાની યોજના બનાવી હતી. શી જિનપિંગ પશ્ચિમી બેઇજિંગની જિંગશી હોટલમાં રોકાવાના હતા. બળવાખોર જૂથનો પ્લાન જિનપિંગને ત્યાં જ અટકમાં લઈ સત્તા પલટાવવાનો હતો. પરંતુ, ઓપરેશનના માત્ર બે કલાક પહેલા જ જિનપિંગને આ વાતની ખબર પડી ગઈ અને તેઓ તાત્કાલિક હોટલ છોડીને નીકળી ગયા હતા.

9 સુરક્ષા જવાનોના મોત અને ગોળીબાર 

પ્લાન લીક થયા બાદ પણ ઝાંગ યુશ્યાના સમર્થકો હોટલ પર પહોંચ્યા હતા, જ્યાં જિનપિંગના વફાદાર સુરક્ષા દળો સાથે તેમની સીધી અથડામણ થઈ હતી. રિપોર્ટ મુજબ, આ અથડામણમાં ભીષણ ગોળીબાર થયો હતો, જેમાં જિનપિંગના પર્સનલ સિક્યુરિટી ગાર્ડ્સના 9 જવાનો માર્યા ગયા હતા. વળતા પ્રહારમાં બળવાખોર જનરલના અનેક સમર્થકો પણ ઠાર થયા હતા.

ભ્રષ્ટાચારના નામે ધરપકડ અને 'સફાઈ અભિયાન' 

બળવો નિષ્ફળ ગયા બાદ, શી જિનપિંગે તાત્કાલિક જનરલ ઝાંગ યુશ્યા અને લ્યુ ઝેનલીની ધરપકડના આદેશ આપ્યા હતા. તેમના પરિવારોને પણ અટકમાં લેવાયા છે. જોકે, ચીન સરકારના સત્તાવાર મીડિયાએ આ ઘટનાને 'સેનામાં સુધારા' અને 'શિસ્તના ઉલ્લંઘન' (ભ્રષ્ટાચાર) તરીકે રજૂ કરી છે. નિષ્ણાતોનું માનવું છે કે જિનપિંગ પોતાની પકડ મજબૂત બતાવવા માટે આ ઘટનાને ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનનું રૂપ આપી રહ્યા છે.

જિનપિંગ પર ચોથી વખત જીવલેણ હુમલાનો દાવો 

દાવા મુજબ, શી જિનપિંગ પર આ ચોથો જીવલેણ હુમલો હતો. આ અગાઉ 2013માં પણ આવો પ્રયાસ થયો હતો. સતત વધતા ખતરાને કારણે જિનપિંગે પોતાની માતા અને બહેનને પણ શેનઝેનમાં કડક સુરક્ષા વચ્ચે 'લોક-ડાઉન' કરી દીધા છે. એવું કહેવાય છે કે સેનામાં જે રીતે સતત મોટા અધિકારીઓ સામે કાર્યવાહી થઈ રહી છે, તેનાથી ડરીને અન્ય જનરલોએ જિનપિંગ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે.