World

2031સુધીમાં એઆઈ ઓફિસ, સેક્રેટરી અને હેલ્પર બનશે : ઝકરબર્ગ

By GS Team
31 Jul 20261 min read
TukuTouch Logo
કેલિફોર્નિયાથી મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે મોટી આગાહી કરી છે. આગામી 5 વર્ષમાં અબજો લોકો પાસે પોતાનો AI પર્સનલ આસિસ્ટન્ટ હશે, જે રોજિંદા જીવનમાં મદદરૂપ થશે. આ AI PA હેલ્થ ટ્રેકિંગ, ટ્રાવેલ પ્લાનિંગ, મની મેનેજમેન્ટ અને ટાઈમ મેનેજમેન્ટ જેવા કાર્યો સંભાળશે. મેટા વોટ્સએપ, મેસેન્જર જેવા પ્લેટફોર્મ્સ દ્વારા આ સુવિધા ઉપલબ્ધ કરાવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

2031સુધીમાં એઆઈ ઓફિસ, સેક્રેટરી અને હેલ્પર બનશે : ઝકરબર્ગ
  • દરેક પાસે પોતાનો એઆઈ પર્સનલ આસિસ્ટન્ટ હશે
  • હેલ્થ ટ્રેકિંગ, ટ્રાવેલ પ્લાનિંગ, મની મેનેજમેન્ટ સહિત ટાઈમ મેનેજમેન્ટ જેવા કામો એઆઈ પીએ મેનેજ કરશે

કેલિફોર્નિયા : મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે આગાહી કરી છે કે, આવનારા પાંચ વર્ષમાં દુનિયાભરના અબજો લોકો પાસે પોતાનો એઆઈ પર્સનલ આસિસ્ટન્ટ હશે. આ પીએ રોજિંદા જીવનમાં તેમની સાથે રહેશે અને વિવિધ કામોમાં મદદ કરશે. ભવિષ્યમાં એઆઈ માત્ર પ્રશ્નોના જવાબ આપતું ટૂલ નહીં રહે. પરંતુ, દરેક વ્યક્તિ માટે પર્સનલ હેલ્પર તરીકે કામ કરશે.
ઝકરબર્ગે જણાવ્યું કે, મેટા એવા એઆઈ આસિસ્ટન્ટ પર કામ કરી રહી છે, જે દરેક વ્યક્તિની આદતો, પસંદગી અને જરૂરિયાતોને સમજીને ૨૪ કલાક તેમની મદદ કરશે. હાલમાં એઆઈનો સૌથી વધુ ઉપયોગ કોડિંગ અને ટેકનિકલ કામો માટે થઈ રહ્યો છે. પરંતુ, મેટા એઆઈને સામાન્ય વ્યક્તિ માટે સરળ અને ઉપયોગી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
એઆઈ પીએ હેલ્થ ટ્રેક કરવામાં, મની મેનેજમેન્ટમાં, ટ્રાવેલ પ્લાનિંગ, શિડયુલ મેનેજમેન્ટ અને અનેક નાના-મોટા કામોને સરળ બનાવવામાં મદદ કરશે. મેટાના વ્હોટ્સએપ, મેસેન્જર અને ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ્સ આ એઆઈ આસિસ્ટન્ટનું મુખ્ય માધ્યમ બનશે. હાલ, મેટા એઆઈને અનેક બિઝનેસ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. તેમાં, બિઝનેસ આસિસ્ટન્ટનો ઉપયોગ દર અઠવાડિયે ૧૦ લાખથી વધુ બિઝનેસ કરી રહ્યા છે.