World

નાસાના રિસર્ચર અને શિક્ષકે ટ્રમ્પના કાર્યક્રમમાં કેમ ચલાવી ગોળી? જાણો કોણ છે 21 વર્ષીય કોલ ટોમસ એલન

By GS TEAM
26 Apr 20262 mins read
TukuTouch Logo
એક બાજુ નાસા (NASA) જેવી સંસ્થામાં રિસર્ચ ફેલોશિપ અને કેલટેક જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી, તો બીજી બાજુ હાથમાં હથિયાર અને હિંસાનો માર્ગ—31 વર્ષીય કોલ ટોમસ એલનની ધરપકડ બાદ આખું અમેરિકા સ્તબ્ધ છે. વોશિંગ્ટનમાં આયોજિત વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ ડિનર દરમિયાન જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને 2600 જેટલા મહાનુભાવો ઉપસ્થિત હતા, ત્યારે આ ઉચ્ચ શિક્ષિત યુવાને અચાનક ગોળીબાર શરૂ કર્યો હતો. એક મેકેનિકલ એન્જિનિયર અને વ્યવસાયે શિક્ષક એવા આ શખ્સે શા માટે આટલું મોટું પગલું ભર્યું, તે હવે તપાસનો મુખ્ય વિષય બન્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નાસાના રિસર્ચર અને શિક્ષકે ટ્રમ્પના કાર્યક્રમમાં કેમ ચલાવી ગોળી? જાણો કોણ છે 21 વર્ષીય કોલ ટોમસ એલન

Attack on Donald Trump: એક બાજુ નાસા (NASA) જેવી સંસ્થામાં રિસર્ચ ફેલોશિપ અને કેલટેક જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી, તો બીજી બાજુ હાથમાં હથિયાર અને હિંસાનો માર્ગ—31 વર્ષીય કોલ ટોમસ એલનની ધરપકડ બાદ આખું અમેરિકા સ્તબ્ધ છે. વોશિંગ્ટનમાં આયોજિત વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ ડિનર દરમિયાન જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને 2600 જેટલા મહાનુભાવો ઉપસ્થિત હતા, ત્યારે આ ઉચ્ચ શિક્ષિત યુવાને અચાનક ગોળીબાર શરૂ કર્યો હતો. એક મેકેનિકલ એન્જિનિયર અને વ્યવસાયે શિક્ષક એવા આ શખ્સે શા માટે આટલું મોટું પગલું ભર્યું, તે હવે તપાસનો મુખ્ય વિષય બન્યો છે.

કોલ ટોમસ એલન વિશે વધુ માહિતી 

સોશિયલ મીડિયા વપરાશકર્તાઓએ કોલ ટોમસ એલનની લિંક્ડઈન (LinkedIn) પ્રોફાઇલ દ્વારા વિગતો મેળવી છે, જે મુજબ તેણે 2017માં કેલટેક (Caltech)માંથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી અને 2025માં ડોમિંગુએઝ હિલ્સમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ કર્યું હતું. આ ઉપરાંત, તેણે નાસા (NASA)માં રિસર્ચ ફેલોશિપ પણ કરી હતી.

આ પણ વાંચો: ટ્રમ્પે ઈરાન સાથે શાંતિ મંત્રણા કરવા પ્રતિનિધિમંડળ જ ના મોકલ્યું, દુનિયાનું ફરી ટેન્શન વધ્યું

કોલ ટોમસ એલન પર હિંસક ગુનાના આરોપો લાગશે 

ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયાના યુએસ એટર્ની જીનીન પીરો મુજબ, શંકાસ્પદ પર હિંસક ગુના દરમિયાન હથિયારનો ઉપયોગ કરવાના બે આરોપો અને ખતરનાક હથિયાર વડે ફેડરલ ઓફિસર પર હુમલો કરવાનો એક આરોપ મૂકવામાં આવશે. સોમવારે તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે. પીરોએ જણાવ્યું હતું કે, 'આ વ્યક્તિ શક્ય તેટલું વધુ નુકસાન પહોંચાડવાના ઈરાદે આવ્યો હતો.' આ તપાસ દરમિયાન હજુ વધુ કલમો ઉમેરાય તેવી શક્યતા છે.

શું વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ ડિનરનો શૂટર જીવિત છે? 

વોશિંગ્ટન પોસ્ટના પત્રકાર જોન હડસને એક અમેરિકી અધિકારી અને કાયદા અમલીકરણ અધિકારીના નિવેદન ટાંકીને જણાવ્યું હતું કે શંકાસ્પદ જીવિત છે અને તેને હોવર્ડ યુનિવર્સિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે સિક્રેટ સર્વિસના એક એજન્ટ પણ ઈજાગ્રસ્ત થયા છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.