World

કેનેડામાં 'ફોર બ્રધર્સ' ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ

By GS Team
26 May 20263 mins read
TukuTouch Logo
કેનેડા અને અમેરિકામાં રહેતા સાઉથ એશિયન (મુખ્યત્વે ભારતીય મૂળના) વેપારીઓ તેમજ સ્થાનિક લોકોને ડરાવતી એક મોટી આંતરરાષ્ટ્રીય ગેંગનો કેનેડાની પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે સોમવારે આ ગુનાહિત નેટવર્ક સાથે જોડાયેલા 17 બદમાશોની ધરપકડ કરવાની જાહેરાત કરી છે. પકડાયેલા આ તમામ આરોપીઓ પર વેપારીઓ પાસે મોટી રકમની ખંડણી માંગવી, આતંક ફેલાવવા અંધાધૂંધ ગોળીબાર કરવો અને દુકાનો-ઘરોમાં આગચંપી કરવા જેવા ગંભીર ગુનાઓનો આરોપ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેનેડામાં 'ફોર બ્રધર્સ' ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ
(IMAGE - x/PeelPolice)

For Brothers Gang Arrest Canada: કેનેડા અને અમેરિકામાં રહેતા સાઉથ એશિયન (મુખ્યત્વે ભારતીય મૂળના) વેપારીઓ તેમજ સ્થાનિક લોકોને ડરાવતી એક મોટી આંતરરાષ્ટ્રીય ગેંગનો કેનેડાની પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે સોમવારે આ ગુનાહિત નેટવર્ક સાથે જોડાયેલા 17 બદમાશોની ધરપકડ કરવાની જાહેરાત કરી છે. પકડાયેલા આ તમામ આરોપીઓ પર વેપારીઓ પાસે મોટી રકમની ખંડણી માંગવી, આતંક ફેલાવવા અંધાધૂંધ ગોળીબાર કરવો અને દુકાનો-ઘરોમાં આગચંપી કરવા જેવા ગંભીર ગુનાઓનો આરોપ છે.

'ફોર બ્રધર્સ' ગેંગથી ફેલાવ્યો હતો આતંક

ટોરોન્ટોની પીલ પોલીસે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, પકડાયેલા મોટાભાગના આરોપીઓ 'ફોર બ્રધર્સ' (For Brothers) નામે ઓળખાતા આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ નેટવર્કનો હિસ્સો છે. આ ગેંગ સ્થાનિક ઉદ્યોગપતિઓ અને વેપારીઓને ડરાવી-ધમકાવીને તેમજ હિંસા ફેલાવીને કરોડો રૂપિયાની ખંડણી વસૂલવાનું મોટું રેકેટ ચલાવતી હતી. આ તપાસ બાદ પોલીસે તેમના આખા નેટવર્કને તોડી પાડ્યું છે.

અમેરિકા અને કેનેડાના આ વિસ્તારો હતા નિશાન પર

પોલીસના જણાવ્યા પ્રમાણે, આ ગેંગે કેનેડાના બ્રામ્પટન, મિસીસાગા, કેલેડોન અને બ્રિટિશ કોલંબિયા તેમજ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં રહેતા સાઉથ એશિયન સમુદાયના લોકોને જ ખાસ ટાર્ગેટ કર્યા હતા. કેનેડામાં વસતા ભારતીય પ્રવાસીઓ પર વિદેશી શૂટરો દ્વારા હિંસક હુમલા કરવા અને ધમકીઓ આપવાનો આ તાજેતરનો સૌથી મોટો મામલો છે. આ સિવાય, છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં ભારતીય મંદિરોમાં તોડફોડની ઘટનાઓ પણ અવારનવાર સામે આવી રહી છે, જેના કારણે ત્યાં રહેતા ભારતીયોમાં ચિંતાનો માહોલ છે.

24 ગુનાહિત ઘટનાઓ અને 324 બુલેટનું ફાયરિંગ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગુનાહિત નેટવર્ક કુલ 24 હિંસક ઘટનાઓમાં સામેલ હતું, જેમાંથી 14 બનાવો તો સીધા 'ફોર બ્રધર્સ' ગેંગે જ અંજામ આપ્યા હતા. વેપારીઓમાં પોતાનો ખોફ ઊભો કરવા માટે આ ગેંગે અલગ-અલગ જગ્યાએ અંધાધૂંધ ફાયરિંગ કરીને 324 જેટલી ગોળીઓ ચલાવી હતી. જ્યારે રેસ્ટોરાં અને ટ્રકિંગ કંપનીઓના માલિકોએ ખંડણી આપવાની ના પાડી, ત્યારે તેમના પર જીવલેણ હુમલા કરવામાં આવ્યા હતા. આ ગેંગનો આતંક એટલો હતો કે ઓન્ટારિયોના કેલેડોનમાં એક ઘર પર ફાયરિંગ અને આગચંપી કર્યાની થોડી જ મિનિટોમાં, તેમણે બ્રામ્પટનમાં આવેલી એક કંપનીને પણ પોતાનો શિકાર બનાવી લીધી હતી.

આ પણ વાંચો: અલ-અક્સા મસ્જિદ પર અમેરિકા-ઇઝરાયલનો ગુપ્ત માસ્ટરપ્લાન? 3 ધર્મોનું કેન્દ્ર બનાવવાની ચર્ચાથી ખળભળાટ!

ધરપકડ કરાયેલા લોકોમાંથી કોઈ કેનેડાનો નાગરિક નથી

એક મીડિયા રિપોર્ટ અનુસાર, બ્રામ્પટનના મેયરએ ખુલાસો કર્યો છે કે ધરપકડ કરાયેલા 17 આરોપીઓમાંથી એક પણ વ્યક્તિ કેનેડાનો નાગરિક નથી. કેનેડા સરકાર હાલમાં પોતાની ધરતી પર ચાલતા આવા આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ નેટવર્ક પર કડક કાર્યવાહી કરી રહી છે. અગાઉ, ભારતમાં જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની 'બિશ્નોઈ ગેંગ' અને ચીન તરફથી થતી વિદેશી દખલગીરી સામે પણ કેનેડાએ સકંજો કસ્યો હતો.

ભોળા વિદ્યાર્થીઓને બનાવતા હતા શિકાર

અહેવાલો અનુસાર, કેનેડામાં ઈન્ડો-કેનેડિયન સમુદાયને નિશાન બનાવતી આ ખંડણીખોર ગેંગ પાછળ વિદેશી સંગઠિત ગુનેગારોનો હાથ છે. આ ગુનેગારો કેનેડાની નકલી લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ (કોલેજો) અને ઇમિગ્રેશન કન્સલ્ટન્ટની દુકાનો દ્વારા આચરવામાં આવતી મોટી છેતરપિંડીનો ફાયદો ઉઠાવે છે. તેઓ ત્યાં ભણવા આવતા અને આર્થિક રીતે નબળા એવા વિદ્યાર્થી પ્રવાસીઓને ફસાવીને, ડરાવી-ધમકાવીને પોતાની ખંડણી વસૂલતી ટોળકીમાં સામેલ કરી દેતા હતા.