World

ટેકનિકલ ક્ષતિને લીધે અમેરિકાનાં એરપોર્ટ પર અંધાધૂંધી : અનેક ફ્લાઇટ્સ કેન્સલ : યાત્રીઓ રખડી પડયા

By GS Team
22 Sep 20262 mins read
TukuTouch Logo
ફિલાડેલ્ફિયામાં એર ટ્રાફિક કંટ્રોલ સેન્ટરમાં ખામી સર્જાતા ન્યૂયોર્ક અને આસપાસના એરપોર્ટ પર અનેક ફ્લાઈટ્સ રદ થઈ હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસમિતિમાં ભાગ લેવા આવતા મહાનુભાવો સહિત સેંકડો મુસાફરો ફસાયા હતા. ટેકનિકલ ખામી અને બેકઅપ ફાઈબર ઓપ્ટિક લાઈન કપાઈ જવાથી સમસ્યા વકરી હતી. જોકે, કલાકો બાદ પરિસ્થિતિ થાળે પડી હતી. FAA દ્વારા આ અંગે તપાસ હાથ ધરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટેકનિકલ ક્ષતિને લીધે અમેરિકાનાં એરપોર્ટ પર અંધાધૂંધી : અનેક ફ્લાઇટ્સ કેન્સલ : યાત્રીઓ રખડી પડયા
  • સં.રા. મહાસમિતિમાં ભાગ લેવા આવનારા મહાનુભાવો ફસાયા
  • ફિલાડેલ્ફીયાનાં એરટ્રાફિક કંટ્રોલ સેન્ટરમાં ક્ષતિ ઊભી થતાં ન્યૂયોર્ક અને આસપાસનાં એરપોર્ટમાં ફ્લાઇટ્સ કેન્સલ કરાઈ

ન્યૂયોર્ક : ફીલાડેલ્ફીયામાં એરટ્રાફિક કંટ્રોલ સેન્ટરમાં સોમવારે ક્ષતિ ઊભી થતાં ફિલાડેલ્ફીયા ઉપરાંત ન્યૂયોર્ક અને આસપાસનાં એરપોર્ટસથી ઉપડતી તેમજ ત્યાં આવતી અનેક ફ્લાઇટસ કેન્સલ કરવી પડી હતી પરિણામે, સેંકડો પેસેન્જર્સ રખડી પડયા હતા. સૌથી વધુ તકલીફ તો તે થઇ હતી. કે સંયુક્ત રાષ્ટ્રોની મહાસમિતિમાં ભાગ લેવા આવનાર, મહાનુભાવો પણ તેથી રખડી પડયા હતા. તેઓનાં પ્લેન ન્યૂયોર્ક કે પાસેનાં ન્યૂયોર્ક કે ફિલાડેલ્ફીયામાં પણ ઉતરી શક્યાં નહીં પરંતુ દૂરનાં એરપોર્ટસ ઉપર ઉતારવા પડયાં હતાં.
સોમવારે (અમેરિકી સમય પ્રમાણે) ફીલાડેલ્ફીયાનાં એર ટ્રાફિક કંટ્રોલે તેનાં સંયોગોમાં ક્ષતિ ઉભી થઇ હોવાનું જાહેર કર્યું તે પછી એક પછી એક આસપાસનાં એરપોર્ટસ પણ તેમના ટ્રાફિક કંટ્રોલમાં મુશ્કેલીઓ થઇ હોવાનું જાહેર કરતાં તે બધાં જ એરપોર્ટસ ઉપરથી ઉપડતી અને આવતી ફ્લાઇટ્સને રોકવામાં આવી હતી.
આ ઘટના અંગે ધી ફેડરલ એવીએશન એડમિનિસ્ટેશન (એફ.એ.એ.)એ તપાસ હાથ ધરી હતી. તેમાં વળી એક વધુ ટેકનિકલ પ્રોબ્લેમ ઊભો થયો હતો. તે એ કે કન્સ્ટ્રકશન વર્કને લીધે ભૂગર્ભમાં રાખેલી બેકઅપ ફાયબર ઓપ્ટિક લાઈન પણ કપાઈ ગઈ હતી.
બેક-અપ-કનેકશનના લોસ ને લીધે મુશ્કેલી વધી હતી. તેથી સર્કીટ ફેલ્યર થયું હતું. તેથી એર-ટ્રાફિક કંટ્રોલને વધુ મુશ્કેલીઓ ઉભી થઇ હતી. કલાકો પછી તે સુધરતાં પરિસ્થિતિ થાળે પડી હતી. તેથી પ્રમુખ ટ્રમ્પનું વિમાન તો ન્યૂયોર્ક એરપોર્ટ પર નિયત સમયે પહોંચી શક્યું હતું.