World

ચેટજીપીટીનું ત્રણ મોડલ સાથેનું નવું પાવરફૂલ વર્ઝન 5.6 લોન્ચ, હવે મળશે વધુ સચોટ જવાબ

By GS Team
11 Jul 20262 mins read
TukuTouch Logo
કેલિફોર્નિયામાં OpenAI દ્વારા ChatGPTનું નવું AI મોડેલ GPT-5.6 લોન્ચ કરાયું છે. કંપનીએ GPT 5.6 વર્જન, ટેરા અને લુના એમ 3 અલગ મોડેલ રજૂ કર્યા છે. આ મોડેલ્સ કોડિંગ, રિસર્ચ અને ડેટા એનાલિસિસમાં અસરકારક છે. ChatGPT વર્ક ફીચર દ્વારા તે Google Drive, Slack જેવી ઓફિસ એપ્સ સાથે જોડાઈ દસ્તાવેજો બનાવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચેટજીપીટીનું ત્રણ મોડલ સાથેનું નવું પાવરફૂલ વર્ઝન 5.6 લોન્ચ, હવે મળશે વધુ સચોટ જવાબ

ChatGPT News : ઓપનએઆઈએ ચેટજીપીટીનું નવું એઆઈ મોડલ જીપીટી-5.6 લોન્ચ કર્યું છે. આ વખતે કંપનીએ માત્ર એક મોડલ નહીં પરંતુ, જીપીટી 5.6 ર્જન, જીપીટી- 5.6 ટેરા અને જીપીટી- 5.6 લુના એમ ત્રણ અલગ અલગ મોડલ લોન્ચ કર્યા છે. દરેક મોડલ અલગ પ્રકારના કામ અને અલગ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે.

ઓપનએઆઈનું કહેવું છે કે, આ નવા મોડલ્સ પહેલા કરતા સારી રીતે વિચારી શકે છે. તે વધુ સચોટ જવાબ આપે છે.આ સાથે જ કોડિંગ, રિસર્ચ, ડેટા એનાલિસિસ તેમજ એઆઈ એજન્ટ્સના કામોમાં વધુ અસરકારક છે. જીપીટી 5.6 ર્જન તેનું સૌથી પાવરફૂલ મોડલ છે. તે મુશ્કેલ કોડિંગ, સાયન્ટિફિક રિસર્ચ, કાઉન્ટિંગ અને લાંબા સમય સુધી વિચારવાની જરૂર હોય તેવા પ્રશ્નો માટે તૈયાર કરવામાં આવ્યું છે.

જ્યારે, જીપીટી 5.6 ટેરાને રોજિંદા ઓફિસના કામ, બિઝનેસ અને ડેવલપર્સ માટે બનાવવામાં આવ્યું છે. તેની ખાસિયત છે કે, તે સારી કામગીરી અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવે છે. જીપીટી 5.6 લુના સૌથી ઓછા ખર્ચે કામ કરતું મોડલ છે. એઆઈ ઉપયોગ કરતી કંપનીઓ માટે તે વધુ અસરકારક છે. જીપીટી 5.6માં હવે, મેક્સ રિઝનિંગ મોડ આપવામાં આવ્યો છે. જેમાં, એઆઈ મુશ્કેલ પ્રશ્નોનો જવાબ આપતા પહેલા વધુ સમય લઈને વિચારશે.

જ્યારે, અલ્ટ્રા મોડમાં એઆઈ એકસાથે અનેક કામ સંભાળી શકશે. તે લાંબા પ્રોજેક્ટમાં ઉપયોગી સાબિત થશે. તેમણે ચેટજીપીટી વર્ક નામનું નવું ફીચર રજૂ કર્યું છે. જેની મદદથી ચેટજીપીટી જીમેલ, ગૂગલ ડ્રાઈવ, સ્લેક જેવી ઓફિસ એપ્સ સાથે જોડાઈને ડોક્યુમેન્ટ તૈયાર કરવા, પ્રેઝન્ટેશન બનાવવા, ડેટા એકત્ર કરવા સહિતના કામો કરી શકશે.