કેલિફોર્નિયામાં બરફના તોફાન વચ્ચે ભયાનક હિમસ્ખલન, સ્કીઈંગ કરનારા 9માંથી 8ના મોત, 1 હજુ ગુમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AI IMAGE |
California Avalanche : અમેરિકાના કેલિફોર્નિયામાં બરફીલા તોફાન અને હિમપ્રપાતે (એવલાન્ચ) ભારે તબાહી મચાવી છે. બુધવારે પોલીસ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, તાહો વિસ્તારના કેસલ પીક પર આવેલા ભીષણ હિમપ્રપાત બાદ લાપતા થયેલા નવ સ્કીઅર્સમાંથી આઠના મોત થયા છે. બચાવ ટુકડીઓએ તેમના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે એક વ્યક્તિ હજુ પણ ગુમ હોવાનું જાણવા મળ્યું છે. જેનું સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ
નેવાડા કાઉન્ટીના શેરિફ શાનન મૂને આ દુર્ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, "બચાવ ટીમો પૂરી મહેનતથી કામ કરી રહી છે, પરંતુ આઠ સભ્યોને ગુમાવવા એ એક મોટી કરૂણાંતિકા છે. અમે હજુ પણ એક લાપતા સભ્યની શોધ કરી રહ્યા છીએ અને તેને શોધવા માટેના તમામ પ્રયાસો ચાલુ છે."
આ પણ વાંચો : 'ઈરાન સાથે યુદ્ધના ભયાનક પરિણામો આવશે...' રશિયાની અમેરિકાને ખુલ્લી ચેતવણી
ઘટનાની વિગતો
કેસલ પીક, કેલિફોર્નિયા ખાતે આ અકસ્માત મંગળવારે વહેલી સવારે થયો હતો. સ્કીઅર્સનો એક સમૂહ જ્યારે પહાડ પર હતો, ત્યારે અચાનક હિમપ્રપાત થતા આખો સમૂહ તેની ઝપટેમાં ચડી ગયો હતો. શરૂઆતમાં છ સ્કીઅર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી બેની હાલત ગંભીર હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, અન્ય નવ લાપતા લોકોમાંથી આઠના જીવ બચાવી શકાયા નથી.
વહીવટીતંત્રની ચેતવણી
વિસ્તારમાં ભારે હિમવર્ષા અને ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અધિકારીઓએ સ્થાનિક લોકો અને પ્રવાસીઓને ઊંચા પહાડી વિસ્તારો અને હિમપ્રપાતની શક્યતા ધરાવતા વિસ્તારોથી દૂર રહેવાની કડક ચેતવણી આપી છે.








